નવસારીમાં જળબંબાકાર : ભારે વરસાદીથી અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, છાપરા ગામમાં પાણી ભરાતા 19 લોકોનું સ્થળાંતર કરાયું

Share this story

Water Bombing in Navsari

  • દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની વચ્ચે મેઘતાંડવ જોવા મળ્યું છે. નવસારી જિલ્લામાં આકાશી આફત વરસતા સમગ્ર જિલ્લામાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

અંબિકા નદીમાં (Ambika River) ત્રીજી વખત ઘોડાપુર આવતાં સમગ્ર નવસારી (Navsari) જિલ્લો જળમગ્ન બન્યો છે. વાત કરીએ અંબિકા નદી તો  તેની ભયજનક સપાટીથી ઉપર પર ગાંડીતૂર બનીને વહી રહી છે. જેનાં પગલે નવસારી જિલ્લાના છાપરા સહિત નદી કિનારાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે.જેને લઈને છાપર ગામના લોકોની હાલત કફોડી બની જવા પામી હતી.

મોડી રાત્રે છાપર ગામના 19 લોકોનું સ્થળાંતર કરાયું :

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદથી તારાજી સર્જાઈ છે. અંબિકા નદીમાં ગાંડીતૂર બનતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ બની છે. વરસાદી માહોલે આફત સર્જી છે. જેને કારણે સીધી અસર લોકોના જનજીવન ઉપર પડી છે. આકાશમાંથી આફતરૂપી વરસતા વરસાદે જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. અત્યાર સુધી અંબિકા નદીના આસપાસ વસેલા નીચાણવાળા વિસ્તારોમાં અને ઘરોમાં પાણી ભરાતા ચિંતાજનક વાતાવરણ ઊભું થયું છે.

જે ગામોમાં કદી પાણી ભરાતા ન હતા ત્યાં પણ હવે મુસીબત રૂપ પાણી જોવા મળી રહ્યુ છે. આમ અંબિકા નદી છાપર ગામ પાસે પોતાની ભયજનક સપાટીથી ઉપર રૌદ્રસ્વરૂપે વહેતાં સમગ્ર ગામમાં બેટમાં ફેરવાઈ ગયું હતું.જેને લઈને ગત મોડી રાત્રે 19 લોકોનું પોલીસ અને સ્થાનિક તરવૈયાની મદદથી સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ કરી મદદ :

નવસારી જિલ્લાના છાપરા ગામે અંબિકા નદીના પાણી ગામના વિવિધ વિસ્તારોમાં ભરાતા લોકોને  ભારે હાલાંકી સામાનો કરવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ નવસારીના છાપરા ગામમાંમાં પૂરની ભયાનક પરિસ્થિતિને પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર કામે લાગ્યું છે.ગત મોડી રાત્રે ગામના નીચાણ વાળા વિસ્તારોમાં પોલીસ અને સ્થાનિક તરવાયાની મદદથી 19 લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો –