અમદાવાદથી મુંબઈ જતાં તમામ માલવાહક વાહનો હાઈવે પર અટવાયા

Share this story

All freight vehicles

  • વરસાદને કારણે નેશનલ હાઈવે પર વાહનોને કતાર. ભરૂચ પોલીસે વોટ્સ અપ પર મેસેજ પાઠવ્યો અમદાવાદથી મુંબઈ જતી ટ્રકોને રોકી લો, સુરત પણ નહિ પહોંચે.

અમદાવાદના (Ahmedabad) મેન્યુફેક્ચરર્સને મુંબઈને વેપારીઓ સાથે જોડતા નેશનલ હાઈવે-૮ વરસાદમાં ભરાયેલા પાણીને કારણે જામ થઈ જતાં અમદાવાદથી મુંબઈ (Ahmedabad to Mumbai) તરફ પાઠવવામાં આવેલા તમામ કન્સાઈનમેન્ટ રસ્તા વચ્ચે જ સલવાઈ ગયા છે. ભરૂચ પોલીસે તો અમદાવાદ મેસેજ મોકલી આપ્યો છે કે ભારે વરસાદને કારણએ ચીખલીથી વલસાડ (Valsad) તથા મહારાષ્ટ્ર જતો નેશનલ હાઈવે સંપૂર્ણ બંધ કરી દેવાયો હોવાથી ભરૂચથી આગળ વાહનો ન જવા દેવાની સૂચના આપી દીધી છે. આ જ મેસેજ અમદાવાદના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ પહોંચાડવામાં આવ્યો છે. કચ્છથી લિગ્નાઈટ (Lignite) લઈને આવતી ટ્રકો પણ અટકી પડી છે.

પરિણામે અમદાવાદથી મુંબઈ તરફ જતાં કેમિકલ, ફાર્માસ્યૂટિકલ્સ, ટેક્સટાઈલ્સ, ડેરી પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ ઉદ્યોગની આઈટેમ્સ, કૃષિ ઉપજનો  મુંબઈ તરફ લઈ જવા ઉપડેલી હજારો ટ્રક્સ રસ્તામાં સલવાઈ ગઈ હોવાનું ટ્રાન્સપોર્ટર્સ એસોસિયેશનના મુકેસ દવેનું કહેવું છે. તેથી જ મુંબઈ અને વાપી તરફ જતાં તમામ વાહનોને રોકી દેવાની સૂચના આપવામાં આવી છે. સાપુતારા, વઘઈ અને ધરમપુરમાં ૧૧થી ૧૫ ઇંચ જેટલો વરસાદ પડતા સિલવાસા પાસેનો મધુબન ડેમ છલકાઈ ગયો છે.

તેના પાણી પણ આસપાસના રસ્તાઓ પર ફરી વળ્યા છે. તેથી પણ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.  બીજીતરફ કચ્છમાં ભારે વરસાદ પડતા કચ્છથી લિગ્નાઈટ લઈને ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાં લિગ્નાઈટનો સપ્લાય પહોંચાડતી રોજ નીકળી ૧૫૦૦ જેટલી ટ્રકો નીકળી શકતી જ નથી. આમ કચ્છનો ગુજરાત સાથેનો વહેવાર પણ ભારે વરસાદને કારણે સીમિત થઈ ગયો છે.

બોડેલી, રાજપીપળા, નસવાડી અને ડભોઈના રસ્તાઓ પર પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા હોવાથી આ વિસ્તારોમાંથી પણ માલ લઈ જતી ટ્રકો ફસાઈ છે. તેમ જ વાહનોની અવરજવરમાં તકલીફ પડી રહી છે.

આ પણ વાંચો –