Lalit Modi admitted
- લલિત મોદીએ ટ્વિટરમાં સુષ્મિતા સેન સાથે વર્લ્ડટૂરની તસવીરો શેર કરી. અગાઉની ટ્વિટરમાં લલિત મોદીએ સુષ્મિતા સેનને બેટરહાફ ગણાવી હતી : લગ્નની અટકળો પછી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની સ્પષ્ટતા
લલિત મોદીએ (Lalit Modi) બોલિવૂડની અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) સાથે રિલેશનશીપમાં હોવાનું સ્વીકાર્યું હતું. ટ્વિટરમાં બંનેના વર્લ્ડ ટૂરના (World Tour) ફોટો શેર કરીને લલિત મોદીએ પહેલી વખત સુષ્મિતા સેન સાથેના સંબંધોનો એકરાર કર્યો હતો. એટલું જ નહીં,(Instagram) બાયોમાં પણ લલિત મોદીએ એડિટિંગ કરીને સુષ્મિતા સેનને માય લવ કહીને સંબોધી હતી. થોડા સમયમાં લગ્ન થશે એવું પણ ટ્વિટરમાં લખ્યું હતું.
લલિત મોદીએ પહેલી ટ્વીટમાં લખ્યું હતુંઃ વર્લ્ડ ટૂરમાંથી લંડન પાછો ફર્યો છું. પરિવાર સાથે માલદીવ અને સર્દિનિયામાં સમય ગાળ્યો હતો. એ ટ્વીટમાં લલિત મોદીએ સુષ્મિતા સેનનો ઉલ્લેખ કર્યો અને તેને બેટરહાફ ગણાવી. એટલું જ નહીં, એક નવી જિંદગીની શરૃઆત કરી હોવાનું પણ જણાવ્યું. લલિત મોદીએ બંનેના ફોટોઝ શેર કર્યા હતા. એ તસવીરો પછી બંનેએ માલદીવ્સમાં લગ્ન કરી લીધા હોવાની અટકળો શરૃ થઈ હતી. ટ્વીટરમાં લલિત મોદી અને સુષ્મિતા સેન ટ્રેન્ડિંગ બન્યા હતા.
પહેલી ટ્વિટના અડધા કલાક બાદ લલિત મોદીએ બીજી ટ્વીટ કરી હતી. એમાં લખ્યું હતુંઃ સ્પષ્ટતા માટે જણાવી દઉં. અમે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છીએ. હજુ લગ્ન કર્યા નથી, પરંતુ ટૂંક સમયમાં એવું શક્ય બનશે ખરું. એ ટ્વિટમાં પણ લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના તાજેતરના ફોટોઝ શેર કર્યા હતા. માલદીવ્સમાં બંને સાથે હતા એ ગાળાની તસવીરો લલિત મોદીએ મૂકી હતી અને પછી ઈન્સ્ટાગ્રામમાં પણ અપડેટ કર્યું હતું અને તેની લિંક ટ્વિટરમાં મૂકી હતી.
લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામમાં સુષ્મિતા સેન સાથેનો પ્રોફાઈલ ફોટો સેટ કરીને બાયોમાં પણ એડિટિંગ કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ બાયોમાં લલિત મોદીએ લખ્યું હતુંઃ અંતે એક નવી શરૃઆત થઈ છે, એ પણ સુષ્મિતા સેન સાથે. સુષ્મિતાને લલિત મોદીએ ક્રાઈમ પાર્ટનર અને માય લવ જેવા સંબોધનો કર્યા હતા.
લલિત મોદીને આઈપીએલની સ્થાપનાનો યશ મળે છે. આઈપીએલના પ્રથમ ચેરમેન બનેલા લલિત મોદીએ ત્રણ વર્ષ સુધી આઈપીએલનું સંચાલન કર્યું હતું. રાજસ્થાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રહી ચૂકેલા લલિત મોદી પાંચ વર્ષ સુધી બીસીસીઆઈના ઉપાધ્યક્ષ પણ હતા. ગેરરીતિના આરોપમાં લલિત મોદીની બીસીસીઆઈમાંથી હકાલપટ્ટી થઈ હતી. નાણાકીય ગેરરીતિના આરોપી લલિત મોદી પર તપાસ સમિતિએ આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. ઈડીએ લલિત મોદી સામે તપાસ હાથ ધરી હતી. એ ગાળામાં લલિત મોદી લંડન ભાગી ગયા હતા.
આ પણ વાંચો –