12 જુલાઈ 2022, રાશિફળ : આ રાશિના લોકોને ગણેશજીની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા 

Share this story
12 July 2022, Horoscope Gujarat Guardian

 

મેષ :
દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભ :
દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા-વાગ્યાથી સાચવવું.

મિથુન :
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારૂં રહેશે.

કર્ક :
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રોના સહકારથી આર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહ :
સંતાન સંબંધી ઉકેલાતા જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઇજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યા :
નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાક્ચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્‍ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમ્યાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

તુલા :
નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચ‌િ‍ક :
આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધન લાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદવિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય છે.

ધન :
માનસિક શાંતિ-આનંદમાં વધારો થાય. ડોકટર, બેંક, ધર્મ કે જ્યોતિષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્‍તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર જંગમ મિલકતથી લાભ.

મકર :
દિવસ દરમ્યાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં, આવશ્યક કાર્યો પુરા કરી શકાય.

કુંભ :
નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂ છે. નાના એક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીન :
મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા  સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો –