નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થાય એ ગૌરવની ઘટના, આપણાં સિંહને લોગોમાં મળ્યું સ્થાન: CM પટેલ

Share this story

National Games hosted in Gujarat

  • ગુજરાતના આંગણે પ્રથમવાર નેશનલ ગેમ્સ સ્પર્ધાનું આયોજન, 36મી નેશનલ ગેમ્સના લોગોનું ગાંધીનગરમાં કરાયુ અનાવરણ

ગુજરાત (Gujarat) પહેલીવાર નેશનસ ગેમ્સનું (Nations Games) આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરના 5 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ગુજરાતના આંગણે રમાનારી નેશનલ ગેમ્સ 2022 ની ઈવેન્ટ ખાસ બની રહેશે. ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) હસ્તે ગાંધીનગર ખાતે 36મી નેશનલ ગેમ્સના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત માટે ગૌરવની ઘટના- સીએમ ભૂપેન્દ્ર પટેલ :

આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે  આ ગુજરાત માટે ગૌરવની ઘટના છે. ભારતની સૌથી મોટી નેશનલ ગેમનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાતના સિંહોને નેશનલ ગેમના લોગોમાં સ્થાન મળ્યું છે. ઇન્ડિયન ઓલમ્પિક એસો.,ગુજરાત ઓલમ્પિક એસો અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા છે. 36 મી નેશનલ ગેમનું યજમાન ગુજરાત બન્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમનો પ્રારંભ થવાનો છે. છેલ્લી નેશનલ ગેમ કેરળમાં યોજાઇ હતી.

જુઓ સંપુર્ણ વિડિયો :-  સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

જુડેગા ઇન્ડિયા અને જીતેગા ઇન્ડિયા- હર્ષ સંઘવી :

તો આ અંગે કાર્યક્રમમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે જુડેગા ઇન્ડિયા અને જીતેગા ઇન્ડિયાના નારા સાથે દેશભરના અલગ અલગ રાજ્યના ખેલાડીઓ ગુજરાતમાં આવશે.  36મી નેશનલ ગેમ્સ અલગ જ નેશનલ ગેમ્સ સાબિત થશે. ઐતિહાસિક MOU અને લોગો લોન્ચિંગના આપડે સાક્ષી થયા છીએ. ગુજરાતના લોકોને ફાફડા-જલેબી અને ખમણ ઢોકળા કહીને બોલાવતા હતા પરંતુ હવે ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ટર ડેવલપ થયુ છે. 2002માં સ્પોર્ટ્સમાં અઢી કરોડનું બજેટ હતું અને આજે 2022માં અઢીસો કરોડનું બજેટ છે. સ્પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ગુજરાતમાં ડેવલોપિંગ થયું છે. અમદાવાદ,રાજકોટ જેવા શહેરોમાં સ્પોર્ટના વિકાસથી આયોજન શક્ય બન્યું છે.

27 સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સનું આયોજન :

મહત્વું છે કે ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ખુદ સીએમ દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી. આગામી  27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું ગુજરાતમાં આયોજન થશે. ઇન્ડિયન ઓલમ્પિક એસો.,ગુજરાત ઓલમ્પિક એસો અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા છે. આ આયોજનને લઇને જ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં તેમ સીએમ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો –