અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન ! વરસાદમાં લોકોની વ્હારે આવશે પોલીસ

Share this story

Ahmedabad police action plan

  • પોલીસ હેડ કવાર્ટર ખાતે પણ તરવૈયા પોલીસ જવાનોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. જો કોઈ જગ્યાએ પાણી ભરાયા હોય અને કોઈ બચાવ કામગીરીની જરૂર હોય તો પોલીસ પાસે 100 એર ટ્યુબ, 100 લાઈવ જેકેટ પણ ઉપલબ્ધ છે.

અમદાવાદ શહેરમાં રવિવારે રાત્રે પડેલા અનરાધાર વરસાદે સમગ્ર શહેરને જળબંબાકાર (Ahmedabad city heavy rain) કરી દીધું હતું. અનેક ઘરો, કોમ્પલેક્ષમાં પાણી ભરાયા હતા. હજી પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી (Ahmedabad heavy rain forecast) હવામાન વિભાગે આપી છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad city police) લોકોની મદદ માટે તૈયાર છે. આ માટે શહેર પોલીસે તમામ પ્રકારની કરી દીધી છે. શહેર પોલીસ કમિશનર તરફથી પોલીસ અધિકારીઓને (Police officer) વિસ્તારમાં દેખરેખ રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત એએમસીએ (AMC) બનાવેલા કંટ્રોલ રૂમ ખાતે પણ પોલીસ સ્ટાફને તૈનાત રાખવામાં આવ્યા છે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને કોઈ જગ્યાએ પોલીસની મદદની જરૂર હોય તો તાત્કાલિક પોલીસ સ્ટાફ પહોંચાડી શકાય.

બીજી તરફ પોલીસ હેડ કવાર્ટર ખાતે પણ તરવૈયા પોલીસ જવાનોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. જો કોઈ જગ્યાએ પાણી ભરાયા હોય અને કોઈ બચાવ કામગીરીની જરૂર હોય તો પોલીસ પાસે 100 એર ટ્યુબ, 100 લાઈવ જેકેટ પણ ઉપલબ્ધ છે. આ સિવાય જો કોઈ વાહન ચાલકના વાહન બંધ પડી જાય અને ટ્રાફિકની સમસ્યા થાય તો આ વાહનને ત્યાંથી દૂર કરવા માટે પોલીસની 14 જેટલી ક્રેન પણ ઉપલબ્ધ છે.

વરસાદની પરિસ્થતિમાં કોઈ જગ્યાએ ટ્રાફિક ના થાય તે માટે ટ્રાફિક પોલીસને પણ કામગીરી માટેની સૂચના આપવામાં આવી છે. ગઇકાલે શહેરની સિમ્સ હોસ્પિટલમાં એક પાંચ વર્ષના બાળકને બ્લડની ત્વરિત જરૂર હતી. જોકે, અનેક જગ્યાએ પાણી ભરાયાં હોવાથી પરિવાર મુશ્કેલીમાં મૂકાયો હતો. પરંતુ પોલીસને જાણ થતાં જ પોલીસે તાત્કાલિક બ્લડ પહોંચાડવામાં મદદ કરી હતી.

શહેરમાં સરેરાશ 8.5 ઇંચ વરસાદ :

અમદાવાદમાં રવિવારે એક જ રાતમાં જળબંબાકારની સ્થિતિ (Ahmedabad Heavy rain) ઊભી થઈ ગઈ હતી. શહેરમાં 24 કલાકમાં સરેરાશ 8.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. અમુક વિસ્તારોમાં 18 ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો હતો. શહેરની અનેક સોસાયટીઓમાં સોમવારે સવારે પણ જળબંબાકારની સ્થિતિ હતી. નીચાણવાળા વિસ્તારો જ નહીં, પરંતુ જ્યાં કોઈ દિવસ પાણી આવતું ન હતું તે વિસ્તારના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.

આ પણ વાંચો –