Sagir strangled 84-year-old
- રાજધાની દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં 84 વર્ષીય વૃદ્ધ મહિલાની તેના સગીર વયના પૌત્રએ સર્જિકલ બ્લેડથી ગળું હત્યા કાપીને કરી દીધી. હત્યા બાદ સગીરે પોતાના મિત્રોને વીડિયો કોલ કરીને શબ દેખાડ્યું.
રાજધાની દિલ્હીના (Delhi) શાલીમાર બાગ (Shalimar Bagh) વિસ્તારમાં 84 વર્ષીય વૃદ્ધ મહિલાની તેના સગીર વયના પૌત્રએ સર્જિકલ બ્લેડથી (Surgical blade) ગળું હત્યા કાપીને કરી દીધી. હત્યા બાદ સગીરે પોતાના મિત્રોને વીડિયો કોલ કરીને શબ દેખાડ્યું. સગીરે દાદી પાસે પૈસા માગ્યા હતા. જ્યારે દાદીએ ના પાડી દીધી તો તેણે હત્યા કરીને દાદીના ઘરમાંથી રૂપિયાની લૂંટ કરી હતી. આ કેસમાં સગીરના 4 મિત્ર પણ સામેલ હતા, જેમની પોલીસે ધરપકડ (Police arrested) કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ, 8 જુલાઇના રોજ શાલીમાર બાગ વિસ્તારમાં 84 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા થઈ ગઈ હતી.
પોલીસ તપાસમાં જાણકારી મળી કે, વૃદ્ધ મહિલાએ પ્રોપર્ટી વેચીને બધા સંતાનોને અલગ અલગ જગ્યાઓ પર પરિવાર સાથે સેટલ કરી દીધા હતા અને પોતે શાલીમાર બાગ વિસ્તારમાં એકલી રહેતી હતી. પોલીસે દીકરાઓની પૂછપરછ કરી, પરંતુ કોઈએ પણ કોઈ પણ હત્યાની શંકા ન વ્યક્ત કરી. પોલીસને કોઈ લીડ મળી રહી નહોતી. પોલીસે મહિલાના ઘરની આસપાસની CCTV ફૂટેજની તપાસ કરી, જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ સફેદ રૂમાલથી ચહેરો ઢાંકીને હત્યાકાંડ અગાઉ રાત્રે લગભગ 9:30 વાગ્યે તેના ઘરમાં પ્રવેશતો નજરે પડે છે.
ત્યારબાદ તે રાત્રે 11:20 વાગ્યે બહાર આવતો નજરે પડે છે. ત્યારબાદ ફરી એ શંકાસ્પદ રાત્રે 12:20 વાગ્યે ઘરમાં પ્રવેશ કરતો નજરે પડ્યો અને થોડા સમય બાદ બહાર નીકળી આવ્યો. પોલીસે CCTV કેદ શંકાસ્પદને પરિવારના દરેક સભ્યોને એક એક કરીને દેખાડ્યો. જ્યારે પરિવારના સભ્યોએ એ શંકાસ્પદની ઓળખાનો ખુલાસો કર્યો તો પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે શંકાસ્પદ કોઈ બીજો નહીં, પરંતુ વૃદ્ધ મહિલાનો પૌત્ર હતો, જે તપાસ દરમિયાન શાળામાં હતો.
પોલીસે શાળામાંથી સગીરને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો. તેણે કહ્યું કે, શાળામાં અભ્યાસ દરમિયાન તે ખોટી સંગતમાં પડી ગયો હતો. આ દરમિયાન તેની મિત્રતા 4 યુવકો સાથે થઈ ગઈ હતી. સગીરે જણાવ્યું કે, તેના આ મિત્રો પાસે પૈસા ઓછીના લીધા હતા, જે હવે સતત માગી રહ્યા હતા. સગીરે ચારેયને કહ્યું કે, તેની પાસે પૈસા નથી, પરંતુ તેની દાદી એકલી રહે છે અને તેણે હાલમાં જ પ્રોપર્ટી વેચી છે, જેની પાસે પૈસા છે. તે પૈસા આપી શકે છે. જો તે પૈસા નથી આપતી તો તેની હત્યા કરીને ઘણા પૈસા ઘરમાંથી હાંસલ કરી શકાય છે.
બધાએ મળીને પ્લાન બનાવ્યો. સગીર દાદીના ઘરે પહોંચ્યો અને તેણે પૈસા માગ્યા. દાદીએ ના પડી દીધી તો સગીરે દાદીને ધક્કો મારી દીધો અને ત્યારબાદ ગળું કાપીને હત્યા કરી દીધી. હત્યા બાદ મિત્રોને વીડિયો કોલ પર દાદીનું શબ દેખાડ્યું અને હત્યાની વાત કન્ફર્મ કરી. ત્યારબાદ મિત્રોને ફોન કરીને એક જગ્યા પર બોલાવ્યા અને દાદીના ઘરથી લૂંટવામાં આવેલા લગભગ 1 લાખ 50 હજાર રૂપિયા આપીને દેવું ચૂકવ્યું.
ત્યારાબાદ સગીર ફરી દાદીના ઘરે પહોંચ્યો અને જોયું કે દાદી જીવતી તો નથી ને. પોલીસે સગીરના મિત્રોની ધરપકડ કરી લીધી છે, તો સગીરને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. પોલીસે સર્જિકલ બ્લેડ, સગીરના લોહીથી ખરડાયેલા કપડાં, લૂંટના 50 હજાર રૂપિયા, સ્વિફ્ટ ડિઝાયર કાર જપ્ત કરી છે.
આ પણ વાંચો –