800 વર્ષથી ગુજરાતના આ શિવમંદિર પર છત નથી, જ્યારે જ્યારે છત બનાવી ત્યારે દુર્ઘટના બની

Share this story

This Shiva temple in Gujarat

  • આપણા દેશમાં અનેક શિવ મંદિર છે, તમામનું મહત્વ પણ અલગ અલગ છે. પરંતુ ગુજરાતમાં એક એવું  શિવલિંગ છે જે અનોખું છે. કહેવાય છે કે 800 વર્ષથી આ મંદિરની છત બની નથી, જેની પાછળ અનેક લોકવાયકા છે.

ભગવાન શિવની શ્રાવણ મહિનો પ્રિય હોય છે. હવે અષાઢ મહિનો પૂરો થતા જ શ્રાવણ મહિનો (Sawan 2022) આવશે. જેથી શિવ મંદિરોમાં રોનક જોવા મળશે, શ્રાવણ મહિનો એટલે શિવભક્તિનો મહિનો. ગુજરાતમાં એક એવુ શિવ મંદિર આવેલુ છે જ્યાં સૂતેલા શિવ છે. આ મંદિરમાં વરસાદ આવે તો આકાશમાંથી પાણીનો અને બાકીના દિવસોમાં સૂર્ય કિરણનો સીધો અભિષેક શિવલિંગ પર થાય છે. તેની પાછળ એક ચોક્કસ કારણ છે. અનેક લોકવાયકા છે. કહેવાય છે કે આ મંદિરની છત ક્યારેય બની શકી નથી. તેથી આ મંદિરને છત નથી, અને તે બારેમાસ ખુલ્લુ રહે છે. જાણીએ આ પાછળનું રહસ્ય.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અબ્રામા ગામ આવેલુ છે. અહી તાડકેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે. માન્યતા છે કે આ મંદિર 800 વર્ષ જૂનુ છે. ભોલેનાથના આ મંદિર પર ક્યારેય શિખર બની શક્યુ નથી. તેથી સૂર્ય કિરણો તેને પર સીધો અભિષેક કરે છે.

મંદિર સાથે જોડાયેલી કથા :

કહેવાય છે કે, 800 વર્ષ જૂનુ આ મંદિર છે. અહીંનો સ્થાનિક ગોવાળિયો રોજ પોતાની ગાયોને જંગલમાં ચરાવવા લઈ જતો હતો. જંગલમાં ગયા પછી એક ગાય રોજ એક જ જગ્યાએ ઉભી રહેતી અને પોતાના દૂધની ધારાને પ્રવાહિત કરતી. ગોવાળિયાને આ વાત અજુગતી લાગી. તેથી તેણે તે જગ્યાએ જઈને જોયુ તો જમીનની અંદર એક શિવલિંગ હતું. તેના બાદથી ગોવાળિયાએ રોજ ત્યાં અભિષેક કરવાનુ શરૂ કર્યું. આવા સમયે શિવજીએ ગોવાળિયા પર પ્રસન્ન થઈને તેને સપનામાં આવીને આદેશ આપ્યો કે, ઘનઘોર વનમાં આવીને જે રીતે તુ મારી સેવા કરે છે, તેનાથી હુ પ્રસન્ન થયો છું. તુ મને સ્થાપિત કરે. ગોવાળિયાએ આ વાત ગામવાસીઓને કરી. ગામલોકોએ આવીને તે સ્થળે ખોદકામ કર્યુ તો તેમાંથી 7 ફૂટનું શિવલિંગ મળ્યું. ગામ લોકોએ આ પાવન શિલાને સ્થાપિત કરી. મંદિર બનાવીને પ્રાણપ્રતિષ્ઠા કરી.

આ મંદિરને તડકેશ્વર મંદિર નામ આપવામાં આવ્યું. ગામ લોકોએ મંદિર બનાવવાની શરૂઆત કરી. ચારે તરફ દીવાલ બનાવી અને ઉપર છાપરુ નાંખ્યું. પરંતુ થોડા સમયમાં છાપરુ બળી ગયુ હતું. આવુ વારંવાર થતુ ગયુ. જ્યારે જ્યારે ગામ લોકોએ છત બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યારે કંઈને કંઈ થતુ ગયું. ત્યારે ભગવાને ગોવિળિયાને ફરીથી સપનામાં દર્શન આપ્યાં. ભગવાને કહ્યુ કે, હું તડકેશ્વર મહાદેવ છું, મારી ઉપર કોઈ છાપરું-આવરણ ન બનાવો.

સૂર્ય કિરણો કરે છે અભિષેક :

ભગવાનના આ આદેશ બાદ ગામલોકોએ મંદિરનુ શિખર ખુલ્લુ રાખ્યું. જેથી સૂર્યની કિરણો સીધી જ શિવલિંગ પર અભિષેક કરતી રહે. તડકાનો અભિપ્રયાસ તડકો છે, જે શિવજીને પસંદ છે. ત્યાર બાદ છેલ્લે 1994 માં આ મંદિરનું જીર્ણોદ્વાર થયુ હતું. ત્યારે ગોળાકાર આકૃતિમાં ખુલ્લામાં શિખર બનાવાયુ છે. શ્રાવણ મહિનામાં આ મંદિરનુ મહત્વ વધી જતુ હોય છે.

અહી શિવ આરામ ફરમાવે છે :

તડકેશ્વર મહાદેવ મંદિર સૂતેલી શિવલિંગ માટે પ્રખ્યાત છે. તડકેશ્વર મહાદેવ મંદિરમાં આકર્ષણનું કેન્દ્ર છે ભગવાન શિવનું શિવલિંગ સામાન્ય રીતે મહાદેવનાં મંદિરોમાં જે લિંગ ઉભું જોવા મળે છે એ અહી આડું એટલે કે ભગવાન આરામ કરતા હોય એ અવસ્થામાં જોવા મળે છે.

આ પણ વાંચો –