સાચવજો ગુજરાતવાસીઓ : ફરી બીજા રાઉન્ડમાં વરસાદની આગાહી ! જાણો ક્યારે આવશે મેઘો

Share this story

Be careful Gujarati

  • ગુજરાતમાં હવે પછી 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આગાહી મુજબ 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાત (Gujarat) માટે આગામી 24 કલાક ભારે છે. હવામાન વિભાગે (Meteorological department) વરસાદ અંગે એક આગાહી કરી છે. જેમાં આવતીકાલથી (રવિવાર) વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે દરિયા કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. અરબી સમુદ્રમાં (Arabian Sea) લો પ્રેશર સક્રિય થયું છે. હાલ રાજ્ય તરફ 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય હતું જે ડિપ્રેશન બન્યું છે.

ડિપ્રેશનની અસર ગુજરાત પર નહિ થાય ફક્ત સૌરાષ્ટ્રમાં (Saurashtra) વરસાદ પડશે. આજે માત્ર પોરબંદર જૂનાગઢ અને વલસાડ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં હવે પછી 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આગાહી મુજબ 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. 20 જુલાઈ પછી આવનાર વરસાદ કૃષિના પાકો માટે ફાયદા રૂપ સાબિત થશે.

જૂઓ સંપુર્ણ વિડીયો. : બીલીમોરા નજીક આંતલીયા – ઉંડાચ ને જોડતા નવા પૂલ નો પિલર બેસી જતા માર્ગ બંધ કરાયો હતો. પૂલની સફાઈ દરમિયાન મળી માનવ ખોપરી.. 

મહત્ત્વની વાત એ છે કે, દરિયામાંથી ગુજરાત તરફ પ્રવેશી રહેલું લો પ્રેશર હવે થોડાકા જ કિલોમીટર દૂર છે. ગુજરાતના દરિયા કાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે, દરિયામાં ઉંચા મોજા ઉછળી શકે છે. હવે આકાશી તાંડવ બાદ દરિયો તોફાન મચાવશે. દરિયા પર જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે.

નવસારી, પોરબંદર,દીવ તથા ગીર સોમનાથના દરિયો પણ તોફાની બન્યો છે. પ્રવાસીઓને દરિયાકાંઠે સાવચેત રહેવા સૂચના જાહેર કરાઈ છે. એક તરફ વરસાદ યથાવત છે ત્યારે બીજી તરફ દરિયામાં કરંટ હોવાથી કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં એક બાદ એક જોખમ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. ગુજરાતમાં હાલ એક સાધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. કેમ કે હવે દરિયો ડરાવી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો –