White stigma on Gujarat
- ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 70 કિલો હેરોઇન પકડી પાડ્યું છે. જેની બજાર કિંમત 350 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
ગુજરાત ATSને ગુપ્ત માહિતી મળી હતી કે, દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં કરોડોનું હેરોઇન (Heroin) છુપાવવામાં આવ્યું છે. જે બાદ તપાસ કરતા અંદરથી ડ્રગ્સ મળ્યું હતુ. આ કન્સાઇમેન્ટ મુંદ્રા પોર્ટ (Mundra Port) પરથી સીએફએસ પરથી મળ્યું હતું.
70 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું :
ગુજરાત ATSની ટીમને આ કન્સાઇમેન્ટ કોણે મોકલ્યું હતું. અને કોને આપવાનું હતુ તે અંગેની જાણ છે. આ સાથે વધુ તપાસમાં આ ડ્રગ્સ મંગાવવામાં કોણ કોણ સામેલ હતું તે અંગેની માહિતી પણ સામે આવી શકે છે. હાલ આ અંગે હજી મોટા ખુલાસા થઇ શકે છે. અત્યારે તો એક જ કન્ટેનર ઝડપાયું છે. પરંતુ એક કરતા વધુ કન્ટેનરની તપાસ ગુજરાત એટીએસની ટીમ કરી રહી છે.
આ પણ વાંચો –
- ફક્ત 1300 રૂપિયામાં થશે હવાઇ યાત્રા ! ફટાફટ કરો ટિકિટ બુક, અહીં જુઓ રૂટ અને ભાડું
- 12 જુલાઈ 2022, રાશિફળ : આ રાશિના લોકોને ગણેશજીની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા