Home Blog Page 1372

T20 World Cup 2022 : ટી20 વર્લ્ડ કપ માટે તમામ 16 ટીમના નામ નક્કી

0

T20 World Cup 2022

  •  ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાશે. તે પહેલા ટી-20 વર્લ્ડ કપમાં રમનારી તમામ 16 ટીમના નામ નક્કી થઈ ગયા છે.

વર્લ્ડ કપ ક્વોલિફાયર-બી (World Cup Qualifiers) ના સેમિફાઈનલ મેચમાં (Semifinal match) ઝિમ્બાબ્વેએ પાપુઆ ન્યુ ગિનીને હરાવ્યા તો બીજી તરફ નેધરલેન્ડે (Netherlands) યુએસએને હરાવીને આ મોટા ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરી લીધું છે.

બીજી તરફ અમેરિકાની ટીમનુ સપનુ તૂટી ગયુ છે. ક્વોલિફાયરના બીજા સેમિફાઈનલમાં નેધરલેન્ડે અમેરિકાને 7 વિકેટથી હરાવી દીધા જેના કારણે યુએસએ ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવાથી ચૂકી ગયુ. આઈસીસીએ આ વાતની જાણકારી શેર કરી છે.

ટી20 વર્લ્ડ કપ માટે ટીમને બે ગ્રૂપમાં રાખવામાં આવી છે :

ગ્રૂપ 1 જેમાં ઈગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની ટીમ છે.

ગ્રૂપ 2 માં ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમને રાખવામાં આવી છે.

રેન્કિંગના આધારે સીધુ ક્વોલિફાય કરનારી ટીમ :

ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઈગ્લેન્ડ, ભારત, નામીબિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, સ્કોટલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટઈન્ડિઝ

T20 વર્લ્ડ કપની મેચ 16 ઓક્ટોબરથી શરૂ થશે :

T20 વર્લ્ડ કપની મેચ 16 ઓક્ટોબરથી શરૂ થશે. ટુર્નામેન્ટમાં સુપર-12 સ્ટેજ પહેલા રાઉન્ડ – 1 ની મેચ થશે. રાઉન્ડ – 1 માં કુલ આઠ ટીમ સામેલ થઈ રહી છે. આ આઠ ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. બંને ગ્રૂપમાંથી ટોપ-2 ટીમ સુપર-12 સ્ટેજ માટે ક્વોલિફાય કરશે.

રાઉન્ડ-1 માં કુલ આઠ ટીમ સામેલ :

ગ્રૂપ એ- નામીબિયા, શ્રીલંકા, યુએઈ, નેધરલેન્ડ

ગ્રૂપ બી- આયરલેન્ડ, સ્કોટલેન્ડ, વેસ્ટઈન્ડીઝ, ઝિમ્બાબ્વે

ટી 20 વર્લ્ડ કપની ફાઈનલ 13 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.

આ પણ વાંચો –

નવી દિલ્હીમાં અડધી રાતે 30 વર્ષની મહિલા ઉપર રેલ્વેના કર્મચારીઓ દ્વારા ગેંગરેપ

0
  •  આરોપીએ પીડિતાને પાર્ટી આપવાના બહાને બોલાવીને તેની સાથે અધમ કૃત્ય આચર્યું હતું.

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન (New Delhi Railway Station) ઉપર બનેલા ફૂટઓવર બ્રિજની નીચે ગેંગરેપનો કેસ (A case of gangrape) સામે આવ્યો છે. આ ઘટના ગત તા. 21 જુલાઈના રોજ રાતની જણાવવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. રેલ્વેના DCP હરેન્દ્ર સિંહના જણાવ્યા પ્રમાણે ગુરૂવારે રાત્રે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ 8-9 ઉપર ઈલેક્ટ્રિકલ મેન્ટેનન્સ સ્ટાફે (Electrical maintenance staff) 30 વર્ષની પીડિતા ઉપર બલાત્કાર ગુજાર્યો હતો. આ તમામ આરોપીઓ રેલ્વેમાં ઈલેક્ટ્રિક વિભાગના (ELECTRIC DEPARTMENT) કર્મચારી છે.

ફોન ઉપર ઘટનાની જાણકારી આપી :

આ ઘટના ગત તા. 21 જુલાઈના રોજ 12.30 વાગ્યે ટ્રેન લાઈટિંગ હટમાં બની હતી. ફોન કરનારી પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, રેલ્વે સ્ટેશનના એક રૂમમાં 2 લોકોએ તેનો રેપ કર્યો છે. આ ફોન પહેલા PS ODRS ઉપર લગભગ 2.27 વાગ્યે આવ્યો હતો. ત્યાંના કર્મચારીઓએ ફોન કરનારી મહિલાને શોધખોળ આદરી હતી પરંતુ તે મળી નહી. ત્યારબાદ મહિલાએ આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા ખબર પડી કે તે નવી દિલ્હીના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8-9 ઉપર ઉભી છે.

પીડિતા પતિથી અલગ રહે છે :

ઘટનાની માહિતી મળ્યા બાદ SHO, NDRS સ્ટાફ સાથે પ્લેટફોર્મ નંબર 8-9 ઉપર પહોંચ્યા હતા. ત્યાં ફોન કરનારી મહિલા હાજર હતી. ફરીદાબાદની રહેવાસી પીડિતાએ જણાવ્યું હતું કે, તે છેલ્લા એક વર્ષથી પોતાના પતિથી અલગ રહે છે અને ડિવોર્સ માટે કોર્ટમાં કેસ લડી રહી છે.

કોમન ફ્રેન્ડના દ્વારા મિત્રતા થઈ હતી :

પીડિતાએ જણાવ્યું હતું કે, આશરે 2 વર્ષ પહેલા તે પોતાના એક કોમન ફ્રેન્ડ દ્વારા એક છોકરાના સંપર્કમાં આવી હતી. છોકરાએ તેને કહ્યું હતું કે તે એક રેલ્વે કર્મચારી છે અને તેના માટે નોકરીની વ્યવસ્થા કરી આપશે. ત્યારબાદ તેમની વચ્ચે ફોન ઉપર વાતચીત થતી હતી. આરોપી છોકરાએ 21 જુલાઈની રાતે પીડિતાને ફોન કરીને બોલાવી હતી. તેણે કહ્યું હતું કે તેના છોકરાનો જન્મદિવસ છે અને તેણે નવું ઘર પણ ખરીદ્યુ છે તેની પાર્ટી આપવી છે.

પાર્ટી આપવાના બહાને બોલાવી :

પીડિતા રાત્રે આશરે 10.30 વાગ્યે કિર્તી નગર આવી હતી. આરોપી તેને ત્યાંથી પ્લેટફોર્મ નંબર 8-9 ઉપર  લઈ ગયો હતો. આરોપીએ તેને ઈલેક્ટ્રિકલ મેન્ટેનેન્સ કર્મચારીઓ સાથે એક નાનકડા રૂમમાં બેસવાનું કહ્યું હતું. થોડીવાર પછી આરોપી અને તેનો મિત્ર રૂમમાં આવ્યા અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ બન્નેએ તેની સાથે રેપ કર્યો હતો. પીડિતા સાથે મારામારી પણ કરવામાં આવી હતી. આ દરમિયાન તેના બે મિત્રો રૂમની બહાર પહેરો આપી રહ્યા હતા.

તમામ આરોપી રેલ્વે કર્મચારી છે :

આરોપીઓ ઉપર IPCની કલમ 376D/342ની અંતર્ગત FIR નોંધવામા આવી છે. આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરીને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તમામ આરોપીઓ રેલ્વેમાં ઈલેક્ટ્રિક વિભાગના કર્મચારી છે.

આ પણ વાંચો –

 

 

 

બાળકો પણ મંકીપોક્સની ઝપેટમાં ! અમેરિકામાં નવજાત શિશુમાં પણ જોવા મળ્યો કેસ, વિશ્વમાં 13 હજાર લોકો ભરડામાં

Children are also in the grip of monkeypox

  • વિશ્વમાં કોરોના મહામારી બાદ નવી નવી બિમારીઓ જન્મ લઈ રહી છે. ત્યારે હવે વધુ એક વાયરસે હડકંપ મચાવ્યો છે. જેના વિશ્વભરમાં 13 હજારથી વધારે કેસો આવી ચુક્યા છે.

ભારત (India) બાદ હવે અમેરિકામાં (America) પણ મંકીપોક્સના (Monkeypox) પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. અહીં બે બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું છે. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે કેલિફોર્નિયામાં (California) એક બાળક તથા શિશુ મંકીપોક્સની ઓળખાણ થઈ છે. બંને અમેરિકાના નિવાસી નથી.

ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ કેસ આવ્યા :

કેરલમાં મંકીપોક્સથી ત્રીજો કેસ સામે આવ્યો છે. આ શખ્સ પણ પૂર્વમાં મળેલા સંક્રમિતની માફક યુએઈથી પરત ફર્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 3 કેસોની પુષ્ટિ કેરલમાં થઈ છે. 35 વર્ષિય આ શખ્સ આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત અરબ અમીરાતથી કેરલ આવ્યો હતો. તેના સેમ્પલની તપાસમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ હતી. કેરલના સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે જણાવ્યું હતું કે, મલપ્પુરમનો રહેવાસી આ યુવક છ જૂલાઈના રોજ પોતાના ઘરે પરત ફર્યો હતો.

તિરુવનંતપુરમના મંજેરી મેડિકલ કોલેજમાં તેની સારવાર ચાલી રહી છે. જોર્જના જણાવ્યા અનુસાર યુવતીની હાલત સ્થિર છે. તેમણે જણાવ્યુ છે કે, સંક્રમિતના સંપર્કમાં આવનારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આ અગાઉ 14 જૂલાઈએ પણ કેરલમાં મંકીપોક્સનો દર્દી મળી આવ્યો હતો. થોડા દિવસ બાદ બીજો કેસ પણ સામે આવ્યો હતો.

65 દેશોમાં 13 હજાર કેસ :

છેલ્લા 11 અઠવાડીયામાં મંકીપોક્સના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા છે. તેમાં લગભગ 13,000 દર્દી 65 જેટલા દેશોમાંથી મળી આવ્યા છે. કોવિડ મહામારીના અનુભવના કારમણે લોકો ચિંતિત છે કે ક્યાંક મંકીપોક્સ પણ એક મોટી મહામારી બનીને સામે ન આવે. પણ વૈજ્ઞાનિક કારણો પર ધ્યાન આપી તો આવી થવાની શક્યતા બહુ ઓછી છે. આશ્વસ્તિના મુખ્ય કારણ એ છે કે કોવિડ શ્વાસ સાથે જોડાયેલ વાયરસ છે અને છીંકવા અથવા ખાંસવાના કારણે ફેલાય છે. તો વળી મંકીપોક્સના પ્રસાર માટે પ્રભાવિત વ્યક્તિ સાથે સીધી સંપર્કમાં આવવાથી થાય છે.

આ પણ વાંચો –

દમણમાં એક નાનકડી ઓળખાણ યુવતીને ભારે પડી, જાણો ગેંગરેપ વિથ મર્ડરની ગુંથ્થી કેવી રીતે ઉકેલાઈ ?

0

A small acquaintance in Daman

  • સંઘ પ્રદેશ દમણ સમગ્ર દેશમાં પ્રવાસન સ્થળ તરીકે જાણીતો છે. તો સાથે સાથે બિન ગુજરાતી લોકો માટે રોજગારી આપતો મુખ્ય પ્રદેશ પણ છે. આ પ્રદેશમાં આવેલી કંપનીઓમાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં કામદાર રોજગારી મેળવી રહ્યા છે.

સંઘ પ્રદેશ દમણ (Union Territory of Daman) માસ ફરી એકવાર ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. દમણના ડાભેલ વિસ્તારમાં આવેલ ઘેલવાડ ગામે ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી છે. મૂળ બિહારની (Bihar) યુવતી સાથે બિન ગુજરાતી બે ઈસમો દ્વારા પાસવી બળાત્કાર (Rape) કરી યુવતીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. જોકે દમણ પોલીસે પણ ગણતરીના સમયમાં આ બે હેવાન ઈસમોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

સંઘ પ્રદેશ દમણ સમગ્ર દેશમાં પ્રવાસન સ્થળ તરીકે જાણીતો છે. તો સાથે સાથે બિન ગુજરાતી લોકો માટે રોજગારી આપતો મુખ્ય પ્રદેશ પણ છે. આ પ્રદેશમાં આવેલી કંપનીઓમાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં કામદાર રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે બિહારની એક યુવતી છેલ્લા કેટલાક સમયથી દમણના ડાભેલ વિસ્તારમાં રહી રોજગારી મેળવી રહી હતી. ત્યારે ડાભેલ વિસ્તારમાં એક ઝાડી વિસ્તારમાં એક યુવતીનો મૃતદેહ મળવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

દમણની નાની પોલીસ પોલીસ સ્ટેશનને આ મામલે જાણકારી મળી હતી કે એક યુવતીનો મૃતદેહ ઝાડીઓમાં પડ્યો છે. આ મામલે દમણ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો ત્યારે અર્થ નગ્ન હાલતમાં એક યુવતીઓનો મૃત્યુ મળી આવ્યો હતો. ઘટનાની ગંભીતાને લઈને દમણ પોલીસે આ યુવતીની ઓળખ શરૂ કરી હતી અને યુવતીનું મોતનું સાચું કારણ મેળવવા માટે યુવતીના પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પ્રાથમિક રીતે આ યુવતી સાથે દુષ્કર્મ થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેને લઇને દમણ પોલીસે વિવિધ ટીમો બનાવી દમણના ડાભેલ વિસ્તારમાં તજવીજ હાથ ધરી હતી. ડાભેલ વિસ્તારમાં આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે દમણ પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દમણ પોલીસે નીતિશ પાસવાન અને ગજેન્દ્ર નામના બે આરોપીની ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને ઈસમો પણ બિન ગુજરાતી છે અને ઉત્તર પ્રદેશ અને બિહારના વતની છે.

દમણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક યુવતી મૂળ બિહારની છે. દમણ પોલીસે આ યુવતીની ઓળખ પ્રસ્થાપિત કરી નથી. આ યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે. દમણ પોલીસની તપાસમાં આવ્યું છે કે આ બંને હેવાન ઈસમો દ્વારા જ યુવતી જ સાથે ગેંગરેપ કરી તેને મોતને ઘાટ નીપજાવી હતી. પોલીસ સ્ટેશન તપાસમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું છે કે આ યુવતી દમણના ઘેલવડ ગામે પોતાની એક મહિલા મિત્રને મળવા ગઈ હતી. પરંતુ જે તે વખતે આ મહિલાના રૂમ પર તાળું મારેલું હતું. તેથી તે તેના પાડોશી નિતેશના ઘરે ગઈ હતી. કારણ કે નિતેશની પત્ની આ યુવતી સાથે પરિચિત હતી.

જો કે, જે તે વખતે નીતિશની પત્ની હાજર ન હતી અને નીતિશ અને તેનો મિત્ર દારૂની પાર્ટી કરી રહ્યા હતા. ત્યારે આ પીડીતાને વાતોમાં ભેળવીને આ બંને ઈસમો દ્વારા યુવતીને તેના રૂમમાં લઈ જવામાં આવી હતી અને બંને હેવાનો દ્વારા દારૂના નશામાં આ યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદ આ યુવતીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. જોકે રાત્રે 1:00 વાગ્યાના સમય આ બંને હેવાનિ સમયે આ યુવતીના મૃતદેહને થોડી દુર એક ઝાડીઓ નાખી ફરાર થઈ ગયા હતા. દમણ પોલીસે પણ બાતમીદારો તેમજ અન્ય ઇન્ટેલન્જસી ની મદદ લઈને રેપ વિથ મર્ડરને આથી ઉકેલી નાખી છે.

હાલે આ બંને ઇસમોને દમણ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. દમણ કોર્ટ દ્વારા આ બંનેને 25 જુલાઈ સુધીના રિમાન્ડ પણ આપવામાં આવેલા છે. આમ એક નાનકડી ઓળખાણ આ યુવતીને ભારે પડી હતી. નજીક ઓળખાણના કારણે આ બંને ઈસમો સાથે નાની અમથી વાતચીત કરવા તેમની રૂમ પાસે ગયેલી આ યુવતીને આ બંને ઈસમોએ દબોચી લીધી હતી અને દારૂના નશામાં બંને સાથે ગેંગરેપ આચરી તેની હત્યા કરી નાખી છે.

હાલ દમણ પોલીસે આ બંને આરોપીના 25 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે, ત્યારે બિહારથી રોજગારી મેળવવા આવેલ આ યુવતીને નાનકડી ઓળખાણ ભારે પડી છે. જોકે દમણ પોલીસે સમયસર આ રેપ વિથ મર્ડરની ગુંથી ઉકેલી યુવતીના હત્યાનો કોયડો ઉકેલી નાખ્યો છે.

આ પણ વાંચો –

ડિંડોલી પોલીસની નાક નીચે કોફી કાફેની આડમાં ધમધમતું હતું કપલ બોક્સ, ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી 2ને ઝડપ્યા

Couple box was thriving

  • સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ક્રાઇમ બ્રાંચે ડિંડોલી વિસ્તારમાં કાફેની આડમાં સરાજાહેર ચાલી રહેલા આ કપલ બોક્સ પર દરોડા પાડયા.

સુરતમાં (Surat) ફરી એક વાર કાફેમાં પ્રેમી પંખીડાઓને (love birds) પ્રાઈવસી આપવામાં આવતી હોવાની આંશકાને લઈને પોલીસે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી વિસ્તારમાં (Dindoli area) કોફી કાફેના આડમાં ગેરકાયદે ચાલી રહેલા કપલ બોક્સ પર ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) દરોડા પાડયા છે. ગ્રીષ્મા હત્યા કેસ બાદ સુરત CPએ પોલીસને કપલ બોકસ પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. તો પણ ડિંડોલી પોલીસની નાક નીચે કપલ બોક્સ ધમધમી રહ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ક્રાઇમ બ્રાંચે દરોડા પાડયા છે.

મહત્વનું છે કે સુરતમાં ધમધમતા કપલ બોક્સ પોલીસ માટે મોટો પડકાર છે. અરિહંત પ્લાઝામાં કોફી કાફેનું બોર્ડ મારી કપલ બોક્સ ચલાવવામાં આવતું હતું. અહી કલાકોના કલાકો સુધી યુવક યુવતીઓ પૈસા આપી બોકસનો ગોરખધંધા માટે ઉપયોગ કરતાં હતા. આ ફૂલિફાલેલા કપલબોક્સમાં સોફા, ગાદલા, તકિયા, ફેનની વ્યવસ્થા આપવામાં આવે છે તેમજ સુવિધા અનુસાર  લગભગ 1 કલાકનું 150 થી 600 રૂપિયા ભાડું  વસૂલવામાં આવે છે. ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી કપલ બોક્સને શીલ મારી દીધું છે. કાર્યવાહી કરી બે યુવકોની ધરપકડ કરી છે. મુખ્ય સંચાલક હાલ ફરાર  હોવાની માહિતી મળી રહી છે.

સ્થાનિક લોકો પણ શહેર વચ્ચે ચાલી રહેલા આ કપલ બોક્સની પરેશાન હતા પણ ડીંડોલી પોલીસ તેના પર કોઈ એક્શન લેતી ન હતી. આથી ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આ રેડ કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, કપલબોક્ષના કારણે યૌનશોષણની ઘટનાઓ વધી રહી છે. સુરતમાં  ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલ પણ કપલબોક્ષ ચલાવતો હતો.

આ પણ વાંચો –

ઋષિ સુનકનું PM બનવાનું સપનું તૂટી શકે છે, જાણો કારણ…

0

Rishi Sunak’s dream of becoming

  •  લિઝ ટ્રસ 24% પોઈન્ટ્સથી આગળ છે. તેઓ 2 દિવસ પહેલા 20 પોઈન્ટ્સથી આગળ હતા.

બ્રિટનના (Britain) વિદેશ પ્રધાન લિઝ ટ્રુસે (Foreign Minister Liz Truss) બ્રિટનના આગામી વડા પ્રધાન બનવાની રેસમાં ભારતીય મૂળના ભૂતપૂર્વ બ્રિટિશ પ્રધાન ઋષિ સુનક (Former British Minister Rishi Sunak) કરતાં 28 મતોની લીડ મેળવી છે. ડેટા એનાલિસિસ કંપની ‘YouGov’ના લેટેસ્ટ સર્વેમાંથી આ માહિતી મળી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ બોરિસ જોનસનને (Boris Johnson) બદલવાની રેસમાં સુનક અને ટ્રસ બંનેને પાર્ટીની નેતૃત્વ સ્પર્ધાના અંતિમ તબક્કામાં મોકલવા માટે મત આપ્યો. બ્રિટનના વડાપ્રધાન બનવા માટે ઋષિ સુનકના માર્ગમાં તેમની સંપત્તિ પણ આડે આવી રહી છે.

જેના કારણે તેમને મહામારી બાદ આર્થિક સંકટનો સામનો કરી રહેલા લોકો સાથે જોડાવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુકેના મીડિયામાં તેમની સંપત્તિ અને પૃષ્ઠભૂમિની ચર્ચા થઈ રહી છે. ચેનલ 4 પર એક કાર્યક્રમમાં ઋષિ સુનકની સંપત્તિ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બીજી તરફ, YouGov સર્વે મુજબ, 4 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆતમાં ચાલનારા મતદાનમાં પાર્ટીના સભ્યો દ્વારા હવે તેમાંથી એકને આગામી વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવશે.

YouGov એક પ્રમુખ બ્રિટિશ આતંરરાષ્ટ્રીય ઈન્ટરનેટ આધારિત બાજાર અનુસંધાન અને ડેટા વિશ્લેષણ કંપની છે. આ સપ્તાહની શરૂઆતના આંકડાઓથી જાણવા મળે છે કે, 46 વર્ષીય ટ્રસના 42 વર્ષીય પૂર્વ ચાન્સલર કરતા લગભગ 19 પોઈન્ટની લીડ ધરાવે છે.

બુધવારે અને ગુરૂવારે કન્ઝર્વેટિવ પાર્ટીના 730 સભ્યોના સર્વે પ્રમાણે 62% સદસ્યોએ કહ્યું કે, તેઓ ટ્રસને મત આપશે અને 38%એ સુનકની પસંદગી કરી. તેમાં એ લોકો સામેલ નથી જેમણે કહ્યું કે, તેઓ મત નહીં આપશે અથવા તેઓ નથી જાણતા.

લિઝ ટ્રસ 24% પોઈન્ટ્સથી આગળ છે. તેઓ 2 દિવસ પહેલા 20 પોઈન્ટ્સથી આગળ હતા. બ્રેક્ઝિટ માટે મત આપનારા પુરુષો અને સ્ત્રીઓમાં દરેક વય જૂથમાં ટ્રસે સુનકને પાછળ છોડી દીધા છે.

જોકે, સુનક સંસદીય દળના પ્રિય રહ્યા છે. તેમણે ટોરી (કન્ઝર્વેટિવ પાર્ટી)ના સાંસદોમાં ટ્રુસના 113ના મુકાબલે 137 મતોથી જીત મેળવી હતી.

આ પણ વાંચો –

હાથરસમાં હરિદ્વારથી આવી રહેલા કાંવડિયાઓને ડમ્પરે કચળ્યા, છનાં મોત

0

Dumper crushes Kavandias

  • આ કાંવડિયા હરિદ્વારથી (haridwar)જળ ભરીને ગ્વાલિયર તરફ જઈ રહ્યા હતા તે સમયે ઝડપથી આવી રહેલા ડમ્પરે ટક્કર મારી.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) હાથરસમાં શુક્રવારે મોડી રાત્રે ડમ્પરે કાંવડિયાને ખચડી (hathras road accident) નાખ્યા હતા. જેમાં 5 ના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું છે. આ કાંવડિયા (kanwariyas) હરિદ્વારથી (haridwar)જળ ભરીને ગ્વાલિયર (Gwalior) તરફ જઈ રહ્યા હતા. તે સમયે ઝડપથી આવી રહેલા ડમ્પરે ટક્કર મારી હતી. જેમાં 6 ના મોત થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ પોલીસે કરી લીધી છે.

પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે 7 કાંવડિયાઓને ઝપેટમાં લીધા હતા. જેમાં 5 ભક્તોના સ્થળ પર જ મોત થયા હતા. એક કાંવડિયાનું હોસ્પિટલમાં મોત થયું છે અને એક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. આ ઘટના કોતવાલી સાદાબાદ બઢાર ચોક પર બની હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને લાશને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

આગરા ઝોનના એડીજી રાજીવ કૃષ્ણએ કહ્યું કે રાત્રે લગભગ સવા બે વાગ્યાની આસપાસ સાત કાંવડ શ્રદ્ધાળુઓને એક ડમ્પરે કચડ્યા હતા. જેમાં છના મોત થયા છે અને 1 ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત છે. આ પોતાના કાંવડ સાથે હરિદ્વારથી ગ્વાલિયર જઇ રહ્યા હતા. આગરા એડીજી, ડીઆઈજી સહિત બધા આલા અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. કાંવડિયાઓનો અકસ્માત કરીને ડમ્પર ચાલર ફરાર થઇ ગયો છે. પોલીસ તેની શોધ કરી રહી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસમાં અકસ્માતની ઘટનામાં 6 કાંવડિયાઓના મોત પર શોક પ્રકટ કર્યો છે. મુખ્યમંત્રીએ દિવંગતોની આત્માની શાંતિની કામના કરતા શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર કરાવવાનો નિર્દેશ આપ્યો છે.

હાથરસ દુર્ઘટનામાં મૃતકોની યાદી :

1. જબર સિંહ, ઉંમર 28 વર્ષ

2. રનવીર સિંહ, 30 વર્ષ

3. મનોજ પાલ સિંહ, 30 વર્ષ

4. રમેશ પાલ, 30 વર્ષ

5. નરેશ પાલ, 45 વર્ષ

આ પણ વાંચો –

સંસદમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો વિદાય સમારંભ, સાંસદો મળીને આપશે ભેટ

0

Farewell ceremony

  • આજે સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો વિદાય સમારોહ રોજાશે.સાંજે 5 વાગ્યે સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં PM મોદી સહિતનાં દિગ્ગજો આપશે હાજરી.

આજે સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો (President Ram Nath Kovind) વિદાય સમારોહ રોજાશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો વિદાય સમારંભ આજે સાંજે 5 વાગ્યે સંસદ ભવનનાં (Parliament House) સેન્ટ્રલ હોલમાં યોજાશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ હાજર રહેશે.

સાથે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ સદનનાં તમામ સાંસદો સાથે હાજર રહેશે. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા રાષ્ટ્રપતિ કોવિંદ માટે વિદાયનું ભાષણ આપશે. અને રાષ્ટ્રપતિ સંસદ સભ્યો તરફથી એક પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક સ્મૃતિ ચિહ્ન અને સંસદ સભ્યો દ્વારા લખવામાં આવેલી એક હસ્તાક્ષર પુસ્તિકા કે જેમાં તમામની સહી કરેલી હશે તે પણ ભેટ આપવામાં આવશે. આ પુસ્તિકા અગાઉ 18 જુલાઇથી 21 જુલાઇ સુધી સંસદ ભવનના હોલમાં રાખવામાં આવેલી હતી.

સંસદ ભવનમાં વિદાય સમારંભ :

દેશનાં વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 21 જુલાઇએ પૂરો થાય છે. જેના માટે તેમણે જનપથ રોડ પર એક બંગલાને ફાળવવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્ત થયા બાદ કોવિંદ નવી દિલ્હી સ્થિત 12 જનપથનાં એક બંગલામાં શિફ્ટ થશે. આ જ બંગલામાં ઘણા દાયકાઓથી પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન રહેતાં હતા.

પ્રધાનમંત્રી દ્વારા ડિનર :

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં વિદાય માટે એક સ્પેશ્યલ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક રાજ્યોનાં મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.

વિદાય ભોજનના આ સમારંભનું આયોજન દિલ્હીની અશોકા હોટલમાં કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી અનેક આદિવાસી નેતાઓ પણ પહોંચ્યા હતા. તો સાથે અનેક પદ્મ પુરસ્કાર વિજેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો –

વધુ એક મંત્રીના સહયોગીના ઘરે ઈડીના દરોડા, થયા નોટોના ઢગલા; કરોડો રૂપિયા જપ્ત

0

ED raids house of another minister

  • ઈડીએ કહ્યું કે, અર્પિતા મુખર્જીની જગ્યા પરથી 20 થી વધુ મોબાઈલ ફોન મળી આવ્યા છે. જેનો ઉદેશ્ય અને ઉપયોગ વિશે જાણકારી મેળવામાં આવી રહી છે. નિવદેનમાં કહ્યું કે ઇડીએ ચેટર્જી ઉપરાંત શિક્ષણ રાજ્ય મંત્રી પરેશ સી અધિકારી, ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્ય અને અન્યના ઘરો પર પણ દરોડા પાડ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં (West Bengal) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારના શિક્ષણ ભરતી કૌભાંડમાં (Education recruitment scam) રાજ્યના મંત્રી પાર્થ ચેટર્જીના (Partha Chatterjee) એક નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના સ્થાનો પર દરોડા પાડી 20 કરોડ રૂપિયાની રોડક જપ્ત કરી છે. ઇડીને આ રકમના એસએસસી કૌભાંડ સાથે જોડાયેલી હોવાની આશંકા છે. દરોડા દરમિયાન 500 અને બે હજારની નોટના ઢગલા થઈ ગયા અને નોટ ગણવા માટે મશિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ ટીમે બેંક અધિકારીઓની મદદ પણ લીધી જેથી રકમની યોગ્ય ગણતરી કરવામાં આવી શકે.

બંગાળના 2 મંત્રીઓને ત્યાં દરોડા :

ઈડીએ કહ્યું કે, અર્પિતા મુખર્જીની જગ્યા પરથી 20 થી વધુ મોબાઈલ ફોન મળી આવ્યા છે. જેનો ઉદેશ્ય અને ઉપોયગ વિશે જાણકારી મેળવામાં આવી રહી છે. નિવદેનમાં કહ્યું કે ઇડીએ ચેટર્જી ઉપરાંત શિક્ષણ રાજ્ય મંત્રી પરેશ સી અધિકારી, ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્ય અને અન્યના ઘરો પર પણ દરોડા પાડ્યા હતા. ઇડીના અધિકારીઓની એક ટીમે શિક્ષક ભરતી કૌભાંડની તપાસ મામલે શુક્રવારના પશ્ચિમ બંગાળના બે મંત્રીઓ પાર્થ ચેટર્જી અને પરેશ અધિકારીના ઘરો પર દરોડા પાડ્યા હતા.

એજન્સીના એક સૂત્રએ જણાવ્યું કે, ઇડીના ઓછામાં ઓછા સાતથી આઠ અધિકારી લગભગ સવારે આઠ વાગે ચટર્જીના આવાસ નકતલા પહોંચ્યા અને બપોર 11 વાગ્યા સુધી દરોડા ચાલ્યા. આ દરમિયાન સીઆરપીએફના કર્મચારી બહાર તૈનાત રહ્યા. સૂત્રોએ જણાવ્યું કે એજન્સીના અધિકારીઓની અન્ય એક ટીમ કૂચબિહાર જિલ્લાના મેખલીગંજમાં અધિકારીના ઘરે પહોંચી અને તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી.

શિક્ષક ભરતીમાં થયું મોટું કૌભાંડ :

ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓએ શહેરના જાદવપુર વિસ્તારમાં સ્થિત પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડના પૂર્વ અધ્યક્ષ માણિક ભટાચાર્યના આવાસ પર પણ દરોડા પાડ્યા. સીબીઆઇ હાઈ કોર્ટના આદેશ પર પશ્ચિમ બંગાળ શાળા સેવા પંચની ભલામણો પર સરકાર તરફથી પ્રાયોજિત તેમજ સહાયતા પ્રાપ્ત સ્કૂલોના ગ્રુપ ‘સી’ અને ‘ડી’ સ્ટાફ અને શિક્ષકોની ભરતીમાં અનિયમિતતાઓની તપાસ કરી રહી છે.

ત્યારે ઇડી આ મામલે સંબંધિત કથિક મની લોન્ડ્રિંગની તપાસ કરી રહ્યું છે. હજુ ઉદ્યોગ તેમજ વાણિજ્ય મંત્રી પદ પર કાબિઝ ચેટર્જી તે સમય શિક્ષણ મંત્રી હતા, જ્યારે આ કથિક કૌભાંડ થયું હતું. સીબીઆઇ બે વખત તેમની પૂછપરછ કરી ચૂકી છે. પહેલી વખત પૂછપરછ 25 એપ્રિલ, જ્યારે બીજી વખત 18 મેના કરવામાં આવી હતી. સીબીઆઇ પશ્ચિમ બંગાળના શિક્ષણ રાજ્ય મંત્રી અધિકારીની પણ પૂછપરછ કરી ચૂકી છે. આ ઉપરાંત તેમની પૂત્રી સ્કૂલ શિક્ષકની તેમની નોકરી ગુમાવી ચૂકી છે. અધિકારીએ કહ્યું કે, તે ફોન પર તેના પરિવાર સાથે વાત કરી શકતી નથી.

આ પણ વાંચો –

 

૨૩ જુલાઈ શનિવાર રોજ આ રાશિના જાતકોને મળશે ખુશીના સમાચાર – જાણો શું કહે છે આજનું રાશિફળ

People of this zodiac sign

મેષઃ- આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલું કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ- નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગીરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા-રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુનઃ- આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી, સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ- દિવસ દરમિયાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઈ-બહેન-પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારું રહેશે.

સિંહઃ- અભિમાનમાં વધારો થાય. સિદ્ધાંતવાદી વલણ રહે. ભાઈ-બહેન-પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.

કન્યાઃ- દિવસ દરમિયાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ- સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. લીવર નબળું રહે. પાચનશક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધામાં ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃશ્ચિકઃ- વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિeત રહે. અભિમાન-ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઈચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધનઃ- મન ઉપર ખોટા-નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમિયાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકરઃ- દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમસંબંધમાં હો, તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભઃ- નિર્ણય શક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિ-પત્નિના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું. અન્યથા નાણાં ફસાઈ જાય.

મીનઃ- પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનોએ સ્ત્રીરોગોથી સાચવવું. આ‌કસ્મિક ધનલાભનો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

આ પણ વાંચો –