Onion will not cry this year
- આ વર્ષે સરકાર ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે એક ખાસ યોજના બનાવી છે, જેને કારણે ડુંગળીના ભાવ આ વર્ષે ગૃહિણીઓને રડાવશે નહીં.
બેફામ મોંઘવારીના (Rampant inflation) સમયમાં ડુંગળીના (onion) ભાવને અંકુશમાં રાખવા માટે સરકાર સજ્જ છે. રિટેલ બજારમાં (Retail market) ભાવ વધુ ઉંચે જાય નહીં તે માટે સરકારે પોતાની પાસે રહેલા ડુંગળીના બફર સ્ટોકનો જથ્થો ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે બજારમાં ઠાલવશે એવું ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ (Ashwini Kumar Choubey) જણાવ્યું છે.
મંત્રીએ જણાવ્યુ કે, સંસદમાં જણાવ્યુ ક, ડુંગળીના રવી પાકની ખરીદી કરીને વર્ષ 2022-23માં 2.50 લાખ ટનનો બફર સ્ટોક ઉભો કરાયો છે. આ બફર સ્ટોકમાંથી ડુંગળીનો જથ્થો આગામી ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન તબક્કાવાર આવશ્યકતા અનુસાર બજારમાં ઠાલવવામાં આવશે, જેથી ભાવને અંકુશમાં રાખી શકાય.
જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ..
ક્રૂડ ઓઇલ, વિવિધ કોમોડિટી અને ખાદ્યચીજોના ભાવ અતિશય ઉંચા રહેવાને કારણે ભારતમાં રિટેલ ફુગાવો સતત સાતમાં મહિને રિઝર્વ બેન્કની ઉપલી મર્યાદા કરતા ઉંચો રહ્યો છે. ભારતમાં ડુંગળી એ રાજકીય દ્રષ્ટિએ સંવેદનશીલ કોડિટી છે અને તેના ભાવ વધતા આર્થિક –રાજકીય ઉંડી અસર થતી હોય છે. ડુંગળી ઉપરાંત સરકાર કઠોળનો પર બફર સ્ટોક ઉભો કરે છે. ભારતમાં સામાન્ય રીતે દર વર્ષે સપ્ટેમ્બરથી ડુંગળીના ભાવ ધીમી ગતિએ વધવાના શરૂ થઇ જાય છે.
સરકાર ખેડૂતો પાસેથી 2.50 લાખ ટન ડુંગળીની ખરીદી કરી બફર સ્ટોક બનાવ્યો છે, જે પાછલા વર્ષ કરતા 50 હજાર ટન વધારે છે. સરકારી આંકડા મુજબ દેશમાં નાણાંકીય વર્ષ 2021-22માં 3.17 કરોડ ટન ડુંગળીનું ઉત્પાદન થયાન અંદાજ છે જ્યારે તેની પૂર્વેના વર્ષે 2.66 કરોડ ટન પાક થયો હતો.
આ પણ વાંચો –