Virat Kohli : ભજન-કિર્તનમાં પહોંચ્યો વિરાટ કોહલી, પત્ની અનુષ્કા શર્મા સાથેની તસવીર સામે આવી

Share this story

Virat Kohli arrives at Bhajan-Kirtan

  • વિરાટ કોહલી આ દિવસોમાં ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા અઢી વર્ષથી તે સદી ફટકારી શક્યો નથી. વિરાટ કોહલીનો આ ખરાબ સમય ઈંગ્લેન્ડમાં પણ તેનો પીછો છોડતો નથી. આ જ કારણ છે કે હવે વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા હાલ ભગવાનની શરણમાં પહોંચી ગયા છે.

તમને જણાવી દઇએ કે વિરાટ કોહલી (Virat Kohli) હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીં તેની સાથે પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ છે. બંને લંડનમાં ભજન-કિર્તનના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ ઈવેન્ટમાં પહોંચેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની તસવીરો પણ સામે આવી છે.

લંડનમાં યોજાયેલ ભજન-કીર્તન કાર્યક્રમમાં પત્ની અનુષ્કા શર્મા સાથે વિરાટ કોહલી પણ પહોંચ્યો. આ ભજન-કીર્તનનું આયોજન અમેરિકાના પ્રખ્યાત ગાયક કૃષ્ણ દાસ (Krushna Das) દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ ભક્તિ ગીતો માટે જાણીતા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ તેમના કીર્તનમાં હાજરી આપવા આવ્યા હતા. કૃષ્ણ દાસના શિષ્યોમાંથી એક હનુમાન દાસે એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથે જોવા મળી રહ્યા છે.

વિરાટ કોહલી 2.5 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી :

હનુમાન દાસની આ પોસ્ટ પરથી જાણવા મળ્યું છે કે વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે ભજન-કીર્તનના કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમ લંડનમાં યુનિયન ચેપલ ખાતે યોજાયો હતો. આ ભજન-કીર્તનનું 14 અને 15 જુલાઈ એમ બે દિવસનું આયોજન થયું હતું.

ક્રિકેટમાં અડધી સદીની વાત કરીએ તો વિરાટ કોહલીએ છેલ્લી અડધી સદી 18 ફેબ્રુઆરી 2022ના રોજ બનાવી હતી. ત્યાર બાદ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે જ ટી20 મેચમાં અડધી સદી ફટકારી હતી. સંયોગની વાત છે કે આ મેચ પણ કોલકાતામાં જ થઈ હતી. ત્યારથી વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં પચાસ રન પણ ફટકારી શક્યો નથી.

આ પણ વાંચો –