નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ, મહારાષ્ટ્રથી આવતા વાહનોને વાપી પાસે જ રોકાયા

Share this story

Traffic jam on National Highway

  • મુંબઈથી અમદાવાદ જતો નેશનલ હાઈવે નંબર 8 પર વાપી ચાર રસ્તા બ્રિજ ઉપર બેરીકેટર મૂકી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો.

ભારે વરસાદને (heavy rain) પગલે નવસારી અને વલસાડ (Navsari and Valsad) જિલ્લો જળમગ્ન થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે બંધ કરાયો છે. ભારે વરસાદને પગલે નવસારી-વલસાડ વચ્ચે હાઇવે બંધ કરાતા મુંબઈ તરફથી આવતા વાહનોને વાપી હાઇવે (Vapi Highway) પર જ રોકી દેવાયા છે. જેથી હાઈવે પર વાહનોનો કાફલો થંભી ગયો છે. લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. તેથી જો તમે કોઈ મહત્વના કામથી આજે નેશનલ હાઈવે પરથી જવાના હોય તો ખાસ ધ્યાન રાખજો, નહિ તો તમે પણ ટ્રાફિક જામનો શિકાર બની શકો છો.

મુંબઈથી અમદાવાદ જતો નેશનલ હાઈવે નંબર 8 પર વાપી ચાર રસ્તા બ્રિજ ઉપર બેરીકેટર મૂકી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો છે. વલસાડ અને ચીખલીની વચ્ચે નેશનલ હાઇવે 8 પર રોડ ઉપર ભારે પાણીનો જમાવો થતાં વાપીથી સુરત જતા રોડને બંધ કરાયો છે. વાપીના ચાર રસ્તા ઉપર આવેલ બ્રિજ ઉપર પોલીસે બેરીકેટ્સ મૂકી દીધા છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી હાઈવે અવરજવર બંધ કરાઈ છે. ત્યારે રોડની એક બાજુ વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. વાહનો થંભી ગયા છે. જેથી ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક જામના લીધે અનેક લોકો હાઈવે પર જ ફસાયા છે.

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી 30 ટકા નવસારી પાણીમાં ગરકાવ થઈ ગયુ છે. વરસાદને પગલે નવસારની ત્રણ મહત્વની નદીઓમાં પૂર આવ્યા છે. તો પૂરને લઈ જિલ્લા તંત્ર હાઈ એલર્ટ પર મૂકાયું છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ કર્યો છે. સૌ નાગરિકોને પોતાની સલામતી માટે આ હાઇવે પરનો પ્રવાસ ટાળવાનો જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો –