Home Blog Page 1381

16 જુલાઈ શનિવારના રોજ આ રાશિના જાતકો પર થશે દાદા હનુમાનની કૃપા, બસ આવી ભૂલો નહિ કરતા નહિતર…

zodiac sign on Saturday 16th July

મેષઃ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરાપક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી-ધંધામાં પ્રગતિ. જુની ઉઘરાણી છુટી થતી જણાય.

વૃષભઃ
આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધૂરા કાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય. વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતા સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

મિથુનઃ
વકતૃત્વ શક્તિથી કાર્ય સફળતા વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય. સંતાનની ચિંતા રહે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

કર્કઃ
સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણીવિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ. પરિવારમાં એકરાગીતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

સિંહઃ
નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો. આવકનું પ્રમાણ જળવાશે. નોકરીમાં શાંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે લાભ. કાપડ, સ્ત્રી શણગાર, કોસ્મેટીકસના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. આરોગ્ય જ‍ળવાય.

કન્યાઃ
મનોબળ મજબૂત રહે. શકિત અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતા ભર્યુ વાતાવરણ રહે. જમીન-મકાન અંગેના કામમાં સાવધાની જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય.

તુલાઃ
વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નાવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ
આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાનાભાઇ બહેન સાથે પ્રેમ જ‍ળવાય. પરિવારમાં વિખવાદ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ સફળતા. ગળાના રોગોની કાળજી રાખવી.

ધનઃ
માનસિક પ્રસન્નતા વધે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. રોકાણોમાંથી આવક મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ
માનસિક અસ્વસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. ‌પરિવારમાં અસંતોષનું પ્રમાણ વધે. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આંખની કાળજી રાખવી. મિત્રોથી લાભ મળતો જણાય.

કુંભઃ
દિવસ દરમ્યાન મન આનંદમાં રહે. જુના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીનીસ્ટ્રેશન, સોની કામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યક્તિઓને વિશેષ ફાયદો. ઉલટી-ઉબકાની સમસ્યા રહે.

મીનઃ
ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. આવક જળવાય તથા  બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતાપૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારૂં રહેશે.

આ પણ વાંચો –

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ પત્નીનું અવસાન, ટ્રમ્પે કહ્યું- તે એક સુંદર અને…..

The death of Donald Trump

  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પનું 73 વર્ષની ઉંમરે ન્યૂયોર્ક શહેરમાં નિધન થયું છે.

અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Former President Donald Trump) પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પનું અવસાન થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પના (Ivana Trump) અવસાનની જાણકારી આપતા લખ્યું હતું કે, ઈવાના ટ્રમ્પ એક અદ્ભુત અને સુંદર મહિલા હતી, તેમણે એક મહાન અને પ્રેરણાત્મક જીવન જીવ્યું છે.

ટ્રમ્પે પોતાનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યું હતું કે, તેમની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પનું ગુરૂવારે 73 વર્ષની વયે ન્યૂયોર્ક શહેરમાં અવસાન થયું હતું. ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું છે કે, ઈવાના ટ્રમ્પના 3 બાળકો  ડોનાલ્ડ જુનિયર, ઈવાન્કા અને એરિકને તેમના પર ખૂબ ગર્વ છે. અમને બધાને ઈવાના પર ખૂબ ગર્વ હતો.

ઈવાના એક મોડલ હતી અને તેમણે 1977માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ બાળકનો જન્મ 1977ના અંતમાં થયો હતો. જ્યારે ઈવાન્કાનો જન્મ 1981માં થયો હતો અને એરિકનો જન્મ 1984માં થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈવાના ટ્રમ્પે 90ના દાયકાની શરૂઆતમાં છૂટાછેડા લીધા હતા.

ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે 1993માં અભિનેત્રી માર્લા મેપલ્સ સાથે લગ્ન કર્યા હતા. મેપલ્સ સાથે ટ્રમ્પનું લગ્નજીવન લાંબું ચાલી શક્યું નહીં અને 1999માં તેમણે છૂટાછેડા લીધા હતા. ટ્રમ્પે 2005માં મેલાનિયા ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા.

તે જ સમયે એરિકા ટ્રમ્પે ઈન્ટાગ્રામ પર પોતાની માતાને શ્રદ્ધાંજલિ પોસ્ટ કરીને લખ્યું હતું કે, અમારી માતા એક અવિશ્વસનીય મહિલા હતી. વ્યવસાયમાં એક શક્તિ, વિશ્વ સ્તરે રમતવીર, તેજસ્વી સુંદરતા અને સંભાળ રાખતી માતા અને મિત્ર. તેમને ખૂબ જ યાદ કરવામાં આવશે.

આ પણ વાંચો –

 

અમદાવાદથી મુંબઈ જતાં તમામ માલવાહક વાહનો હાઈવે પર અટવાયા

0

All freight vehicles

  • વરસાદને કારણે નેશનલ હાઈવે પર વાહનોને કતાર. ભરૂચ પોલીસે વોટ્સ અપ પર મેસેજ પાઠવ્યો અમદાવાદથી મુંબઈ જતી ટ્રકોને રોકી લો, સુરત પણ નહિ પહોંચે.

અમદાવાદના (Ahmedabad) મેન્યુફેક્ચરર્સને મુંબઈને વેપારીઓ સાથે જોડતા નેશનલ હાઈવે-૮ વરસાદમાં ભરાયેલા પાણીને કારણે જામ થઈ જતાં અમદાવાદથી મુંબઈ (Ahmedabad to Mumbai) તરફ પાઠવવામાં આવેલા તમામ કન્સાઈનમેન્ટ રસ્તા વચ્ચે જ સલવાઈ ગયા છે. ભરૂચ પોલીસે તો અમદાવાદ મેસેજ મોકલી આપ્યો છે કે ભારે વરસાદને કારણએ ચીખલીથી વલસાડ (Valsad) તથા મહારાષ્ટ્ર જતો નેશનલ હાઈવે સંપૂર્ણ બંધ કરી દેવાયો હોવાથી ભરૂચથી આગળ વાહનો ન જવા દેવાની સૂચના આપી દીધી છે. આ જ મેસેજ અમદાવાદના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ પહોંચાડવામાં આવ્યો છે. કચ્છથી લિગ્નાઈટ (Lignite) લઈને આવતી ટ્રકો પણ અટકી પડી છે.

પરિણામે અમદાવાદથી મુંબઈ તરફ જતાં કેમિકલ, ફાર્માસ્યૂટિકલ્સ, ટેક્સટાઈલ્સ, ડેરી પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ ઉદ્યોગની આઈટેમ્સ, કૃષિ ઉપજનો  મુંબઈ તરફ લઈ જવા ઉપડેલી હજારો ટ્રક્સ રસ્તામાં સલવાઈ ગઈ હોવાનું ટ્રાન્સપોર્ટર્સ એસોસિયેશનના મુકેસ દવેનું કહેવું છે. તેથી જ મુંબઈ અને વાપી તરફ જતાં તમામ વાહનોને રોકી દેવાની સૂચના આપવામાં આવી છે. સાપુતારા, વઘઈ અને ધરમપુરમાં ૧૧થી ૧૫ ઇંચ જેટલો વરસાદ પડતા સિલવાસા પાસેનો મધુબન ડેમ છલકાઈ ગયો છે.

તેના પાણી પણ આસપાસના રસ્તાઓ પર ફરી વળ્યા છે. તેથી પણ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.  બીજીતરફ કચ્છમાં ભારે વરસાદ પડતા કચ્છથી લિગ્નાઈટ લઈને ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાં લિગ્નાઈટનો સપ્લાય પહોંચાડતી રોજ નીકળી ૧૫૦૦ જેટલી ટ્રકો નીકળી શકતી જ નથી. આમ કચ્છનો ગુજરાત સાથેનો વહેવાર પણ ભારે વરસાદને કારણે સીમિત થઈ ગયો છે.

બોડેલી, રાજપીપળા, નસવાડી અને ડભોઈના રસ્તાઓ પર પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા હોવાથી આ વિસ્તારોમાંથી પણ માલ લઈ જતી ટ્રકો ફસાઈ છે. તેમ જ વાહનોની અવરજવરમાં તકલીફ પડી રહી છે.

આ પણ વાંચો –

 

800 વર્ષથી ગુજરાતના આ શિવમંદિર પર છત નથી, જ્યારે જ્યારે છત બનાવી ત્યારે દુર્ઘટના બની

This Shiva temple in Gujarat

  • આપણા દેશમાં અનેક શિવ મંદિર છે, તમામનું મહત્વ પણ અલગ અલગ છે. પરંતુ ગુજરાતમાં એક એવું  શિવલિંગ છે જે અનોખું છે. કહેવાય છે કે 800 વર્ષથી આ મંદિરની છત બની નથી, જેની પાછળ અનેક લોકવાયકા છે.

ભગવાન શિવની શ્રાવણ મહિનો પ્રિય હોય છે. હવે અષાઢ મહિનો પૂરો થતા જ શ્રાવણ મહિનો (Sawan 2022) આવશે. જેથી શિવ મંદિરોમાં રોનક જોવા મળશે, શ્રાવણ મહિનો એટલે શિવભક્તિનો મહિનો. ગુજરાતમાં એક એવુ શિવ મંદિર આવેલુ છે જ્યાં સૂતેલા શિવ છે. આ મંદિરમાં વરસાદ આવે તો આકાશમાંથી પાણીનો અને બાકીના દિવસોમાં સૂર્ય કિરણનો સીધો અભિષેક શિવલિંગ પર થાય છે. તેની પાછળ એક ચોક્કસ કારણ છે. અનેક લોકવાયકા છે. કહેવાય છે કે આ મંદિરની છત ક્યારેય બની શકી નથી. તેથી આ મંદિરને છત નથી, અને તે બારેમાસ ખુલ્લુ રહે છે. જાણીએ આ પાછળનું રહસ્ય.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અબ્રામા ગામ આવેલુ છે. અહી તાડકેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે. માન્યતા છે કે આ મંદિર 800 વર્ષ જૂનુ છે. ભોલેનાથના આ મંદિર પર ક્યારેય શિખર બની શક્યુ નથી. તેથી સૂર્ય કિરણો તેને પર સીધો અભિષેક કરે છે.

મંદિર સાથે જોડાયેલી કથા :

કહેવાય છે કે, 800 વર્ષ જૂનુ આ મંદિર છે. અહીંનો સ્થાનિક ગોવાળિયો રોજ પોતાની ગાયોને જંગલમાં ચરાવવા લઈ જતો હતો. જંગલમાં ગયા પછી એક ગાય રોજ એક જ જગ્યાએ ઉભી રહેતી અને પોતાના દૂધની ધારાને પ્રવાહિત કરતી. ગોવાળિયાને આ વાત અજુગતી લાગી. તેથી તેણે તે જગ્યાએ જઈને જોયુ તો જમીનની અંદર એક શિવલિંગ હતું. તેના બાદથી ગોવાળિયાએ રોજ ત્યાં અભિષેક કરવાનુ શરૂ કર્યું. આવા સમયે શિવજીએ ગોવાળિયા પર પ્રસન્ન થઈને તેને સપનામાં આવીને આદેશ આપ્યો કે, ઘનઘોર વનમાં આવીને જે રીતે તુ મારી સેવા કરે છે, તેનાથી હુ પ્રસન્ન થયો છું. તુ મને સ્થાપિત કરે. ગોવાળિયાએ આ વાત ગામવાસીઓને કરી. ગામલોકોએ આવીને તે સ્થળે ખોદકામ કર્યુ તો તેમાંથી 7 ફૂટનું શિવલિંગ મળ્યું. ગામ લોકોએ આ પાવન શિલાને સ્થાપિત કરી. મંદિર બનાવીને પ્રાણપ્રતિષ્ઠા કરી.

આ મંદિરને તડકેશ્વર મંદિર નામ આપવામાં આવ્યું. ગામ લોકોએ મંદિર બનાવવાની શરૂઆત કરી. ચારે તરફ દીવાલ બનાવી અને ઉપર છાપરુ નાંખ્યું. પરંતુ થોડા સમયમાં છાપરુ બળી ગયુ હતું. આવુ વારંવાર થતુ ગયુ. જ્યારે જ્યારે ગામ લોકોએ છત બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યારે કંઈને કંઈ થતુ ગયું. ત્યારે ભગવાને ગોવિળિયાને ફરીથી સપનામાં દર્શન આપ્યાં. ભગવાને કહ્યુ કે, હું તડકેશ્વર મહાદેવ છું, મારી ઉપર કોઈ છાપરું-આવરણ ન બનાવો.

સૂર્ય કિરણો કરે છે અભિષેક :

ભગવાનના આ આદેશ બાદ ગામલોકોએ મંદિરનુ શિખર ખુલ્લુ રાખ્યું. જેથી સૂર્યની કિરણો સીધી જ શિવલિંગ પર અભિષેક કરતી રહે. તડકાનો અભિપ્રયાસ તડકો છે, જે શિવજીને પસંદ છે. ત્યાર બાદ છેલ્લે 1994 માં આ મંદિરનું જીર્ણોદ્વાર થયુ હતું. ત્યારે ગોળાકાર આકૃતિમાં ખુલ્લામાં શિખર બનાવાયુ છે. શ્રાવણ મહિનામાં આ મંદિરનુ મહત્વ વધી જતુ હોય છે.

અહી શિવ આરામ ફરમાવે છે :

તડકેશ્વર મહાદેવ મંદિર સૂતેલી શિવલિંગ માટે પ્રખ્યાત છે. તડકેશ્વર મહાદેવ મંદિરમાં આકર્ષણનું કેન્દ્ર છે ભગવાન શિવનું શિવલિંગ સામાન્ય રીતે મહાદેવનાં મંદિરોમાં જે લિંગ ઉભું જોવા મળે છે એ અહી આડું એટલે કે ભગવાન આરામ કરતા હોય એ અવસ્થામાં જોવા મળે છે.

આ પણ વાંચો –

નવસારીમાં જળબંબાકાર : ભારે વરસાદીથી અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, છાપરા ગામમાં પાણી ભરાતા 19 લોકોનું સ્થળાંતર કરાયું

0

Water Bombing in Navsari

  • દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની વચ્ચે મેઘતાંડવ જોવા મળ્યું છે. નવસારી જિલ્લામાં આકાશી આફત વરસતા સમગ્ર જિલ્લામાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

અંબિકા નદીમાં (Ambika River) ત્રીજી વખત ઘોડાપુર આવતાં સમગ્ર નવસારી (Navsari) જિલ્લો જળમગ્ન બન્યો છે. વાત કરીએ અંબિકા નદી તો  તેની ભયજનક સપાટીથી ઉપર પર ગાંડીતૂર બનીને વહી રહી છે. જેનાં પગલે નવસારી જિલ્લાના છાપરા સહિત નદી કિનારાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે.જેને લઈને છાપર ગામના લોકોની હાલત કફોડી બની જવા પામી હતી.

મોડી રાત્રે છાપર ગામના 19 લોકોનું સ્થળાંતર કરાયું :

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદથી તારાજી સર્જાઈ છે. અંબિકા નદીમાં ગાંડીતૂર બનતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ બની છે. વરસાદી માહોલે આફત સર્જી છે. જેને કારણે સીધી અસર લોકોના જનજીવન ઉપર પડી છે. આકાશમાંથી આફતરૂપી વરસતા વરસાદે જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. અત્યાર સુધી અંબિકા નદીના આસપાસ વસેલા નીચાણવાળા વિસ્તારોમાં અને ઘરોમાં પાણી ભરાતા ચિંતાજનક વાતાવરણ ઊભું થયું છે.

