The death of Donald Trump
- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પનું 73 વર્ષની ઉંમરે ન્યૂયોર્ક શહેરમાં નિધન થયું છે.
અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Former President Donald Trump) પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પનું અવસાન થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પના (Ivana Trump) અવસાનની જાણકારી આપતા લખ્યું હતું કે, ઈવાના ટ્રમ્પ એક અદ્ભુત અને સુંદર મહિલા હતી, તેમણે એક મહાન અને પ્રેરણાત્મક જીવન જીવ્યું છે.
ટ્રમ્પે પોતાનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યું હતું કે, તેમની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પનું ગુરૂવારે 73 વર્ષની વયે ન્યૂયોર્ક શહેરમાં અવસાન થયું હતું. ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું છે કે, ઈવાના ટ્રમ્પના 3 બાળકો ડોનાલ્ડ જુનિયર, ઈવાન્કા અને એરિકને તેમના પર ખૂબ ગર્વ છે. અમને બધાને ઈવાના પર ખૂબ ગર્વ હતો.
ઈવાના એક મોડલ હતી અને તેમણે 1977માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ બાળકનો જન્મ 1977ના અંતમાં થયો હતો. જ્યારે ઈવાન્કાનો જન્મ 1981માં થયો હતો અને એરિકનો જન્મ 1984માં થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈવાના ટ્રમ્પે 90ના દાયકાની શરૂઆતમાં છૂટાછેડા લીધા હતા.
ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે 1993માં અભિનેત્રી માર્લા મેપલ્સ સાથે લગ્ન કર્યા હતા. મેપલ્સ સાથે ટ્રમ્પનું લગ્નજીવન લાંબું ચાલી શક્યું નહીં અને 1999માં તેમણે છૂટાછેડા લીધા હતા. ટ્રમ્પે 2005માં મેલાનિયા ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા.
તે જ સમયે એરિકા ટ્રમ્પે ઈન્ટાગ્રામ પર પોતાની માતાને શ્રદ્ધાંજલિ પોસ્ટ કરીને લખ્યું હતું કે, અમારી માતા એક અવિશ્વસનીય મહિલા હતી. વ્યવસાયમાં એક શક્તિ, વિશ્વ સ્તરે રમતવીર, તેજસ્વી સુંદરતા અને સંભાળ રાખતી માતા અને મિત્ર. તેમને ખૂબ જ યાદ કરવામાં આવશે.
આ પણ વાંચો –
- અમદાવાદથી મુંબઈ જતાં તમામ માલવાહક વાહનો હાઈવે પર અટવાયા
- 800 વર્ષથી ગુજરાતના આ શિવમંદિર પર છત નથી, જ્યારે જ્યારે છત બનાવી ત્યારે દુર્ઘટના બની