રાજકોટમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક વિસ્તારોમાં ભરાયાં પાણી ! રેડ એલર્ટ જાહેર

Share this story

Megharaja’s stormy batting in Rajkot

  •  રાજકોટમાં રાત્રે 1:00 વાગ્યાથી બપોરે 12:વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે.

રાજકોટમાં (Rajkot) આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં રાત્રે 1:00 વાગ્યાથી બપોરે 12:વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. છેલ્લા એક કલાકમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે વાહનચાલકોએ (Drivers) ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રવિવારે અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી હવે આજે રાજકોટની સ્થિતિ પણ કંઈક એવી જ છે. રાજકોટમાં સવારે બે કલાકમાં જ 2 ઈંચથી વદુ વરસાદ પડતા શહેર પાણી પાણી થઈ ગયું હતું.

રાજકોટમાં અતિ ભારે વરસાદના કારણે સૌથી વધુ પાણી પોપટ પરાના અંડરબ્રીઝમાં આવતા ઘરોમાં પાણી ઘુસ્યા હતા. જેલ પોપટપરા માઉટન પોલીસ લાઈન સહિતના વિસ્તારોનો વાહન વ્યવહાર બંધ થતાં સંપર્ક વિહોણા બન્યા છે.

પોપટ પરાના નાલા બાદ રેલનગરના નવા અંડર બ્રીઝમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો અને પોલીસ દ્વારા બેરિગેટ રાખી લોકોને અવરજવર નહીં કરવા અટકાવ્યા હતા.

રાજકોટમાં આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવાર સુધીમાં રાજકોટમાં રાત્રેથી લઈને બપોર સુધીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે જેને કારણે રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસ્યા હતા. આજી નદીના પાણી મંદિર પરિસરમાં ઘૂસ્યા બાદ મુશ્કેલી સર્જાઈ હતી. ડેમના દરવાજા ખોલાયા બાદ નજીકના ગામોને એલર્ટ કરાયા છે અને લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો –