Home Blog Page 1382

iPhone 14 લોન્ચ થતાં પહેલા Appleને લાગ્યો ઝટકો ! આ સાંભળીને ચાહકો પણ ચોંકી ગયા 

0

Apple tweaked before the launch

  • Appleની આવનારી સ્માર્ટફોન સીરીઝ iPhone 14 વિશે ઘણા સમાચાર આવી રહ્યા છે. તાજેતરના અપડેટ અનુસાર, iPhone 14ના મોડલને લોન્ચ કરવામાં વિલંબ થઈ શકે છે. ચાલો તેના વિશે વધુ વિગતવાર જાણીએ..

એવું બની શકે છે કે Appleની લેટેસ્ટ iPhone સિરીઝનું એક મોડલ, iPhone 14, સમયસર લૉન્ચ ન થયું હોય. દુનિયાભરના ચાહકો iPhone 14ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ વખતે iPhone 14 સિરીઝના ચાર મોડલ iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro અને iPhone 14 Pro Max છે, એટલે કે આ વખતે iPhone 14 Mini લોન્ચ કરવામાં આવશે નહીં. સત્તાવાર રીતે વધુ માહિતી આવી નથી પરંતુ જે વસ્તુઓ સામે આવી રહી છે તે મુજબ iPhone 14ના લોન્ચમાં વિલંબ થઈ શકે છે.

iPhone 14ના આ મોડલના લોન્ચમાં વિલંબ થઈ શકે છે :

જો તમે વિચારી રહ્યા છો કે iPhone 14ના લોન્ચિંગમાં વિલંબના અહેવાલો શા માટે છે, તો ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ. રિપોર્ટ્સ અનુસાર, iPhone 14 સીરિઝ સપ્ટેમ્બર 2022ના બીજા સપ્તાહમાં લોન્ચ થઈ શકે છે. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે આ નવીનતમ શ્રેણીના એક મોડેલ, iPhone 14 Maxમાં વિલંબ થઈ શકે છે કારણ કે તેના ઉત્પાદનમાં વિલંબ થઈ રહ્યો છે.

આ માહિતી સામે આવી છે :

9to5Mac એ DSCC વિશ્લેષક રોસ યંગને ટાંક્યું છે, જે મુજબ સપ્લાય ચેઇનમાં કેટલીક સમસ્યાઓ iPhone 14 મેક્સના ઉત્પાદનમાં વિલંબ કરી રહી છે. જે iPhone 14 શ્રેણીના મોડલ છે. iPhone 14 Pro Maxની સરખામણીમાં iPhone 14 Max ના પેનલ શિપમેન્ટમાં એટલો વિલંબ થયો છે કે iPhone 14 Pro Max માટે ઇનકમિંગ સપ્લાય વોલ્યુમ iPhone 14 Max કરતાં ત્રણ ગણું વધારે છે.

તમને જણાવી દઈએ કે iPhone 14 Max અને iPhone 14 Pro Maxની ડિસ્પ્લે સાઈઝ સમાન છે, પરંતુ iPhone 14 Pro Maxમાં Appleની Adaptive Refresh Rate Technology ProMotion હોઈ શકે છે. જે iPhone 14 Maxમાં નહીં મળે. આ પહેલા પણ આઈફોન 14 મેક્સમાં વિલંબના અહેવાલો સામે આવ્યા છે. યાદ અપાવો કે હાલમાં એપલ તરફથી કોઈ સમાચાર પર કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચો –

 

રાજીનામું આપ્યા વિના છોડ્યો હતો દેશ, સિંગાપોર પહોંચી ઇમેલ દ્રારા મોકલ્યું રાજીનામું 

Left the country without resigning

  • શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તે અત્યારે સિંગાપુરમાં છે અને તેમણે ત્યાંથી જ આ રાજીનામાનો મેલ કર્યો છે. આ મેલ તેમણે સંસદના સ્પીકરને કર્યો છે. તમને જણાવે દઇએ કે તેમણે 13 જુલાઇના રોજ રાજીનામું આપવાનું હતું પરંતુ તે કાલે મલેશિયા ભાગી ગયા હતા.

શ્રીલંકાના (Sri Lanka) રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ (President Gotabaya Rajapaksa) પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તે અત્યારે સિંગાપુરમાં (Singapore) છે અને તેમણે ત્યાંથી જ આ રાજીનામાનો મેલ કર્યો છે. આ મેલ તેમણે સંસદના સ્પીકરને કર્યો છે. તમને જણાવે દઇએ કે તેમણે 13 જુલાઇના રોજ રાજીનામું આપવાનું હતું પરંતુ તે કાલે મલેશિયા (Malaysia) ભાગી ગયા હતા. ત્યારબાદ દેશમાં ઇમરજન્સી લાગૂ કરી દેવામાં આવી.

સિંગાપુરથી કર્યો મેલ :

મલેશિયા બાદ બુધવારે પત્ની સાથે સિંગાપુર પહોંચ્યા. સિંગાપુરના વિદેશ મંત્રાલયના અનુસાર રાજપક્ષેએ ના તો શરણ માંગી છે અને ના તો તેમને શરણ આપવામાં આવી છે. તે ‘અંગત પ્રવાસ’ પર સિંગાપુર આવ્યા છે. આ રાજીનામું પણ ત્યાંથી બેસીને તેમણે મેલ કર્યો છે. આ પહેલાં તે એક દિવસ માલદીવમાં રહ્યા.

વાયદાથી ફરી ગઇ દેશ છોડીને ભાગી રાજપક્ષે :

તમને જણાવી દઇએ કે શ્રીલંકાની અર્થવ્યવસ્થાને સંભાળવામાં નિષ્ફળ રહ્યા બાદ થઇ રહેલા વિરોધના લીધે દેશ છોડીને ભાગી ગયા હતા. સાઉદી એરલાઇન્સની ઉડાન નંબર એસવી 788 (સ્થાનિક સમયાનુસાર) સાંજે સાત વાગ્યા બાદ સિંગાપુર ચાંગી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા, જેમાં રાજપક્ષે સવાર હતા.

શ્રીલંકામાં સંકટ યથાવત :

અત્રે ઉલ્લેખનીય છે કે રાજપક્ષેએ બુધવારે રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ તેમણે આમ કર્યું નહી અને તેમના દેશ છોડવાના થોડા કલાક બાદ પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેને કાર્યવાહક રાષ્ટ્રપતિ નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા. શ્રીલંકાના વિરોધથી આવી તસવીરો સામે આવી જેથી આખી દુનિયા વિચલિત થઇ ગઇ. શનિવારથી દુનિયાએ જોયું કે કેવી રીતે પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી દીધો અને પીએમ આવાસને પણ આગના હવાલે કરી દીધું છે.

આ પણ વાંચો –

 

૧૫ જુલાઈ ૨૦૨૨ : શુકવાર , આ રાશિના જાતકોને આજે નોકરી-ધંધામાં થોડી તકલીફનો સામનો કરવો પડી શકે છે

15 July 2022: Friday Gujarat Guardian

મેષઃ- માનસિક શાંતિ જળવાય. આવકનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા, નવી નોકરી અથવા બઢતી, બદલી શક્ય બને. નવા ધંધાની શરૂઆત કરી શકાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ મળે. માતૃસુખ-પિતૃસુખ જળવાય. માન-સન્માન વધે.

વૃષભઃ- કોઇ મહત્વપૂર્ણ સમાચાર મળવાની શક્યતા છે. ભાવનાત્મક રૂપથી આપ ખૂબ સશક્ત રહેશો. અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. પતિ-પત્નિ વચ્ચે પ્રેમ જળવાય. વ્યવસાયિક ગતિવિધિઓમાં પ્રગતિ થતી જણાય.

મિથુનઃ- આજે ખાસ આવક આવવાની સંભાવના જણાતી નથી. જીવનસાથી સાથે સારો સમય પસાર થાય. કોઇકોઇ સમયે શરીરમાં થોડી નબળાઇનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેવા પામે.

કર્કઃ- દિવસભર વ્યસ્તતા બની રહેશે. ઉત્સાહના કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો સાથે ફરવા જવાના યોગ બને. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થતી જણાય. આરોગ્ય જળવાય. મિત્રોની મુલાકાત શક્ય બને.

સિંહઃ- માનસિક તણાવને કારણે આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસમર્થતા વર્તાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથીને સમય આપી શકાશે નહીં. યશ-પ્રતિષ્‍ઠા વધે. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ રહે.

કન્યાઃ- જીવનસાથી સાથે તણાવભર્યું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો વચ્ચે વાદ વિવાદ ટાળવો. સંતાનની પ્રગતિથી આનંદ થાય. એમના પ્રશ્નો ઉકેલાતા જણાય. ગરમીને કારણે માથાનો દુઃખાવો સંભવે.

તુલાઃ- ભાવનાત્મકરૂપથી આપ ખૂબ જ લાગણીશીલ રહેશો. આપના કાર્યોને પૂરા કરવા માટે દીલથી મહેનત કરો, ઇશ્વર તમારો સાથ આપશે. આર્થિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. ધંધાકીયક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ- આજે દિવસ દરમ્યાન ધન, રોકાણ તથા પરિવારના કાર્યોમાં સમય પસાર થાય. વારસાગત સંપત્તિ સંબંધિત મામલા ઉકેલાઇ શકે છે. તમામ ક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સ્વભાવમાં અકારણ ઉગ્રતા ટાળવી.

ધનઃ- માન-સન્માનમાં વૃધ્ધિ થતી જણાય. ધર્મ-કર્મ પ્રત્યે વિશેષ આસ્થા અને વિશ્વાસ જાગૃત થાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાન સંબંધી સમસ્યાઓ ઉકેલાતી જણાય. જીવનસાથીનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરશે.

મકરઃ- માનસિક સ્થિરતા રહે. દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. સીમેન્ટ, સેનેટરી, ચા.ખેતી તેમજ ઇલેકટ્રોનિક્સના ધંધામાં વિશેષ લાભ. જીવનસાથી સાથે વિવાદ ટાળશે તો આનંદ. માથાના દુઃખાવાની સમસ્યા રહે.

કુંભઃ- સંબંધમાં તણાઇને ખોટા નિર્ણય લેશો નહીં. ધંધાકીયક્ષેત્રે જોખમ ટાળવું. અગત્યના આર્થિક ધંધાકીય કાર્યો મુલતવી રાખવા. નાણાં ગુમાવવાના યોગ બને છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવાથી સમસ્યા વધતી જણાય.

મીનઃ- પરિવારમાં કોઇપણ મુદ્દાને લઇને તણાવ ટાળવો.સ્વાભાવમાં ઉગ્રતા વર્તાય. મિત્રોના સહકારને લઇને કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. ધંધામાં લાભ. યશ-પ્રતિષ્‍ઠા વધે.

આ પણ વાંચો –

ગુજરાતીઓ થઈ જાઓ સતર્ક, વધુ 2 દિવસ જોવા મળશે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

0

Gujaratis, be alert

  •   રાજ્યમાં અત્યાર સુધીમાં 400 મીમી વરસાદ નોંધાયો છે અને સિઝનનો 80 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ (torrential rain) વરસી રહ્યો છે અને હવામાન વિભાગે વધુ 2 દિવસ અતિ ભારે વરસાદ (Very heavy rain) વરસશે તેવી આગાહી જાહેર કરી છે. આગાહી પ્રમાણે શુક્રવાર અને શનિવારના રોજ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘતાંડવ જોવા મળી શકે છે.

ગુજરાતીઓને આગામી 3 દિવસ સુધી વરસાદમાં કોઈ જ રાહત નહીં મળે અને અતિ ભારેથી પણ ભારે વરસાદનો માર સહન કરવો પડશે. અમદાવાદમાં પણ આગામી 3 દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને જૂનાગઢમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે.

આગામી 48 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમ ક્રિકેટ થવાના કારણે ચોમાસુ વધુ તીવ્ર બની શકે છે. આ કારણે આવતીકાલે માછીમારો તથા બંદરો માટે પોર્ટ વોર્નિંગ બહાર પાડવામાં આવશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 400 મીમી વરસાદ નોંધાયો છે અને સિઝનનો 80 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગાંધીનર અને અમદાવાદમાં પણ ભારે વરસાદી ઝાપટાની આગાહી જણાવી હતી.

આ પણ વાંચો –

નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ, મહારાષ્ટ્રથી આવતા વાહનોને વાપી પાસે જ રોકાયા

0

Traffic jam on National Highway

  • મુંબઈથી અમદાવાદ જતો નેશનલ હાઈવે નંબર 8 પર વાપી ચાર રસ્તા બ્રિજ ઉપર બેરીકેટર મૂકી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો.

ભારે વરસાદને (heavy rain) પગલે નવસારી અને વલસાડ (Navsari and Valsad) જિલ્લો જળમગ્ન થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે બંધ કરાયો છે. ભારે વરસાદને પગલે નવસારી-વલસાડ વચ્ચે હાઇવે બંધ કરાતા મુંબઈ તરફથી આવતા વાહનોને વાપી હાઇવે (Vapi Highway) પર જ રોકી દેવાયા છે. જેથી હાઈવે પર વાહનોનો કાફલો થંભી ગયો છે. લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. તેથી જો તમે કોઈ મહત્વના કામથી આજે નેશનલ હાઈવે પરથી જવાના હોય તો ખાસ ધ્યાન રાખજો, નહિ તો તમે પણ ટ્રાફિક જામનો શિકાર બની શકો છો.

મુંબઈથી અમદાવાદ જતો નેશનલ હાઈવે નંબર 8 પર વાપી ચાર રસ્તા બ્રિજ ઉપર બેરીકેટર મૂકી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો છે. વલસાડ અને ચીખલીની વચ્ચે નેશનલ હાઇવે 8 પર રોડ ઉપર ભારે પાણીનો જમાવો થતાં વાપીથી સુરત જતા રોડને બંધ કરાયો છે. વાપીના ચાર રસ્તા ઉપર આવેલ બ્રિજ ઉપર પોલીસે બેરીકેટ્સ મૂકી દીધા છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી હાઈવે અવરજવર બંધ કરાઈ છે. ત્યારે રોડની એક બાજુ વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. વાહનો થંભી ગયા છે. જેથી ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક જામના લીધે અનેક લોકો હાઈવે પર જ ફસાયા છે.

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી 30 ટકા નવસારી પાણીમાં ગરકાવ થઈ ગયુ છે. વરસાદને પગલે નવસારની ત્રણ મહત્વની નદીઓમાં પૂર આવ્યા છે. તો પૂરને લઈ જિલ્લા તંત્ર હાઈ એલર્ટ પર મૂકાયું છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ કર્યો છે. સૌ નાગરિકોને પોતાની સલામતી માટે આ હાઇવે પરનો પ્રવાસ ટાળવાનો જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો –

 

આ 5 ક્રિકેટર્સનું સ્પોર્ટ્સ એન્કર પર આવ્યું દિલ, લિસ્ટમાં એક ગુજરાતી પણ સામેલ

The heart of these 5 cricketers

  • આ સ્પોર્ટ્સ એન્કરે પોતાના દમ પર આખી દુનિયામાં ઓળખ બનાવી છે. આ ક્રિકેટર્સની પત્નીઓ સ્પોર્ટ્સ એન્કરિંગની દુનિયામાં જાણીતું નામ છે.

ક્રિકેટર્સની પત્નીઓ (Cricketers Wife) કોઇ સેલિબ્રિટીથી ઓછી નથી. તેમની પણ ઘણી ફેન-ફોલોઇંગ હોય છે. તેમની એક ઝલક માટે પ્રશંસકો આતુર હોય છે. આજે અમે 5 એવા ક્રિકેટર્સ (Cricketers) વિશે જણાવીશું જેમણે સ્પોર્ટ્સ એન્કર સાથે (Cricketers Married Anchors) લગ્ન કર્યા છે. આ સ્પોર્ટ્સ એન્કરે પોતાના દમ પર આખી દુનિયામાં ઓળખ બનાવી છે. આ ક્રિકેટર્સની પત્નીઓ સ્પોર્ટ્સ એન્કરિંગની દુનિયામાં જાણીતું નામ છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટ્સને (Shane Watson) 2010માં લી ફરલોંગ (Lee Furlong) સાથે લગ્ન કર્યા હતા. લી ફરલોંગ સ્પોર્ટ્સ પ્રેઝન્ટર, રાઇટર, મોડલ અને બિઝસેનવુમન છે. લી ફરલોંગે માસ કમ્યૂનિકેશન અને જર્નાલિઝનમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 2018માં તે લેખિકા બની અને બાળકો બુક લખી હતી.

 દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર મોર્ને મોર્કેલે (Morne Morkel)ડિસેમ્બર 2014માં પોતાની ગર્લફ્રેન્ડ રોઝ કેલી (Roz Kelly)સાથે લગ્ન કર્યા હતા. રોઝ કેલી પ્રખ્યાત એન્કર છે અને તે ચેનલ 9 સાથે જોડાયેલી છે.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર મોર્ને મોર્કેલે (Morne Morkel) ડિસેમ્બર 2014માં પોતાની ગર્લફ્રેન્ડ રોઝ કેલી (Roz Kelly) સાથે લગ્ન કર્યા હતા. રોઝ કેલી પ્રખ્યાત એન્કર છે અને તે ચેનલ 9 સાથે જોડાયેલી છે.

 ભારતના પૂર્વ ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ (Stuart Binny) લોકપ્રિય સ્પોર્ટ્સ એન્કર મયંતી લેંગર (Mayanti Langer)સાથે 2012માં લગ્ન કર્યા હતા. મયંતી લેંગર ભારતમાં સૌથી ફેવરિટ ફિમેલ એન્કર્સમાંથી એક છે. તે સતત ચર્ચામાં રહે છે. 2020માં મયંતીએ પુત્રને જન્મ આપ્યો હતો.

ભારતના પૂર્વ ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ (Stuart Binny) લોકપ્રિય સ્પોર્ટ્સ એન્કર મયંતી લેંગર (Mayanti Langer)સાથે 2012માં લગ્ન કર્યા હતા. મયંતી લેંગર ભારતમાં સૌથી ફેવરિટ ફિમેલ એન્કર્સમાંથી એક છે. તે સતત ચર્ચામાં રહે છે. 2020માં મયંતીએ પુત્રને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો –

ફરી આવ્યો જોકર વાયરસ, ગૂગલે બેન કરી દીધી આ 4 એપ્સ, તમે પણ ફોનમાંથી કરી દો ડિલીટ

Joker virus has come again

  • જોકર મેલવેયર વિશે તો તમને ખબર જ હશે. વર્ષ 2017મા તેની પહેલીવાર ઓળખ થઈ હતી.

જોકર મેલવેયર (Joker malware) વિશે તો તમને ખબર જ હશે. વર્ષ 2017મા તેની પહેલીવાર ઓળખ થઈ હતી. ત્યાર પછી વર્ષ 2019માં ગૂગલે લોકોને ચેતવણી આપતા એક બ્લોગ પણ પોસ્ટ કરી હતી જે પોસ્ટમાં જોકર મેલવેયરથી બચવાના ઉપાયો જણાવવામાં આવ્યા હતા. હવે આ જોકર મેલવેયર ફરી પાછો આવી ગયો છે. આના પરત ફરવાથી ઘણી એવી એપ્સ જે આ વાયરસથી ઇફેકટેડ (Affected by a virus) છે અને તે ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર હાજર હતી.

તેના કારણે આ ખતરનાક એપ્સને ઘણા લોકોએ ડાઉનલોડ પણ કરી લીધી છે. જેમાં જોકર વાયરસ મળી આવ્યો છે જે એન્ડ્રોઈડ યુઝર્સ (Android users) માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે સૌથી પહેલા જોકર વાયરસ વર્ષ 2017માં જોવા મળ્યો હતો. આ સાયબર ક્રિમિનલ્સ માટે ખૂબ જ પોપ્યુલર પસંદગી છે. જેના દ્વારા તે એન્ડ્રોઇડ યુઝર્સને ટાર્ગેટ કરે છે. સાયબર સિક્યોરિટી રિસર્ચરે આને લઈને ચેતવણી આપી છે.

એક રિપોર્ટ મુજબ, ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી એપ્સમાં જોકર મેલવેયર જોવા મળ્યો છે. આને લઈને કહેવામાં આવ્યું છે કે આ એપ્સને 100,000થી વધુ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આને લઈને Pradeoએ રિપોર્ટ કર્યો છે.

SamMobileના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જોકર મેલવેયર ગૂગલ પ્લે સ્ટોર પર હાજર Smart SMS Messages, Blood Pressure Monitor, Voice Languages Translator  અને Quick Text SMS એપ્સમાં મળી આવ્યો છે. આ તમામ એપ્સ યુઝર્સના ફોન પર આવતા તમામ નોટિફિકેશન અને મેસેજને વાંચી રહ્યા હતા અને ડેટા સ્ટોર કરી રહ્યા હતા. સૌથી ખાસ વાત એ છે કે, આ મેલવેયર પોતાની ઓળખ ફોનમાં નથી છોડતા. આવામાં કોઈને ખબર પણ નથી પડતી કે તેમના ફોનમાં મેલવેયર છે.

આને લઈને રિસર્ચર ટીમે ગૂગલને જાણકારી આપી ત્યારપછી પ્લે સ્ટોર પરથી આ એપ્સને દૂર કરી દેવામાં આવી છે. રિમૂવલ પ્રોસેસ પહેલા જ આ એપ્સને 1 લાખથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. આનો મતલબ ઘણા લોકોના ડિવાઇસ જોખમમાં છે. જો તમે પણ આ એપ્સને ડાઉનલોડ કરી છે તો તમે તરત જ તેને ડિલીટ કરી દો. આ સિવાય તમે તમારા ફોનનો પાસવર્ડ પણ જરૂરથી બદલી નાખો.

આ પણ વાંચો –

RJ કૃણાલના પિતાએ કર્યો આપઘાત, રેલવેટ્રેક પાસેથી મળ્યો મૃતદેહ

0

RJ Krunal’s father committed suicide

  • RJ Kunal : આરજે કૃણાલના પિતા પહેલા પહેલી પત્ની ભૂમિ દેસાઇએ પણ લગ્નના બે મહિના બાદ જ આપઘાત કરી લીધો હતો. પિતાના આપઘાતમાં સોલા પોલીસે (Sola Police) અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

શહેરના જાણીતા રેડિયો જોકી કૃણાલના (RJ Krunal) પિતા  ઇશ્વરભાઇ વાલાભાઇ દેસાઇએ રેલવે ટ્રેક પર આપઘાત (RJ Krunal father suicide) કરીને જીવન ટૂંકાવી દીધું છે. એમની પાસેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. ઇશ્વરભાઇની જનતા નગર રેલવે ક્રોસિંગ (Janta nagar Railway Crossing) પાસેથી મૃત હાલતમાં દેહ મળી આવ્યો હતો. સોલા પોલીસે (Sola Police) અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

સ્યૂસાઇડ નોટ મળી આવી :

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અમદાવાદને મિર્ચી મુર્ગા નામે હસાવનાર રેડિયો જોકી RJ કૃણાલના પિતા ઈશ્વરભાઈ વાલાભાઈ દેસાઈએ રેલવે ટ્રેક પર આપઘાત કર્યો છે. તેમણે એક સ્યૂસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવી લીધું છે. પિતાના આપઘાતના સમાચાર મળતા પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધવામાં આવ્યું છે.

ચર્ચાઓએ જોર પકડ્યું :

હાલ સોલા હાઈકોર્ટ પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ સૂસાઈડ નોટ કબ્જે કરી છે. આત્મહત્યા અંગે કૃણાલની અગાઉની પત્ની ભૂમિ પંચાલના પરિવારજનો જવાબદાર હોવાની ચર્ચા થઇ રહી છે.

પ્રથમ પત્નીએ લગ્નના બે મહિના બાદ કર્યો હતો આપઘાત :

નોંધનીય છે કે વર્ષ 2016ની 21 જાન્યુઆરીએ આરજે કૃણાલની પહેલી પત્ની ભૂમિ દેસાઈએ આનંદનગરના 100 ફૂટ રોડ ઉપર આવેલા સચિન ટાવરના એચ બ્લોકના દસમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. ભૂમિએ આપઘાત કરતાં પહેલાં તેના મિત્ર મિતેષ સોનીને SMS કર્યો હતો. BBAનો અભ્યાસ કરેલી અને ખાનગી કંપનીમાં મેનેજરના હોદ્દા ઉપર નોકરી કરી ચૂકેલી ભૂમિએ માત્ર બે મહિનાના લગ્નગાળામાં જ આત્મહત્યા કેમ કરી લીધી હતી.

પોલીસની તપાસમાં એવી વિગતો ખૂલી હતી કે, એક વર્ષ અગાઉ સંપર્કમાં આવ્યા પછી પ્રેમસંબંધ બંધાતાં પરિવારની સંમતિથી તા. 24-11-2015ના રોજ ભૂમિએ કૃણાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિનામાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનતાં ભૂમિએ આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો ખૂલી હતી.

આ પણ વાંચો –

નવસારીની 3 નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, પૂરના પાણીએ આખેઆખા ગામ ડૂબાડ્યા

0

Navsari’s 3 rivers turn violent

  • નવસારીની કાવેરી, પૂર્ણા અને અંબિકામાં જળસ્તર વધતાં પૂરનો વધ્યો ખતરો… વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર વધતાં બરુડિયાવડમાંથી 350થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર.

નવસારીમાં (Navsari) સાંબેલાધાર વરસી રહેલા વરસાદથી હવે લોકો તોબા પોકારી ઉઠ્યા છે. કારણ છેલ્લા 4 દિવસોમાં નવસારી શહેરની લોકમાતા પૂર્ણા નદીમાં (Purna River) પુરની સ્થિતિ બનતા હજારો લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સતત ત્રીજા દિવસે ઝડપથી વધેલા પાણી અને વધુ પડતા પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘરોમાં કેડસમાં દૂષિત પાણી હોવાથી રોગચાળો ફેલાવાની દહેશત વધી છે. મૂશળધાર વરસાદમાં નવસારીની નદીઓમાં પૂર જેવી સ્થિતિ ઉદભવી છે. પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં ભરાયા પાણી છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે જવા અપીલ કરાઈ છે.

નદીની જળસપાટી વધતા નવસારીમાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. પૂર્ણા નદીની જળસપાટી 23 ફૂટે પહોંચતા એલર્ટ મૂકાયુ છે. કાવેરી અને અંબિકાની પણ એવી જ સ્થિતિ છે, બંનેની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીકાંઠાના વિસ્તારોમાંથી લોકોને ખસી જવા અને લોકોને આશ્રય સ્થાનોએ જવા કલેક્ટરે અપીલ કરી છે. નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિને પગલે તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે.

ચાર દિવસથી પાણી ચઢે-ઉતરે છે :

ડાંગ અને સુરત જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદની સીધી અસરથી નદીઓના જળસ્તરમાં વધારો થાય છે અને પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ભોવાવવું પડે છે. પૂર્ણા નદીમાં રાત્રે પાણી વધતા લોકોએ પોતાની ઘરવખરી તેમજ કિંમતી સુરક્ષિત સ્થળે લઈ જવા સાથે પોતાને પણ સલામત રાખવા પડે છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘણા રાતે ઘર નજીક જ બેસીને ઉજાગરો કરી રહ્યાં છે, જ્યારે સવારે પાણી ઉતરતા લોકો ઘરની સફાઈ કરીને થાકે છે.

જ્યારે ફરી રાતે વરસાદની ધમાકેદાર બેટીંગને કારણે રાત્રે ફરી સામાન ખસેડવો પડે છે અને ઉજાગરો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે ત્રીજા દિવસે ઝડપથી વધેલા પાણી અને વધુ પડતા પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘરોમાં કેડ સમા પાણી દૂષિત હોવાથી એમાં પલડવાને કારણે રોગચાળો ફેલાવાની દહેશત વધી છે. જ્યારે પાણી ઓસરતા હવે પાણી ઓસર્યા બાદ સફાઇ વહેલી થાય એવી માંગ પણ અસરગ્રસ્તો કરી રહ્યા છે.

આ પણ વાંચો –

 

એક રિક્ષામાં સવાર હતા 27 લોકો, જોઈને હેરાન રહી ગઈ પોલીસ, જુઓ સંપૂર્ણ વીડિયો

0

27 people were riding in a rickshaw

  • ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. અહીં રોડ પર જઈ રહેલી એક ઓટો રિક્ષાને જ્યારે પોલીસે રોકી તો તેમાં સવાર લોકોને જોયા બાદ પોલીસ હેરાન રહી ગઈ.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ફતેહપુર જિલ્લામાંથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. અહીં રોડ પર જઈ રહેલી એક ઓટો રિક્ષાને (Auto rickshaw) જ્યારે પોલીસે રોકી તો તેમાં સવાર લોકોને જોયા બાદ પોલીસ હેરાન રહી ગઈ. ઓટો રિક્ષામાં ચાલક સિવાય 27 લોકો સવાર હતા. પોલીસે જ્યારે એક એક કરીને ગણતરી કરીને બધા લોકોને ઉતાર્યા તો આ સંખ્યા 27 થઈ. રિપોર્ટ્સ મુજબ, ઉત્તર પ્રદેશના ફતેહપુર (Fatehpur) જિલ્લાની બિન્દકી પોલીસ સ્ટેશન (Bindaki Police Station) વિસ્તારમાં કેટલાક લોકો એક ઓટો રિક્ષામાં સવાર હતા.

બિન્દકી વિસ્તારની લાલોલી ચોકડી પર પોલીસે જોયું કે, ઓટો રિક્ષા ડ્રાઈવર ખૂબ જ ઝડપથી રિક્ષા ચલાવી રહ્યો હતો. પોલીસે દોડીને રિક્ષાને રોકી લીધી. ત્યારબાદ પોલીસે એક એક કરીને બાળકો અને મોટા લોકોને બહાર કાઢ્યા. પોલીસે ગણતરી કરી તો 27 લોકો ઓટો રિક્ષામાંથી નીકળ્યા. પોલીસે આ બાબતે કાર્યવાહી કરતા ઓટો રિક્ષા સીઝ કરી દીધી છે. જ્યારે પોલીસ ઓટો રિક્ષામાંથી લોકોને ઉતારી રહી હતી, એ દરમિયાન કોઈને આ બાબતનો વીડિયો ઉતારી લીધો.

આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે, આખરે એક ઓટો રિક્ષામાં 27 લોકોને કઈ રીતે બેસાડ્યા હશે? આ વીડિયો જોયા બાદ મોટા ભાગના લોકો એમ જ કહી રહ્યા છે કે તેનાથી ન માત્ર ગાડી ચલાવનારનો, પરંતુ તેમાં બેઠા બધા લોકોના જીવ જોખમમાં છે અને રોડ એક્સિડેન્ટ માટે એવી જ ભૂલો જવાબદાર હોય છે. આ હેરાન કરી દેનારો વીડિયોને ટ્વીટર પર આનંદ કાલરા નામના એક યુઝરે શેર કર્યો છે. જેને અત્યાર સુધી હજારો લાઇક્સ અને વ્યૂઝ મળી ચૂક્યા છે.

એ સિવાય ઘણા લોકોએ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે વીડિયો પર મજા લેતા કહ્યું કે, આ ઓટોને જિલ્લો જાહેર કરી દેવો જોઈએ. તો અન્ય એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું કે, ડ્રાઈવર પાસે મેનેજમેન્ટ શીખવા યોગ્ય છે, નોટ-મંજુરીથી વધારે લોકોને બેસાડવું નિયમ વિરુદ્ધ છે. ત્રીજા યુઝરે લખ્યું કે, આ ટેમ્પોવાળાને જેટલી યાતનાઓ આપવામાં આવે ઓછી છે કેમ કે, એક સાથે જ આટલા લોકોને મારવાનું કાવતરું રચ્યું. એક અન્ય યુઝરે લખ્યું કે, આપણે ભારતીય એડજસ્ટિંગ હોઈએ છીએ.

આ પણ વાંચો –