Katrina who just made coffee before
- કેટરિના કૈફ લગ્ન પહેલા માત્ર કોફી બનાવાનું જાણતી હતી અને હવે તે સંપૂર્ણ ભોજન બનાવતા શીખી રહી છે.
કેટરિના કૈફ (Katrina Kaif) તેના જીવનમાં જે પણ કરે છે તેમાં પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે. પછી ભલે તે પ્રોફેશન લાઈફ હોય કે પર્સનલ લાઈફ (Personal Life). તેણે ખૂબ ઓછા સમયમાં બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક તરીકે ઓળખ બનાવી છે. વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ કેટરીના કૈફ કૌશલ પરિવારની વહુ બની ગઈ છે. હાલના અહેવાલો અનુસાર, તે એક આદર્શ પુત્રવધૂ (Daughter-in-law) બનવા માટે તમામ પ્રયાસ કરતી જોવા મળે છે.
કેટરિના કૈફ લગ્ન પહેલા માત્ર કોફી બનાવાનું જાણતી હતી અને હવે તે સંપૂર્ણ ભોજન બનાવતા શીખી રહી છે. હાલમાં કેટરીના કેફ પોતાનો વધારે સમય કિચનમાં પસાર કરતી જોવા મળે છે. અભિનેત્રી કિચનમાં કામ કરીને પોતાના પરિવારના સભ્યો માટે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર તૈયાર કરતી હોય છે. અહેવાલ અનુસાર, કેટરીના હવે કોફી બનાવાની સાથે પોતાના સસરા શ્યામ કૌશલ અને સાસુ મા માટે સંપૂર્ણ ભોજન તેના હાથે જ તૈયાર કરી રહી છે.
જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ..
કેટરીનાની સાસુ પુત્રવધૂને મદદ કરી રહી છે :
કેટરિના કૈફના ચાહકો આ માટે તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો એવું પણ કહવું છે કે, વિકીની માતા એટલે કે તેની સાસુ તેને ઘણી મદદ કરતી જોવા મળે છે. જેના કારણે કેટરીના સંપૂર્ણ ભોજન બનાવી શકી છે. વિકીની માતા ભલે તેને શીખવે પરંતુ દિલથી ઓછા સમયમાં બધું શીખી લેવાનો શ્રેય કેટરિનાને જાય છે. કેટરિના ખૂબ જ ઝડપથી કૌશલ પરિવાર સાથે જોડાઈ ગઈ છે. મિસ્ટર એન્ડ મિસિસ શ્યામ કૌશલને આ વસ્તુ ખૂબ જ પસંદ છે.
આ પણ વાંચો –
- અર્શદીપ સિંહ ODI ડેબ્યૂ કરવા તૈયાર! ભારત 11 વર્ષથી પોર્ટ ઓફ સ્પેનમાં હાર્યું નથી
- બેંક કર્મચારીઓ પર રિઝર્વ બેંક બની કડક, ગ્રાહકો સાથે આ કામ થશે તો થશે કાર્યવાહી, જાણો ગાઈડલાઈન