Home Blog Page 1380

૧૮ જુલાઈ સોમવારના રોજ આ રાશિના લોકો પર તૂટી પડશે દુઃખનો પહાડ, જાણો આજનું રાશિફળ

On July 18, Monday Gujarat Guardia.

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય. માતૃસુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચલાવતી વખતે કાળજી જરૂરી. આરોગ્ય સાચવવું. દમાપત્ય જીવનમાં સ્નેહ વધે.

વૃષભઃ

નાણાંકીય બાબતો અંગે શુભ. પરિવારના સભ્યોથી આનંદ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા રહે. સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં મિશ્ર ફળ. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે રાહત.

મિથુનઃ

સ્વભાવમાં સરળતા, નિખાલસતા વર્તાય. આવકનું પાસુ મજબૂત બને. ધંધામાં પ્રગતિ થતા આવકનું પ્રમાણ વધે. પરિવારમાં થોડી ઉગ્રતા વર્તાય. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. સાંસારિક બાબતોમાં અસંતોષ. આકસ્મિક ધનલાભ શક્ય.

કર્કઃ

નસીબ બળવાન બને છે. ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃપક્ષથી લાભ.ધંધાકીયક્ષેત્રે સફળતા. આરોગ્ય બાબતે આનંદ. દામ્પત્ય ક્ષેત્રે મધ્યમ.

સિંહઃ

માનસિક ઉચાટ રહે. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં શાંતિ રહે. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવી. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન સંબંધીચિંતા રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ

બુધ્ધિથી કાર્યસફળતા મળતી જણાય. એડવોકેટ, વિમા સંબંધી ક્ષેત્રોની વધુ લાભની શક્યતા. પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. હૃદયમાં અકારણ અજંપો રહે. આરોગ્ય સારૂ રહે.

તુલાઃ

અણગમતા પ્રસંગો બને. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષનું વાતાવરણ રહે. માતૃસુખ સારૂં. નવા રોકાણો ટાળવા.પિતાની તબિયત સાચવવી. ભાગ્ય જળવાય. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. પેટના રોગોથી સાચવવું.

વૃશ્ચિકઃ

આવક જળવાય. ઉત્સાહ વધે. પરિવારમાં શાંતિ રહે. નવા રોકાણો યોગ્ય રીતે થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાન સુખ ઉત્તમ. સંતાનની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીવર્ગને સફળતા. આરોગ્ય સારૂ.

ધનઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થશે. આવકનો સ્ત્રોત જળવાશે. પરિવારમાં થોડો વાદ-વિવાદ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આર્થિક રોકાણો ફાયદાકારક નીવડશે.નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. શરદી-ખાંસી રહે.

મકરઃ

માનસિક રીતે આનંદ ઉમંગ જળવાય. ઉદાર દીલ તથા પરોપકારની ભાવના પ્રબળ બને. ખોટા ખર્ચા ટા‍ળવા. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. જીવનસાથી સાથે પ્રેમભાવમાં વધારો થાય.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. પોતાની વાત જ સાચી, બીજા બધા ખોટા એવું વર્તન થતું જણાય. આર્થિક પાસુ મજબૂત બને. નવી આવકના રસ્તા ખુલે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મીનઃ

અંતર્મુખી, થોડો સ્વાર્થી અને થોડો અભિમાની સ્વભાવ રહે. અનાજ, ઓઇલ, પેટ્રોલ, ન્યાયક્ષેત્રને સંબંધિત કાર્યોમાં વિશેષ લાભ. દામ્પત્યજીવનમાં આનંદમાં વધારો. પિતાની કાળજી રાખવી જરૂરી. સંતાન સુખ સારૂ.

 

17 જુલાઈ રવિવારના રોજ આ ત્રણ રાશિના જાતકોને થશે માં ખોડલનાં આશીર્વાદ થશે પ્રાપ્ત, બસ આવી ભૂલો નહિ કરતા નહિતર…

On Sunday 17th July

મેષઃ- મિત્રોનો સહકાર મળતા આર્થિક લાભ મળતો જણાય. દિવસ દરમ્યાન આવક મળતી રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. એક્ષપોર્ટ ઇમ્પોર્ટ, શિક્ષણ જેવા ધંધામાં વિશેષ લાભ.

વૃષભઃ- આવક અને ખર્ચ બન્નેમાં વધારો થતો જણાય. ધંધાકીય કાર્યક્ષેત્રે સારૂ ફળ મળતુ જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. કરેલા રોકાણો યથાર્થ સાબિત થતા જણાય. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. આરોગ્ય જળવાશે.

મિથુનઃ- જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઇ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. આવક ઘટતી જણાય. પરિવારના સભ્યો સાથે શાંતિ રાખવી. દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના-યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.

કર્કઃ- દિવસ દમ્યાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. શેરબજાર સ્ત્રી શણગારની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું. સ્નાયુનો દુઃખાવો સંભવે.

સિંહઃ- આત્મબળ મજબૂત બને. માન-સન્માનમાં વધારો થાય. રાજકારણી માટે સારો દિવસ. સરકારી કામકાજમાં સફળતા. અનાજ કરિયાણાના વેપારી માટે વધુ સફળતા. જીવનસાથી સાથે આનંદ. શરદી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ- નોકરી-ધંધા ક્ષેત્રે ફાયદો થતો અનુભવાય. ટેક્ષ કન્સલટન્ટ, અેકાઉન્ટસ, હોટલના ક્ષેત્રે વિશેષ ફાયદો. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી. સંતાનોની પ્રગતિથી આનંદ થાય. સ્વાર્થ વૃત્તિ વધે. પ્રતિષ્‍ઠા-યશ ઘટે.

તુલાઃ- મહેનત વધારે કરવી પડશે. વારેવારે ખોટું લાગી જાય એવા પ્રસંગો બને. કુટુંબના સભ્યો વચ્ચે વિખવાદને ટાળવો. નોકરી ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. સંતાનના નામ પર કરેલા રોકાણમાં વિશેષ ફાયદો મળે. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

વૃશ્ચિકઃ- આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં મનમેળ રહે. સ્થાવર-જંગમ ક્ષેત્રે કરેલું રોકાણ ફળદાયી નીવડે. માતૃપક્ષથી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલ, બિલ્ડીંગ મટીરીયલ ના ધંધાર્થીઓ માટે શુભ દિવસ. ચર્મરોગોની કાળજી રાખવી.

ધનઃ- નાણાંકીય બાબતોમાં સાનુકુળતા રહે. પરિવારમાં પ્રેમ જળવાય. જીવનસાથીની તબિયતની કાળજી રાખવી. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. ભાગ્યનો સાથે મળે. ખોટી સોબતમાં ફસાઇ ન જવાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સારૂ રહે.

મકરઃ- આવકની દ્રષ્ટિએ સારો દિવસ છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારૂ છે. તાવ-માથાના દુઃખાવાની સમસ્યા રહે. પત્નિ તરફથી આનંદ મળે.

કુંભઃ- માનસિક રીતે મજબૂતાઇ જણાય. વાંચવાનો શોખ વધશે. આકસ્મિક ધનલાભના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધે. સાહિત્ય, સંશોધન, ફાઇનાન્સ ના કામમાં લાભ. ખોટું કામ ન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાશે.

મીનઃ- સંતાન તરફથી ચિંતા સતાવશે. વિદ્યાર્થીવર્ગને વધુ મહેનત જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ રહે. નોકરી-ધંધામાં અસંતોષનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. કરોડરજ્જુ, દાંત અને હાડકાની કાળજી રાખવી જરૂરી.

આ પણ વાંચો –

અભિનેત્રી સુષ્મિતા સેન સાથે રિલેશનશીપમાં હોવાનું લલિત મોદીએ સ્વીકાર્યું

0

Lalit Modi admitted

  •  લલિત મોદીએ ટ્વિટરમાં સુષ્મિતા સેન સાથે વર્લ્ડટૂરની તસવીરો શેર કરી. અગાઉની ટ્વિટરમાં લલિત મોદીએ સુષ્મિતા સેનને બેટરહાફ ગણાવી હતી : લગ્નની અટકળો પછી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની સ્પષ્ટતા

લલિત મોદીએ (Lalit Modi) બોલિવૂડની અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) સાથે રિલેશનશીપમાં હોવાનું સ્વીકાર્યું હતું. ટ્વિટરમાં બંનેના વર્લ્ડ ટૂરના (World Tour) ફોટો શેર કરીને લલિત મોદીએ પહેલી વખત સુષ્મિતા સેન સાથેના સંબંધોનો એકરાર કર્યો હતો. એટલું જ નહીં,(Instagram) બાયોમાં પણ લલિત મોદીએ એડિટિંગ કરીને સુષ્મિતા સેનને માય લવ કહીને સંબોધી હતી. થોડા સમયમાં લગ્ન થશે એવું પણ ટ્વિટરમાં લખ્યું હતું.

લલિત મોદીએ પહેલી ટ્વીટમાં લખ્યું હતુંઃ વર્લ્ડ ટૂરમાંથી લંડન પાછો ફર્યો છું. પરિવાર સાથે માલદીવ અને સર્દિનિયામાં સમય ગાળ્યો હતો. એ ટ્વીટમાં લલિત મોદીએ સુષ્મિતા સેનનો ઉલ્લેખ કર્યો અને તેને બેટરહાફ ગણાવી. એટલું જ નહીં, એક નવી જિંદગીની શરૃઆત કરી હોવાનું પણ જણાવ્યું. લલિત મોદીએ બંનેના ફોટોઝ શેર કર્યા હતા. એ તસવીરો પછી બંનેએ માલદીવ્સમાં લગ્ન કરી લીધા હોવાની અટકળો શરૃ થઈ હતી. ટ્વીટરમાં લલિત મોદી અને સુષ્મિતા સેન ટ્રેન્ડિંગ બન્યા હતા.

પહેલી ટ્વિટના અડધા કલાક બાદ લલિત મોદીએ બીજી ટ્વીટ કરી હતી. એમાં લખ્યું હતુંઃ સ્પષ્ટતા માટે જણાવી દઉં. અમે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છીએ. હજુ લગ્ન કર્યા નથી, પરંતુ ટૂંક સમયમાં એવું શક્ય બનશે ખરું. એ ટ્વિટમાં પણ લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના તાજેતરના ફોટોઝ શેર કર્યા હતા. માલદીવ્સમાં બંને સાથે હતા એ ગાળાની તસવીરો લલિત મોદીએ મૂકી હતી અને પછી ઈન્સ્ટાગ્રામમાં પણ અપડેટ કર્યું હતું અને તેની લિંક ટ્વિટરમાં મૂકી હતી.

લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામમાં સુષ્મિતા સેન સાથેનો પ્રોફાઈલ ફોટો સેટ કરીને બાયોમાં પણ એડિટિંગ કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ બાયોમાં લલિત મોદીએ લખ્યું હતુંઃ અંતે એક નવી શરૃઆત થઈ છે, એ પણ સુષ્મિતા સેન સાથે. સુષ્મિતાને લલિત મોદીએ ક્રાઈમ પાર્ટનર અને માય લવ જેવા સંબોધનો કર્યા હતા.

લલિત મોદીને આઈપીએલની સ્થાપનાનો યશ મળે છે. આઈપીએલના પ્રથમ ચેરમેન બનેલા લલિત મોદીએ ત્રણ વર્ષ સુધી આઈપીએલનું સંચાલન કર્યું હતું. રાજસ્થાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રહી ચૂકેલા લલિત મોદી પાંચ વર્ષ સુધી બીસીસીઆઈના ઉપાધ્યક્ષ પણ હતા. ગેરરીતિના આરોપમાં લલિત મોદીની બીસીસીઆઈમાંથી હકાલપટ્ટી થઈ હતી. નાણાકીય ગેરરીતિના આરોપી લલિત મોદી પર તપાસ સમિતિએ આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. ઈડીએ લલિત મોદી સામે તપાસ હાથ ધરી હતી. એ ગાળામાં લલિત મોદી લંડન ભાગી ગયા હતા.

આ પણ વાંચો –

સાચવજો ગુજરાતવાસીઓ : ફરી બીજા રાઉન્ડમાં વરસાદની આગાહી ! જાણો ક્યારે આવશે મેઘો

0

Be careful Gujarati

  • ગુજરાતમાં હવે પછી 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આગાહી મુજબ 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાત (Gujarat) માટે આગામી 24 કલાક ભારે છે. હવામાન વિભાગે (Meteorological department) વરસાદ અંગે એક આગાહી કરી છે. જેમાં આવતીકાલથી (રવિવાર) વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે દરિયા કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. અરબી સમુદ્રમાં (Arabian Sea) લો પ્રેશર સક્રિય થયું છે. હાલ રાજ્ય તરફ 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય હતું જે ડિપ્રેશન બન્યું છે.

ડિપ્રેશનની અસર ગુજરાત પર નહિ થાય ફક્ત સૌરાષ્ટ્રમાં (Saurashtra) વરસાદ પડશે. આજે માત્ર પોરબંદર જૂનાગઢ અને વલસાડ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં હવે પછી 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આગાહી મુજબ 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. 20 જુલાઈ પછી આવનાર વરસાદ કૃષિના પાકો માટે ફાયદા રૂપ સાબિત થશે.

જૂઓ સંપુર્ણ વિડીયો. : બીલીમોરા નજીક આંતલીયા – ઉંડાચ ને જોડતા નવા પૂલ નો પિલર બેસી જતા માર્ગ બંધ કરાયો હતો. પૂલની સફાઈ દરમિયાન મળી માનવ ખોપરી.. 

મહત્ત્વની વાત એ છે કે, દરિયામાંથી ગુજરાત તરફ પ્રવેશી રહેલું લો પ્રેશર હવે થોડાકા જ કિલોમીટર દૂર છે. ગુજરાતના દરિયા કાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે, દરિયામાં ઉંચા મોજા ઉછળી શકે છે. હવે આકાશી તાંડવ બાદ દરિયો તોફાન મચાવશે. દરિયા પર જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે.

નવસારી, પોરબંદર,દીવ તથા ગીર સોમનાથના દરિયો પણ તોફાની બન્યો છે. પ્રવાસીઓને દરિયાકાંઠે સાવચેત રહેવા સૂચના જાહેર કરાઈ છે. એક તરફ વરસાદ યથાવત છે ત્યારે બીજી તરફ દરિયામાં કરંટ હોવાથી કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં એક બાદ એક જોખમ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. ગુજરાતમાં હાલ એક સાધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. કેમ કે હવે દરિયો ડરાવી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો –

 

ખતરનાક મગરે લીધો માસુમનો જીવ- સાત વર્ષીય બાળક નદીમાં ન્હાવા પડ્યો ને અચાનક…..

0

Dangerous crocodile took Masum

  • શ્યોપુરમાં ચંબલ નદીમાં નહાવા ગયેલા 7 વર્ષના છોકરા પર મગરએ (Crocodile) જાનલેવા હુમલો કર્યો હતો. આ ઘટનાથી જિલ્લામાં શોકનો લાગણી ફેલાઈ ગયો છે.

શ્યોપુરમાં (Sheopur) ચંબલ (Chambal) નદીમાં નહાવા ગયેલા 7 વર્ષના છોકરા પર મગરએ (Crocodile) જાનલેવા હુમલો કર્યો હતો. મગરના હુમલાથી બાળક નદીમાં ક્યાય ઊંડે ખોવાઈ ગયો હતો. કલાકો પછી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘણા ગામવાસીઓએ આ ઘટના નજરે જોઈ હતી. ગુસ્સે ભરાયેલા ગામલોકોએ મગરને પકડી લીધો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે બાળક મગરના પેટમાં છે અને તેને બહાર કાઢ્યા પછી જ તેંઓ મગરને છોડશે. ચાર કલાક પછી પણ મગર કોઈ હલનચલન ન કરતાં તેને વન વિભાગને (Forest Department) સોંપવામાં આવ્યો હતો.

આ ઘટના જિલ્લાના રઘુનાથપુર વિસ્તારમાં રિઝેતા ઘાટ પર ચંબલ નદીના કિનારાની છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ શ્યામવીર સિંહ તોમરએ જણાવ્યું કે લક્ષ્મણ સિંહનો 7 વર્ષનો પુત્ર અતર સિંહ સોમવારએ સવારમાં ચંબલ નદીમાં નહાવા માટે ગયો હતો. આ દરમિયાન મગરએ તેના પર હુમલો કર્યો. હુમલાના કારણે અતર સિંહ ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.

જૂઓ સંપુર્ણ વિડીયો. : બીલીમોરા નજીક આંતલીયા – ઉંડાચ ને જોડતા નવા પૂલ નો પિલર બેસી જતા માર્ગ બંધ કરાયો હતો. પૂલની સફાઈ દરમિયાન મળી માનવ ખોપરી.. 

ગામના અન્ય લોકોએ આ આ ઘટના સગી આંખે જોઈ હતી. આ પછી બાળકના પરિવારજનો અને ગ્રામજનો હાથમાં લાકડીઓ અને જાળી લઈને આવ્યા હતા. ગ્રામજનોએ મગરને જાળમાં ફસાવીને બહાર કાઢ્યો અને દોરડા વડે બાંધી દીધો હતો. SDRF ટીમની શોધખોળથી બાળકનો મૃતદેહ સવારે 8 વાગ્યે મળી આવ્યો હતો. મગર બાળકને પકડી શક્યો ન હતો. પરંતુ બાળકના ડૂબી જવાથી તેનું મોત થયું હતું.

ગ્રામજનોએ જણાવ્યું કે, બાળકને મગર ગળી ગયો છે અને તે તેના પેટમાં છે. બાળકને મગરના પેટમાંથી બહાર કાઢ્યા પછી જ તેને છોડશે. ચંબલ નદી પર દિવસભર લોકોની ભીડ જામી હતી. અધિકારીઓ ગ્રામજનોને મગરને છોડાવવા સમજાવતા રહ્યા. લક્ષ્મણને 3 પુત્રો હતા. તેમાં મૃતક બાળક સૌથી મોટો હતો. તેના મૃત્યુના સમાચાર મળતાં જ માતા અને પિતા બેભાન થઈ ગયા હતા. વન વિભાગે પીડિત પરિવારને વળતરની ખાતરી આપી છે.

આ પણ વાંચો –

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા AAPએ ખોલ્યું પોતાનું પતું, જાણો કોને કરશે સમર્થન 

AAP opens its profile

  • AAP એ રાષ્ટ્રપતિની ચૂંટણી 2022માં વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે અમે દ્રૌપદી મુર્મુનું સન્માન કરીએ છીએ. પરંતુ તે યશવંત સિંહાને આપીશું..

રાષ્ટ્રપતિની (President) ચૂંટણી માટે ઉમેદવારોને સમર્થન (Supporting candidates) આપવાની પ્રક્રિયા ચાલુ છે. દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) એ પણ આજે તેના કાર્ડ ખોલ્યા છે. આજે બપોરે 12 વાગ્યે શરૂ થયેલી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિએ એક કલાક ચાલેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, પાર્ટી પાર્ટીએ વિપક્ષ દ્વારા ઉભા કરાયેલા ઉમેદવારોમાં યશવંત સિંહાને (Yashwant Sinha) સમર્થન આપવાનો નિર્ણય કર્યો.

સીએમ કેજરીવાલના નિવાસસ્થાને બેઠક યોજાઈ :

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને મળેલી બેઠકમાં પાર્ટી PACના તમામ 11 સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠક રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમર્થન આપવા માટે જ રાખવામાં આવી હતી. આ બેઠકમાં સીએમ અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, પાર્ટી સાંસદ સંજય સિંહ, મંત્રી ગોપાલ રાય, આતિશી, એનડી ગુપ્તા, રાઘવ ચઢ્ઢા, ઈમરાન હુસૈન અને રાખી બિરલાન, દુર્ગેશ પાઠક, પંકજ ગુપ્તા સહિત તમામ 11 PAC સભ્યો હાજર હતા.

AAPએ યશવંત સિંહાને સમર્થન આપ્યું :

તમને જણાવી દઈએ કે એનડીએએ દ્રૌપદી મુર્મુને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષે યશવંત સિન્હાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18મી જુલાઈએ મતદાન થશે અને 21મી જુલાઈએ દેશને નવા રાષ્ટ્રપતિ મળશે. મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આ 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે 2 રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સત્તા (દિલ્હીમાં 62 ધારાસભ્યો અને પંજાબમાં 92 ધારાસભ્યો), ગોવામાં ધારાસભ્યો અને રાજ્યસભામાં 10 ધારાસભ્યો હોવા છતાં, લોકસભામાં પાર્ટીની સંસદીય સંખ્યા શૂન્ય છે.

જૂઓ સંપુર્ણ વિડીયો.: બીલીમોરા નજીક આંતલીયા – ઉંડાચ ને જોડતા નવા પૂલ નો પિલર બેસી જતા માર્ગ બંધ કરાયો હતો. પૂલની સફાઈ દરમિયાન મળી માનવ ખોપરી.. 

AAP વિપક્ષી દળોની બેઠકમાં હાજર રહી ન હતી :

વાસ્તવમાં, આ પહેલા પણ વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવાર ઉભા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાંથી આમ આદમી પાર્ટી દૂર રહી હતી. એટલું જ નહીં, યશવંત સિંહાના નામાંકન સમયે પણ આમ આદમી પાર્ટી ગેરહાજર હતી. સ્વાભાવિક છે કે, આમ આદમી પાર્ટી દેશના અન્ય રાજ્યોમાં પોતાનો દબદબો બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. આવી સ્થિતિમાં, એવી સંભાવના હતી કે આમ આદમી પાર્ટી દ્રૌપદી મુર્મુને સમર્થન આપી શકે છે, જેથી પાર્ટી આદિવાસી વિસ્તારોમાં તેની સ્થિતિ મજબૂત કરી શકે. પરંતુ પાર્ટી પીએસીની બેઠક બાદ યશવંત સિંહાની તરફેણમાં સમર્થન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો –

 

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદથી મળશે રાહત, આ 5 રાજ્યોમાં આગામી 3 દિવસ સુધી વાદળો વરસશે !

0

Maharashtra and Gujarat

  • ગુજરાત માટે રાહતનાં સમાચાર મળી આવ્યાં છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદમાંથી રાહત મળશે.

મહારાષ્ટ્ર (Maharashtra) અને ગુજરાતને (Gujarat) વરસાદથી તરબોળ કર્યા બાદ હવે વાદળો ઉત્તર ભારતમાં વરસવા માટે તૈયાર છે. હવામાન વિભાગ (IMD)નું કહેવું છે કે આગામી ત્રણ દિવસમાં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh), ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં વ્યાપક વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં પણ આ સમયગાળા દરમિયાન કેટલીક જગ્યાએ વરસાદ (Rain) પડશે. આ પછી વરસાદ વધુ વધી શકે છે.

IMDએ હિમાચલમાં 16 જુલાઈએ, રાજસ્થાનમાં 17 જુલાઈએ, પંજાબ અને હરિયાણામાં 19 સુધી, ઉત્તરાખંડમાં 16 અને 17 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ 18 જુલાઈએ સારો વરસાદ થવાની સંભાવના છે. વિભાગનું કહેવું છે કે રાજસ્થાનમાં 16, હિમાચલ અને યુપીમાં 19 અને ઉત્તરાખંડમાં 18 અને 19 તારીખે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

જૂઓ સંપુર્ણ વિડીયો…. બીલીમોરા નજીક આંતલીયા – ઉંડાચ ને જોડતા નવા પૂલ નો પિલર બેસી જતા માર્ગ બંધ કરાયો હતો. પૂલની સફાઈ દરમિયાન મળી માનવ ખોપરી.. 

મુશળધાર વરસાદ સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છવાયેલા વાદળો હવે વિખેરાઈ જવાની ધારણા છે. IMDનું કહેવું છે કે આગામી 5 દિવસમાં છત્તીસગઢ, વિદર્ભ, મધ્યપ્રદેશ, ઓડિશા, ગોવા, કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. તેવી જ રીતે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 16 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાતના આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી સિસ્ટમ યથાવત છે. તેના પ્રભાવ હેઠળ, ગુજરાતના દરિયાકાંઠાના પશ્ચિમ ભાગોમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. આ સિવાય ઉત્તર ઓડિશા અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનો વિસ્તાર યથાવત છે, જે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે. એજન્સીએ કહ્યું કે ઉત્તર અફઘાનિસ્તાન અને તેની નજીકના ઉત્તર પાકિસ્તાન પર પશ્ચિમી વિક્ષેપ યથાવત છે.

આ પણ વાંચો –

‘તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ,’ નૂપુર શર્માનું સમર્થન કરનાર સુરતના વેપારીને મળી ધમકી

0

Tere khun ke pyase bethe hai

  • સુરતના વેપારીને ધમકી મળી હતી કે, “સુરત મેં રહેના હૈ યા જાના હૈ ? ફિલહાલ ક્લોઝ કર કે નિકલ લે, તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ, કહી વહા ન આ જાયે.”

સુરતના (Surat) વેપારીએ નૂપુર શર્માનું સમર્થન (Nupur Sharma) કરતી એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર અપલોડ કરી હતી. બાદમાં વેપારીને ધમકી મળી હતી કે, ‘તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ.’ ધમકી મળ્યા બાદ વેપારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

ભાજપના પ્રવક્તા નૂપુર શર્માએ (BJP spokesperson Nupur Sharma) આપેલા નિવેદન બાદ તેનો દેશભરમાં વિરોધ થયો હતો પરંતુ કેટલાક લોકોએ નૂપુર શર્માનું સમર્થન પણ કર્યું હતું. છેલ્લા થોડા દિવસોમાં નૂપુર શર્માના સમર્થકોને અલગ અલગ પ્રકારે ધમકી આપવામાં આવી રહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

નૂપુર શર્માને સમર્થન બદલ કેટલાક લોકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી છે. આ બાબતે પોલીસ ખૂબ જ ગંભીરતાથી એક્શન લઈ રહી છે. સુરતમાં વેસુ વિસ્તારમાં રહેતા અને રાહુલ રાજ મોલમાં એક દુકાન ધરાવતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સુરતના વેપારીને ધમકી મળી હતી કે, “સુરત મેં રહેના હૈ યા જાના હૈ? ફિલહાલ ક્લોઝ કર કે નિકલ લે, તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ, કહી વહા ન આ જાયે.”

વેપારીને મળી ધમકી :

મળતી માહિતી પ્રમાણે વિશાલ પટેલ (Vishal Patel) નામના વેપારીએ સોશિયલ મીડિયા Instagram એકાઉન્ટ પર નૂપુર શર્માને સમર્થન કરતી એક સ્ટોરી અપલોડ કરી હતી. બાદમં વિશાલ પટેલને અલગ અલગ એકાઉન્ટ પરથી ધમકી આપવામાં આવી રહી હતી. વિવાદ વધતા વેપારીએ માફી માંગી હતી અને સ્ટોરી પણ ડિલીટ કરી નાખી હતી.

જૂઓ સંપુર્ણ વિડીયો…. બીલીમોરા નજીક આંતલીયા – ઉંડાચ ને જોડતા નવા પૂલ નો પિલર બેસી જતા માર્ગ બંધ કરાયો હતો. પૂલની સફાઈ દરમિયાન મળી માનવ ખોપરી..

સ્ટોરી ડિલીટ કરવા છતાં મળી રહી હતી ધમકી :

વિશાલ પટેલે સ્ટોરી ડિલીટ કરી દીધી હોવા છતાં તેને અલગ અલગ પ્રકારે ધમકી આપવામાં આવી રહી હતી. આજ કડીમાં Instagram પરથી તેને ધમકી મળી હતી કે, “સુરત મેં રહેના હૈ યા જાના હૈ? ક્લોઝ કર કે નિકલ લે, તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ, કહી વહાં આ જાયે.” આ સમગ્ર મામલે વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ કરતા આરોપી મહમદ અયાન આતસબાજીવાલા પરિવારમાંથી આવતા હોવાનું સામે આવ્યું છે.

વિશાલ પટેલને મોહમ્મદ અયાન મોહમ્મદ નઇમ આતસબાજીવાલા, રાસીદ રફીક, ભૂરા આલિયા, મોહમ્મદ અલી ગગન, મુના મલિક, શહેજાદ કટપીસવાલા અને ફૈઝાન નામના આઈડી પરથી ધમકી મળી હતી. પોલીસે જે ત્રણ આરોપીની ધરપકડ કરી છે તેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો –

રાજકોટ : પાટીદાર યુવાને ઉછીના આપેલા રૂ. 4,000 પરત માંગતા મળ્યું મોત, બે યુવાનોએ સરેઆમ રહેંસી નાખ્યો

0

Patidar youth lent Rs. 4,000 found

  • અમીન માર્ગ પર બુધવારના રોજ સાંજના સમયે હાર્દિકસિંહ જાડેજા તેમજ દીપ લાખિયા નામના શખ્સો દ્વારા મૌલિક કાકડીયા (Maulik Kakadiya) નામના યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરમાં (Rajkot city) બે દિવસ પૂર્વે માત્ર ચાર હજાર રૂપિયાની ઉઘરાણી મામલે યુવાનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવાને સારવાર દરમિયાન દમ તોડતા હવે હત્યાના પ્રયાસની ઘટના હત્યામાં પલટાઈ છે. સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ તરફથી હાર્દિકસિંહ જાડેજા (Hardiksinh Jadeja) તેમજ દીપ લાઠીયા (Deep Lathiya) નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ગુનાના કામે આઇપીસીની કલમ 307ની જગ્યાએ 302ની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે મૃતક મૌલિક કાકડીયાએ હાર્દિકસિંહને 4,000 ઉછીના આપ્યા હતા. જે રૂપિયાની ઉઘરાણી કરતાં હાર્દિકસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના મિત્ર સાથે મળીને મૃતક પર તૂટી પડ્યો હતો. રાજકોટ શહેરના અમીન માર્ગ પર બુધવારના રોજ સાંજના સમયે હાર્દિકસિંહ જાડેજા તેમજ દીપ લાખિયા નામના શખ્સો દ્વારા મૌલિક કાકડીયા (Maulik Kakadiya) નામના યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ માલવીયાનગર પોલીસને થતા માલવીયા નગર પોલીસનો પીઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસે તાત્કાલિક અસરથી આરોપીઓને પોતાના સકંજામાં લીધા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનના પિતાની ફરિયાદના આધારે પોલીસે હાર્દિકસિંહ જાડેજા તેમજ દીપ લાઠીયા વિરુદ્ધ આઈપીસીની કલમ 307, 326, 323, 324, 504, 188 તેમજ 114 હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવાન મૌલિક ચંદુભાઈ કાકડીયાને સારવાર અર્થે રાજકોટ શહેરની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બે દિવસ ચાલેલી સારવાર બાદ મૌલિક કાકડીયાએ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે પણ ફરિયાદમાં 307ની જગ્યાએ 302ની કલમનો ઉમેરો કર્યો છે.

 પોલીસનું નિવેદન : પોલીસના જણાવ્યા અનુસાર હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા અગાઉ રાજકોટ શહેરમાં બે જેટલા ગુનાના કામે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.  તેમજ તેના વિરુદ્ધ જૂનાગઢના મેંદરડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા અગાઉ રાજકોટ શહેરમાં બે જેટલા ગુનાના કામે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.  તેમજ તેના વિરુદ્ધ જૂનાગઢના મેંદરડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. મળતી માહિતી પ્રમાણે મૃતક મૌલિક કાકડીયાએ હાર્દિકસિંહને 4,000 ઉછીના આપ્યા હતા. જે રૂપિયાની ઉઘરાણી કરતાં હાર્દિકસિંહ ઉશ્કેરાઈ ગયો હતો. હાર્દિકે તેના મિત્ર દીપ લાઠીયા સાથે મળી મૌલિક અને તેના મિત્રને ગાળો ભાંડી હતી તેમજ મૌલિકને છરી મારી દીધી હતી.

આ પણ વાંચો –

 

સંસદમાં ‘અસંસદીય શબ્દો’ના વિવાદ વચ્ચે નવું ફરમાન : સંસદમાં હવે પેમ્ફલેટ અને પ્લેકાર્ડ પર પણ પ્રતિબંધ

0

Amid ‘unparliamentary words

  • 18 જૂલાઈથી શરૂ થવા જઈ રહેલા સંસદના સત્રમાં આ વખતે ભારે હોબાળો જોવા મળશે, કારણ કે આ વખતે સત્ર દરમિયાન ઘણા કડક નીતિ નિયમો આવ્યા છે, જેને લઈને વિપક્ષમાં ભારે ગુસ્સો છે.

18 જૂલાઈથી શરૂ થઈ રહેલા સંસદના (Parliament) ચોમાસુ સત્રમાં હોબાળા થવાના પુરા એંધાણ મળી રહ્યા છે. પહેલા અસંસદીય શબ્દોની નવી યાદી, બાદમાં સંસદ પરિસરમાં (Parliament premises) ધરણા પ્રદર્શન પર રોક અને હવે લોકસભામાં (Lok Sabha) પોસ્ટર, પ્લેકાર્ડ તથા ચબરખીઓ પર પ્રતિબંધ લગાવાનું ફરમાન જાહેર થયું છે. તેને લઈને વિપક્ષમાં ભયંકર આક્રોશ વ્યાપ્યો છે.

લોકસભા સચિવાલયે શુક્રવારે ચોમાસુ સત્ર દરમિયાન સદનમાં કોઈ પણ પ્રકારના ચબરખીઓ, પોસ્ટરો લાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે, સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોક બાદ સદનમાં હોબાળો થવાના અણસાર મળી રહ્યા છે.

શુક્રવારે સંસદ પરિસરમાં ધરણા અને પ્રદર્શન પર પણ રોક લગાવી દીધી છે. જ્યારે સભ્ય બાપૂની પ્રતિમા સમક્ષ મોટા ભાગે જમા થઈને પ્રદર્શન કરતા દેખાતા હોય છે. આ અગાઉ ગુરૂવારે બંને સદનમાં અસંસદીય મનાતા શબ્દોની નવી યાદી જાહેર કરવામાં આવી છે. તેને લઈને વિપક્ષી નેતા પહેલાથી જ ગુસ્સે ભરાયેલા છે. હવે બેનર, પોસ્ટર અને કાપલીઓને લઈને પણ રોક લગાવી દીધી છે. જેનાથી વિપક્ષનો ગુસ્સો સાતમા આસમાને છે.

છેલ્લા અમુક સત્રોની વાત કરીએ તો, ખાસકરીને રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓએ ભારે હોબાળો કર્યો હતો. સદનમાં પોસ્ટર અને પેમ્ફલેટ ફાડ્યા હતા. ખુરશીઓ ફેંકવામાં આવી હતી. પોસ્ટર સાથે સાંસદો બહાર નિકળી ગયા છે. આ કારણે સદનના કામકાજમાં ભારે ખલેલ પહોંચી હતી.

શું તમાશો છે- સીતારામ યેચુરી :

માકપા નેતા સીતારામ યેચુરીએ તેના પર તિખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, શું તમાશો છે. ભારતનો આત્મા, તેનું લોકતંત્ર અને તેના અવાજનું ગળુ દબાવાની કોશિશ નિષ્ફળ થઈ જશે. સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોકની યાદની કાલે સૌથી પહેલા કોંગ્રેસ સાંસજ જયરામ રમેશે આપી હતી. તેમણે તેની ટિકા કરતા કટાક્ષ કર્યો હતો વિશ્વગુરુનું એક વધુ કામ, ધરણા કરવાની મનાઈ છે.

સદનની આવી છે પરંપરા

સંસદની પરંપરા અનુસાર કોઈ પણ પ્રકાશિત સામગ્રી, પ્રશ્નાવલી, પરચા, પોસ્ટર, બેનર વગેરે સ્પિકરની મરજી વગર સદનમાં વિતરણ કરી શકાય નહીં. તે પ્રતિબંધિત છે. તો વળી અસંસદીય શબ્દોની નવી યાદીમાં ભ્રષ્ટાચાર, ભ્રષ્ટ, જુમલાજીવી, તાનાશાહ જેવા કેટલાય શબ્દો સામેલ છે.

આ પણ વાંચો –