Tuesday, Apr 29, 2025

આ 17 ઉમેદવાર માત્ર એક વોટથી હાર્યા, જેમાં 5 ભાજપના અને…

2 Min Read

These 17 candidates

  •  મધ્ય પ્રદેશ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં કાઉન્સિલરના પદ માટે મેદાનમાં ઉતરેલા 17 ઉમેદવાર માત્ર 1 વોટથી હાર્યા છે. આ તમામ મતવિસ્તારોમાં NOTAને એક કરતા વધારે મત મળ્યા.

અમરકંટકમાં (Amarkantak) વોર્ડ નંબર 9, મહુ ગામમાં વોર્ડ નંબર 8, સાંવેરમાં વોર્ડ નંબર 11, ચંડિયામાં વોર્ડ નંબર 12, અમરવાડામાં વોર્ડ નંબર 1, કાંતાફોડમાં વોર્ડ નંબર 7, બદનાવરમાં વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 1 ચિચલીમાં, શાહપુરમાં વોર્ડ નંબર 9, મઉગંજમાં વોર્ડ નંબર 10, હનુમનામાં વોર્ડ નંબર 6, કોઠીમાં વોર્ડ નંબર 2, સતનામાં વોર્ડ નંબર 15 અને 31 તેમજ બરઘાટમાં વોર્ડ નંબર 14, એવા ચૂંટણી વિસ્તાર છે જ્યાં ઉમેદવાર માત્ર એક વોટથી ચૂંટણી હારી ગયા. નોટાને (Nota) આ મત વિસ્તારોમાં બે થી લઈને 31 વોટ મળ્યા.

કોંગ્રેસના 8 ઉમેદવાર એક વોટથી હાર્યા :

કાઉન્સિલરોની આ 17 બેઠકમાંથી ભાજપ પાંચ બેઠક પર માત્ર એક વોટથી ચૂંટણી હાર્યુ છે. કોંગ્રેસ આઠ બેઠક પર એક વોટના કારણે જીત મેળવી શકી નહીં. આ સિવાય ચાર અપક્ષ ઉમેદવાર પણ એવા રહ્યા, જેમને માત્ર એક વોટ માટે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. સતનાના વોર્ડ નંબર 31 માં કોંગ્રેસ ઉમેદવારને એક વોટથી હાર મળી નોટાને 31 વોટ મળ્યા. આ સિવાય સતના મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 15માં નોટાને 20 વોટ મળ્યા પરંતુ કોંગ્રેસ ઉમેદવારને માત્ર એક વોટથી હારનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો –

 

Share This Article