જે ગામોમાં કદી પાણી ભરાતા ન હતા ત્યાં પણ હવે મુસીબત રૂપ પાણી જોવા મળી રહ્યુ છે. આમ અંબિકા નદી છાપર ગામ પાસે પોતાની ભયજનક સપાટીથી ઉપર રૌદ્રસ્વરૂપે વહેતાં સમગ્ર ગામમાં બેટમાં ફેરવાઈ ગયું હતું.જેને લઈને ગત મોડી રાત્રે 19 લોકોનું પોલીસ અને સ્થાનિક તરવૈયાની મદદથી સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ કરી મદદ :

નવસારી જિલ્લાના છાપરા ગામે અંબિકા નદીના પાણી ગામના વિવિધ વિસ્તારોમાં ભરાતા લોકોને  ભારે હાલાંકી સામાનો કરવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ નવસારીના છાપરા ગામમાંમાં પૂરની ભયાનક પરિસ્થિતિને પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર કામે લાગ્યું છે.ગત મોડી રાત્રે ગામના નીચાણ વાળા વિસ્તારોમાં પોલીસ અને સ્થાનિક તરવાયાની મદદથી 19 લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો –

 

રાજકોટના નબીરાઓની આવારાગીરી, ન્યારી ડેમમાં પૂરના પાણી વચ્ચે જીપ સ્ટંટ કર્યો

0

A jeep stunt amidst flood waters

  • રાજકોટમાં નબીરાઓની આવારાગીરીનો વીડિયો ચોંકાવનારો છે. યુવકોએ નદીની વચ્ચે જીપ લઈને સ્ટંટ કર્યા હતા. ન્યારી ડેમ પર તેઓએ જીપની બોનેટ પાણીમાં ડૂબી જાય ત્યાં સુધી ગાડી હંકારી

ગુજરાતના (Gujarat) નબીરાઓ હવે સ્ટંટના ખેલ કરવાના શોખમાં ચઢ્યા છે. ગઈકાલે અમદાવાદની (Ahmedabad) બે યુવતીઓના હવામાં હાથ અદ્ધ કરીને બાઈક ચલાવતા વીડિયો વાયરલ થયા હતા. જેના બાદ હવે રાજકોટના નબીરાઓનો સ્ટંટનો વીડિયો વાયરલ (The video went viral) થયો છે. ન્યારી ડેમમાં (Nyari Dam) પૂરના પાણી વચ્ચે યુવકોએ જીપ હંકારી હતી. હાલ પૂરના પાણીને પગલે નદીમાં જવાની મનાઈ છે, એક તરફ લોકો જીવ બચાવીને ત્યાંથી નીકળી રહ્યાં છે અને તંત્ર ફસાયેલા લોકોને રેસ્ક્યૂ (Rescue) કરવાની કામમાં જોડાયેલુ છે, ત્યાં આ નબીરાઓએ જીવની પરવાહ કર્યા વગર પૂરના પાણીમાં જીપ હંકારી હતી.

રાજકોટમાં નબીરાઓની આવારાગીરીનો વીડિયો ચોંકાવનારો છે. યુવકોએ નદીની વચ્ચે જીપ લઈને સ્ટંટ કર્યા હતા. ન્યારી ડેમ પર તેઓએ જીપની બોનેટ પાણીમાં ડૂબી જાય ત્યાં સુધી ગાડી હંકારી હતી. એટલુ જ નહિ, એક તરફ જ્યાં જીપ બિન્દાસ્તપણે હંકારવામાં આવી રહી હતી, ત્યાં બીજી તરફ બે યુવકો  જીપમાં બંને સાઇડ ઊભા રહી હાકલા-પડકારા કરતા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઈ રહ્યો છે.

એક તરફ રાજકોટ મનપા દ્વારા વરસાદને પગલે નદી તેમજ ડેમ નજીક જવાની મનાઈ ફરવામાં આવી છે ત્યારે બીજી તરફ આ વીડિયોએ તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યાં છે. યુવકો દ્વારા નદીમાં જોખમી રીતે કાર ચલાવી સોશિયલ મીડિયામાં દબંગાઈ કરતો જોખમી વીડિયો બનાવ્યો છે. આ વીડિયો ન્યારી ડેમનો હોવાની આશંકા છે.

આ પણ વાંચો –

iPhone 14 લોન્ચ થતાં પહેલા Appleને લાગ્યો ઝટકો ! આ સાંભળીને ચાહકો પણ ચોંકી ગયા 

0

Apple tweaked before the launch

  • Appleની આવનારી સ્માર્ટફોન સીરીઝ iPhone 14 વિશે ઘણા સમાચાર આવી રહ્યા છે. તાજેતરના અપડેટ અનુસાર, iPhone 14ના મોડલને લોન્ચ કરવામાં વિલંબ થઈ શકે છે. ચાલો તેના વિશે વધુ વિગતવાર જાણીએ..

એવું બની શકે છે કે Appleની લેટેસ્ટ iPhone સિરીઝનું એક મોડલ, iPhone 14, સમયસર લૉન્ચ ન થયું હોય. દુનિયાભરના ચાહકો iPhone 14ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ વખતે iPhone 14 સિરીઝના ચાર મોડલ iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro અને iPhone 14 Pro Max છે, એટલે કે આ વખતે iPhone 14 Mini લોન્ચ કરવામાં આવશે નહીં. સત્તાવાર રીતે વધુ માહિતી આવી નથી પરંતુ જે વસ્તુઓ સામે આવી રહી છે તે મુજબ iPhone 14ના લોન્ચમાં વિલંબ થઈ શકે છે.

iPhone 14ના આ મોડલના લોન્ચમાં વિલંબ થઈ શકે છે :

જો તમે વિચારી રહ્યા છો કે iPhone 14ના લોન્ચિંગમાં વિલંબના અહેવાલો શા માટે છે, તો ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ. રિપોર્ટ્સ અનુસાર, iPhone 14 સીરિઝ સપ્ટેમ્બર 2022ના બીજા સપ્તાહમાં લોન્ચ થઈ શકે છે. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે આ નવીનતમ શ્રેણીના એક મોડેલ, iPhone 14 Maxમાં વિલંબ થઈ શકે છે કારણ કે તેના ઉત્પાદનમાં વિલંબ થઈ રહ્યો છે.

આ માહિતી સામે આવી છે :

9to5Mac એ DSCC વિશ્લેષક રોસ યંગને ટાંક્યું છે, જે મુજબ સપ્લાય ચેઇનમાં કેટલીક સમસ્યાઓ iPhone 14 મેક્સના ઉત્પાદનમાં વિલંબ કરી રહી છે. જે iPhone 14 શ્રેણીના મોડલ છે. iPhone 14 Pro Maxની સરખામણીમાં iPhone 14 Max ના પેનલ શિપમેન્ટમાં એટલો વિલંબ થયો છે કે iPhone 14 Pro Max માટે ઇનકમિંગ સપ્લાય વોલ્યુમ iPhone 14 Max કરતાં ત્રણ ગણું વધારે છે.

તમને જણાવી દઈએ કે iPhone 14 Max અને iPhone 14 Pro Maxની ડિસ્પ્લે સાઈઝ સમાન છે, પરંતુ iPhone 14 Pro Maxમાં Appleની Adaptive Refresh Rate Technology ProMotion હોઈ શકે છે. જે iPhone 14 Maxમાં નહીં મળે. આ પહેલા પણ આઈફોન 14 મેક્સમાં વિલંબના અહેવાલો સામે આવ્યા છે. યાદ અપાવો કે હાલમાં એપલ તરફથી કોઈ સમાચાર પર કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચો –

 

રાજીનામું આપ્યા વિના છોડ્યો હતો દેશ, સિંગાપોર પહોંચી ઇમેલ દ્રારા મોકલ્યું રાજીનામું 

Left the country without resigning

  • શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તે અત્યારે સિંગાપુરમાં છે અને તેમણે ત્યાંથી જ આ રાજીનામાનો મેલ કર્યો છે. આ મેલ તેમણે સંસદના સ્પીકરને કર્યો છે. તમને જણાવે દઇએ કે તેમણે 13 જુલાઇના રોજ રાજીનામું આપવાનું હતું પરંતુ તે કાલે મલેશિયા ભાગી ગયા હતા.

શ્રીલંકાના (Sri Lanka) રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ (President Gotabaya Rajapaksa) પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તે અત્યારે સિંગાપુરમાં (Singapore) છે અને તેમણે ત્યાંથી જ આ રાજીનામાનો મેલ કર્યો છે. આ મેલ તેમણે સંસદના સ્પીકરને કર્યો છે. તમને જણાવે દઇએ કે તેમણે 13 જુલાઇના રોજ રાજીનામું આપવાનું હતું પરંતુ તે કાલે મલેશિયા (Malaysia) ભાગી ગયા હતા. ત્યારબાદ દેશમાં ઇમરજન્સી લાગૂ કરી દેવામાં આવી.

સિંગાપુરથી કર્યો મેલ :

મલેશિયા બાદ બુધવારે પત્ની સાથે સિંગાપુર પહોંચ્યા. સિંગાપુરના વિદેશ મંત્રાલયના અનુસાર રાજપક્ષેએ ના તો શરણ માંગી છે અને ના તો તેમને શરણ આપવામાં આવી છે. તે ‘અંગત પ્રવાસ’ પર સિંગાપુર આવ્યા છે. આ રાજીનામું પણ ત્યાંથી બેસીને તેમણે મેલ કર્યો છે. આ પહેલાં તે એક દિવસ માલદીવમાં રહ્યા.

વાયદાથી ફરી ગઇ દેશ છોડીને ભાગી રાજપક્ષે :

તમને જણાવી દઇએ કે શ્રીલંકાની અર્થવ્યવસ્થાને સંભાળવામાં નિષ્ફળ રહ્યા બાદ થઇ રહેલા વિરોધના લીધે દેશ છોડીને ભાગી ગયા હતા. સાઉદી એરલાઇન્સની ઉડાન નંબર એસવી 788 (સ્થાનિક સમયાનુસાર) સાંજે સાત વાગ્યા બાદ સિંગાપુર ચાંગી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા, જેમાં રાજપક્ષે સવાર હતા.

શ્રીલંકામાં સંકટ યથાવત :

અત્રે ઉલ્લેખનીય છે કે રાજપક્ષેએ બુધવારે રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ તેમણે આમ કર્યું નહી અને તેમના દેશ છોડવાના થોડા કલાક બાદ પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેને કાર્યવાહક રાષ્ટ્રપતિ નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા. શ્રીલંકાના વિરોધથી આવી તસવીરો સામે આવી જેથી આખી દુનિયા વિચલિત થઇ ગઇ. શનિવારથી દુનિયાએ જોયું કે કેવી રીતે પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી દીધો અને પીએમ આવાસને પણ આગના હવાલે કરી દીધું છે.

આ પણ વાંચો –

 

૧૫ જુલાઈ ૨૦૨૨ : શુકવાર , આ રાશિના જાતકોને આજે નોકરી-ધંધામાં થોડી તકલીફનો સામનો કરવો પડી શકે છે

15 July 2022: Friday Gujarat Guardian

મેષઃ- માનસિક શાંતિ જળવાય. આવકનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા, નવી નોકરી અથવા બઢતી, બદલી શક્ય બને. નવા ધંધાની શરૂઆત કરી શકાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ મળે. માતૃસુખ-પિતૃસુખ જળવાય. માન-સન્માન વધે.

વૃષભઃ- કોઇ મહત્વપૂર્ણ સમાચાર મળવાની શક્યતા છે. ભાવનાત્મક રૂપથી આપ ખૂબ સશક્ત રહેશો. અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. પતિ-પત્નિ વચ્ચે પ્રેમ જળવાય. વ્યવસાયિક ગતિવિધિઓમાં પ્રગતિ થતી જણાય.

મિથુનઃ- આજે ખાસ આવક આવવાની સંભાવના જણાતી નથી. જીવનસાથી સાથે સારો સમય પસાર થાય. કોઇકોઇ સમયે શરીરમાં થોડી નબળાઇનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેવા પામે.

કર્કઃ- દિવસભર વ્યસ્તતા બની રહેશે. ઉત્સાહના કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો સાથે ફરવા જવાના યોગ બને. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થતી જણાય. આરોગ્ય જળવાય. મિત્રોની મુલાકાત શક્ય બને.

સિંહઃ- માનસિક તણાવને કારણે આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસમર્થતા વર્તાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથીને સમય આપી શકાશે નહીં. યશ-પ્રતિષ્‍ઠા વધે. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ રહે.

કન્યાઃ- જીવનસાથી સાથે તણાવભર્યું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો વચ્ચે વાદ વિવાદ ટાળવો. સંતાનની પ્રગતિથી આનંદ થાય. એમના પ્રશ્નો ઉકેલાતા જણાય. ગરમીને કારણે માથાનો દુઃખાવો સંભવે.

તુલાઃ- ભાવનાત્મકરૂપથી આપ ખૂબ જ લાગણીશીલ રહેશો. આપના કાર્યોને પૂરા કરવા માટે દીલથી મહેનત કરો, ઇશ્વર તમારો સાથ આપશે. આર્થિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. ધંધાકીયક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ- આજે દિવસ દરમ્યાન ધન, રોકાણ તથા પરિવારના કાર્યોમાં સમય પસાર થાય. વારસાગત સંપત્તિ સંબંધિત મામલા ઉકેલાઇ શકે છે. તમામ ક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સ્વભાવમાં અકારણ ઉગ્રતા ટાળવી.

ધનઃ- માન-સન્માનમાં વૃધ્ધિ થતી જણાય. ધર્મ-કર્મ પ્રત્યે વિશેષ આસ્થા અને વિશ્વાસ જાગૃત થાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાન સંબંધી સમસ્યાઓ ઉકેલાતી જણાય. જીવનસાથીનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરશે.

મકરઃ- માનસિક સ્થિરતા રહે. દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. સીમેન્ટ, સેનેટરી, ચા.ખેતી તેમજ ઇલેકટ્રોનિક્સના ધંધામાં વિશેષ લાભ. જીવનસાથી સાથે વિવાદ ટાળશે તો આનંદ. માથાના દુઃખાવાની સમસ્યા રહે.

કુંભઃ- સંબંધમાં તણાઇને ખોટા નિર્ણય લેશો નહીં. ધંધાકીયક્ષેત્રે જોખમ ટાળવું. અગત્યના આર્થિક ધંધાકીય કાર્યો મુલતવી રાખવા. નાણાં ગુમાવવાના યોગ બને છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવાથી સમસ્યા વધતી જણાય.

મીનઃ- પરિવારમાં કોઇપણ મુદ્દાને લઇને તણાવ ટાળવો.સ્વાભાવમાં ઉગ્રતા વર્તાય. મિત્રોના સહકારને લઇને કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. ધંધામાં લાભ. યશ-પ્રતિષ્‍ઠા વધે.

આ પણ વાંચો –

ગુજરાતીઓ થઈ જાઓ સતર્ક, વધુ 2 દિવસ જોવા મળશે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

0

Gujaratis, be alert

  •   રાજ્યમાં અત્યાર સુધીમાં 400 મીમી વરસાદ નોંધાયો છે અને સિઝનનો 80 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ (torrential rain) વરસી રહ્યો છે અને હવામાન વિભાગે વધુ 2 દિવસ અતિ ભારે વરસાદ (Very heavy rain) વરસશે તેવી આગાહી જાહેર કરી છે. આગાહી પ્રમાણે શુક્રવાર અને શનિવારના રોજ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘતાંડવ જોવા મળી શકે છે.

ગુજરાતીઓને આગામી 3 દિવસ સુધી વરસાદમાં કોઈ જ રાહત નહીં મળે અને અતિ ભારેથી પણ ભારે વરસાદનો માર સહન કરવો પડશે. અમદાવાદમાં પણ આગામી 3 દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને જૂનાગઢમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે.

આગામી 48 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમ ક્રિકેટ થવાના કારણે ચોમાસુ વધુ તીવ્ર બની શકે છે. આ કારણે આવતીકાલે માછીમારો તથા બંદરો માટે પોર્ટ વોર્નિંગ બહાર પાડવામાં આવશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 400 મીમી વરસાદ નોંધાયો છે અને સિઝનનો 80 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગાંધીનર અને અમદાવાદમાં પણ ભારે વરસાદી ઝાપટાની આગાહી જણાવી હતી.

આ પણ વાંચો –