Rains in Gujarat broke
- માત્ર 10 દિવસમાં જ 33 ટકા સાથે ગુજરાતમાં સિઝનનો 43 ટકા વરસાદ નોંધાયો..8 વર્ષમાં સૌથી વધુ અને ગત વર્ષ કરતા 25 ટકા વધારે વરસાદ ખાબક્યો..
આગામી 3 દિવસમાં ગુજરાતમાં (Gujarat) ભારે વરસાદની (Heavy rain) આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ માટે ભારે વરસાદ થઈ શકે છે. આજે અને કાલે અતિભારે વરસાદની આગાહી છે. હવે 15 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. તો અમદાવાદમાં પણ આજે અને કાલે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે, ગુજરાતમાં 8 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં સીઝનનો 43 ટકા વરસાદ નોંધાયો :
લેટેસ્ટ અપડેટ અનુસાર, અત્યાર સુધીમાં ગુજરાતમાં સીઝનનો 43 ટકા વરસાદ નોંધાયો છે. માત્ર 10 દિવસમાં જ ગુજરાતમાં 33 ટકા વરસાદ ખાબક્યો છે. જે 8 વર્ષનો સીઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે. રાજ્યમાં 12 દિવસમાં જ સરેરાશ 12 ઈંચ વરસાદ નોંધાયો છે. સરખામણી કરીએ તો, ગત વર્ષ કરતા અત્યાર સુધીમાં 25 ટકા વધારે વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષ કરતા 58 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં 15 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
નર્મદા ડેમમાં 48 ટકા જથ્થો ભરાયો :
તો ગુજરાતના ડેમ અને જળાશયો પણ છલકાયા છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં 48 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. રાજ્યમાં જળાશયોની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૧૫૯૪૦૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૭.૭૧% છે જેમાં પાણીની આવક થતા ગત સપ્તાહ કરતાં ૭% જેટલો વઘારો થયો છે. રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૨૫૧૨૦૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૩.૬૧% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ – ૧૮ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય તેમજ વોર્નીગ ૫ર કુલ -૧૧ જળાશય છે.
આ પણ વાંચો –