Delhi to Mumbai National Highway no
- ગુજરાતમાં ભારે વરસાદના કારણે સાબરકાંઠામાંથી પસાર થતો નેશનલ હાઈ-વે નંબર 8 બિસ્માર બન્યો છે. જેથી હિંમતનગર-મહેસાણા બાયપાસ હાઈ-વે પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે.
હિંમતનગર-મહેસાણા (Himmatnagar-Mehsana) બાયપાસ હાઈ-વે દિલ્હીથી મુંબઈ (Delhi to Mumbai) માટે સેતુ સમાન છે. કારણ કે અહીંયા અમદાવાદથી (Ahmedabad) ઉદેપુર સુધીના હાઈ-વેમાં ઠેર ઠેર જગ્યાએ ખાડા જોવા મળે છે. સાથે હિંમતનગર બાયપાસ રોડ પરના પુલમાં પણ મસમોટા ખાડા પડ્યા છે. ઉપરાંત RTO કચેરીની બાજુમાં રોડ ધોવાયો છે. જેથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
પ્રથમ વરસાદી રાઉન્ડ બાદ મસમોટા ખાડાથી વાહનચાલકો પરેશાન :
છેલ્લા એક સપ્તાહથી શરૂ થયેલા વરસાદના પગલે ગુજરાતના મોટાભાગના રોડ રસ્તા તેમજ હાઇવે ધોવાયા છે ત્યારે સાબરકાંઠામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર આઠ તેમજ મહેસાણા બાયપાસ રોડ ઉપર પણ પ્રથમ વરસાદી રાઉન્ડ બાદ મસમોટા ખાડાઓ સર્જાયા છે જેના પગલે વાહનચાલકો ભારે મોટી પરેશાની ભોગવી રહ્યાં છે.
જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ..
વાહનોના ટાયર ફાટવા અને પંક્ચર પડવાથી માંડીને અકસ્માતના પ્રમાણમાં વધારો :
દિલ્હી તેમજ મુંબઈની જોડતો નેશનલ હાઇવે નંબર આઠ સાબરકાંઠાના હિંમતનગર માંથી પસાર થાય છે તેમજ મહેસાણા બાયપાસ જોડતો રોડ જોકે છેલ્લા એક સપ્તાહથી શરૂ થયેલા વરસાદના પગલે નેશનલ હાઇવે નંબર આઠ અને બાયપાસ રોડ ઉપર મસ મોટા ખાડાઓ નિર્માણ પામ્યા છે એક તરફ ખાડાઓમાં પાણી ભરાવાના પગલે વાહન ચાલકો માટે વાહન ચલાવવું એ જોખમ રૂપ બની રહ્યું છે તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયમાં નેશનલ હાઈવે નંબર આઠ ઉપર વાહનોના ટાયર ફાટવાના, પકચર પડવાના અને અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે.
હજુ ભારે વરસાદની આગાહી વચ્ચે આગામી સમયમાં કેવા દ્રશ્યો સામે આવશે એ તો સમય જ બતાવશે :
હવામાન વિભાગે આગામી સમયમાં પણ હજુ ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે ત્યારે સાબરકાંઠામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આગામી સમયમાં કેવા દ્રશ્યો સામે આવશે એ તો સમય જ બતાવશે.
આ પણ વાંચો –
- એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હોય તો પણ તમે બેંકમાંથી મેળવી શકો છો પૈસા, જાણો કેવી રીતે અને કેટલી રકમ મળી શકે ?
- ૨૨ જુલાઈ શુક્રવારના રોજ લક્ષ્મીજીની કૃપાથી આ રાશિના લોકોને થશે ધનલાભ – જાણો આજનું રાશિફળ