52 વર્ષીય ડોક્ટરે તેની દીકરીની ઉંમરની એપ્રેન્ટીસ ડોક્ટર યુવતી પર આચર્યું દુષ્કર્મ

Share this story

daughter’s Apprentice Doctor

  • ડોક્ટર CHC ક્વાર્ટર્સમાં તેમજ પોતાની ઓફિસમાં પીડિત યુવતીને બોલાવતો હતો અને શારીરિક અડપલાં તેમજ બળાત્કાર ગુજારતો હતો.

ખેડા જિલ્લામાં એક ડોક્ટર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ (Rape complaint) દાખલ કરવામાં આવી છે. જેમાં ડૉક્ટરે તેનાથી અડધી ઉંમરની એપ્રેન્ટિસ ડોક્ટર (Apprentice Doctor) યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. ડોક્ટર સરકારી નોકરી અપાવવાની અને લગ્નની લાલચે (The lure of marriage) દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ડાકોર પોલીસ સ્ટેશન (Dakor police station)માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 52 વર્ષીય ડોક્ટર તેનાથી અડધી ઉંમરની એપ્રેન્ટિસ ડૉક્ટર યુવતી સાથે અવારનવાર બળાત્કાર ગુજારતો હોવાની ફરિયાદ દાખલ થઈ છે. ડોક્ટર અજય. કે. વાલા (Dr Ajay K Vala) સામે ડાકોર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે ડોક્ટર વાલા સરકારી નોકરી તેમજ લગ્નની લાલચ આપીને એપ્રેન્ટિસ ડોક્ટર યુવતી પર બળાત્કાર ગુજારતો હતો.

ફરિયાદ પ્રમાણે ડોક્ટર CHC ક્વાર્ટર્સમાં તેમજ પોતાની ઓફિસમાં પીડિત યુવતીને બોલાવતો હતો અને શારીરિક અડપલાં તેમજ બળાત્કાર ગુજારતો હતો. આ ઉપરાંત ડોક્ટર વાલાએ આણંદ ખાતેના બંગલામાં પણ યુવતી પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં એવી વિગત પણ સામે આવી છે કે યુવતીના લગ્ન થઈ ગયા બાદ પણ ડોક્ટર યુવતી સાથે બળજબરીથી બળાત્કાર ગુજારતો હતો. આ ઉપરાંત યુવતીને તેના પતિ સાથે છૂટાછેડા લઈ લેવાની ધમકી આપતો હતો.

એવી પણ વિગતો સામે આવી છે કે ડોક્ટરની સતત હેરાનગતિની પગલે યુવતીના લગ્ન જીવનમાં ભંગાણ થયું હતું. આ મામલે યુવતીએ ફરિયાદ દાખલ કરતા ડાકોર પોલીસે કલમ 376 (2)E, 376(2)N, અને 506 મુજબ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો –