Joker virus has come again
- જોકર મેલવેયર વિશે તો તમને ખબર જ હશે. વર્ષ 2017મા તેની પહેલીવાર ઓળખ થઈ હતી.
જોકર મેલવેયર (Joker malware) વિશે તો તમને ખબર જ હશે. વર્ષ 2017મા તેની પહેલીવાર ઓળખ થઈ હતી. ત્યાર પછી વર્ષ 2019માં ગૂગલે લોકોને ચેતવણી આપતા એક બ્લોગ પણ પોસ્ટ કરી હતી જે પોસ્ટમાં જોકર મેલવેયરથી બચવાના ઉપાયો જણાવવામાં આવ્યા હતા. હવે આ જોકર મેલવેયર ફરી પાછો આવી ગયો છે. આના પરત ફરવાથી ઘણી એવી એપ્સ જે આ વાયરસથી ઇફેકટેડ (Affected by a virus) છે અને તે ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર હાજર હતી.
તેના કારણે આ ખતરનાક એપ્સને ઘણા લોકોએ ડાઉનલોડ પણ કરી લીધી છે. જેમાં જોકર વાયરસ મળી આવ્યો છે જે એન્ડ્રોઈડ યુઝર્સ (Android users) માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે સૌથી પહેલા જોકર વાયરસ વર્ષ 2017માં જોવા મળ્યો હતો. આ સાયબર ક્રિમિનલ્સ માટે ખૂબ જ પોપ્યુલર પસંદગી છે. જેના દ્વારા તે એન્ડ્રોઇડ યુઝર્સને ટાર્ગેટ કરે છે. સાયબર સિક્યોરિટી રિસર્ચરે આને લઈને ચેતવણી આપી છે.
એક રિપોર્ટ મુજબ, ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી એપ્સમાં જોકર મેલવેયર જોવા મળ્યો છે. આને લઈને કહેવામાં આવ્યું છે કે આ એપ્સને 100,000થી વધુ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આને લઈને Pradeoએ રિપોર્ટ કર્યો છે.
SamMobileના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જોકર મેલવેયર ગૂગલ પ્લે સ્ટોર પર હાજર Smart SMS Messages, Blood Pressure Monitor, Voice Languages Translator અને Quick Text SMS એપ્સમાં મળી આવ્યો છે. આ તમામ એપ્સ યુઝર્સના ફોન પર આવતા તમામ નોટિફિકેશન અને મેસેજને વાંચી રહ્યા હતા અને ડેટા સ્ટોર કરી રહ્યા હતા. સૌથી ખાસ વાત એ છે કે, આ મેલવેયર પોતાની ઓળખ ફોનમાં નથી છોડતા. આવામાં કોઈને ખબર પણ નથી પડતી કે તેમના ફોનમાં મેલવેયર છે.
આને લઈને રિસર્ચર ટીમે ગૂગલને જાણકારી આપી ત્યારપછી પ્લે સ્ટોર પરથી આ એપ્સને દૂર કરી દેવામાં આવી છે. રિમૂવલ પ્રોસેસ પહેલા જ આ એપ્સને 1 લાખથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. આનો મતલબ ઘણા લોકોના ડિવાઇસ જોખમમાં છે. જો તમે પણ આ એપ્સને ડાઉનલોડ કરી છે તો તમે તરત જ તેને ડિલીટ કરી દો. આ સિવાય તમે તમારા ફોનનો પાસવર્ડ પણ જરૂરથી બદલી નાખો.
આ પણ વાંચો –