Dangerous crocodile took Masum
- શ્યોપુરમાં ચંબલ નદીમાં નહાવા ગયેલા 7 વર્ષના છોકરા પર મગરએ (Crocodile) જાનલેવા હુમલો કર્યો હતો. આ ઘટનાથી જિલ્લામાં શોકનો લાગણી ફેલાઈ ગયો છે.
શ્યોપુરમાં (Sheopur) ચંબલ (Chambal) નદીમાં નહાવા ગયેલા 7 વર્ષના છોકરા પર મગરએ (Crocodile) જાનલેવા હુમલો કર્યો હતો. મગરના હુમલાથી બાળક નદીમાં ક્યાય ઊંડે ખોવાઈ ગયો હતો. કલાકો પછી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘણા ગામવાસીઓએ આ ઘટના નજરે જોઈ હતી. ગુસ્સે ભરાયેલા ગામલોકોએ મગરને પકડી લીધો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે બાળક મગરના પેટમાં છે અને તેને બહાર કાઢ્યા પછી જ તેંઓ મગરને છોડશે. ચાર કલાક પછી પણ મગર કોઈ હલનચલન ન કરતાં તેને વન વિભાગને (Forest Department) સોંપવામાં આવ્યો હતો.
આ ઘટના જિલ્લાના રઘુનાથપુર વિસ્તારમાં રિઝેતા ઘાટ પર ચંબલ નદીના કિનારાની છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ શ્યામવીર સિંહ તોમરએ જણાવ્યું કે લક્ષ્મણ સિંહનો 7 વર્ષનો પુત્ર અતર સિંહ સોમવારએ સવારમાં ચંબલ નદીમાં નહાવા માટે ગયો હતો. આ દરમિયાન મગરએ તેના પર હુમલો કર્યો. હુમલાના કારણે અતર સિંહ ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.
જૂઓ સંપુર્ણ વિડીયો. : બીલીમોરા નજીક આંતલીયા – ઉંડાચ ને જોડતા નવા પૂલ નો પિલર બેસી જતા માર્ગ બંધ કરાયો હતો. પૂલની સફાઈ દરમિયાન મળી માનવ ખોપરી..
ગામના અન્ય લોકોએ આ આ ઘટના સગી આંખે જોઈ હતી. આ પછી બાળકના પરિવારજનો અને ગ્રામજનો હાથમાં લાકડીઓ અને જાળી લઈને આવ્યા હતા. ગ્રામજનોએ મગરને જાળમાં ફસાવીને બહાર કાઢ્યો અને દોરડા વડે બાંધી દીધો હતો. SDRF ટીમની શોધખોળથી બાળકનો મૃતદેહ સવારે 8 વાગ્યે મળી આવ્યો હતો. મગર બાળકને પકડી શક્યો ન હતો. પરંતુ બાળકના ડૂબી જવાથી તેનું મોત થયું હતું.
ગ્રામજનોએ જણાવ્યું કે, બાળકને મગર ગળી ગયો છે અને તે તેના પેટમાં છે. બાળકને મગરના પેટમાંથી બહાર કાઢ્યા પછી જ તેને છોડશે. ચંબલ નદી પર દિવસભર લોકોની ભીડ જામી હતી. અધિકારીઓ ગ્રામજનોને મગરને છોડાવવા સમજાવતા રહ્યા. લક્ષ્મણને 3 પુત્રો હતા. તેમાં મૃતક બાળક સૌથી મોટો હતો. તેના મૃત્યુના સમાચાર મળતાં જ માતા અને પિતા બેભાન થઈ ગયા હતા. વન વિભાગે પીડિત પરિવારને વળતરની ખાતરી આપી છે.
આ પણ વાંચો –