નૂપુર શર્માની હત્યાનું કાવતરુ ઘડવા પાછળ પાકિસ્તાની સંગઠનનો હાથ હોવાનું સામે આવ્યું 

Share this story

It was revealed that a Pakistani

  • શંકાસ્પદે પ્રાથમિક તપાસ દરમિયાન જણાવ્યું કે, તેણે પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને નૂપુર શર્માને મારવા માટે સરહદ પાર કરી છે.

રાજસ્થાન (Rajasthan) પોલીસે કહ્યું કે, એક પાકિસ્તાની નાગરિકની (Pakistani citizen) ધરપકડ કરવામાં આવી છે. જે કથિત રીતે ભાજપાની સસ્પેન્ડ પ્રવક્તા નૂપુર શર્માની (Nupur Sharma) હત્યા માટે સરહદ પારથી ભારત આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, તે પાકિસ્તાન સ્થિત સંગઠન તહરીક-એ-લબ્બૈક સાથે પ્રભાવિત છે. એસ સેંગથિર, અધિક પોલીસ મહાનિર્દેશક (ઈન્ટેલીજન્સ) રાજસ્થાને જણાવ્યું કે, પાકિસ્તાની સંગઠન તહરીક-એ-લબ્બૈકે નૂપુર શર્માને મારવાની યોજના બનાવી છે. પાકિસ્તાની આતંકવાદી રિઝવાન (Terrorist Rizwan) પણ તહરીક-એ-લબૈકથી પ્રભાવિત છે.

અધિકારીએ જણાવ્યું કે, IB, CID, BSF, ભારતીય સેના અને સ્થાનિક પોલીસ સહિત અને એજન્સીઓ હવે રિઝવાનની પૂછપરછ કરી રહી છે. આ એ જ સંગઠન છે જેણે ગયા વર્ષે પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારને ઘેરવાનું કામ કર્યું હતું અને પાકિસ્તાનમાં અનેક લોકોને મારી નાખ્યા હતા.

ભાજપાના સસ્પેન્ડ પ્રવક્તા નૂપુર શર્માના કથિત રીતે હત્યા કરવા માટે આતંરરાષ્ટ્રીય સરહદના માર્ગે આવેલા એક પાકિસ્તાની નાગરિકની રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં ધરપકડ કરવામાં આવી છે. IB અને ગુપ્તચર એજન્સીઓની એક સંયુક્ત ટીમ ધરપકડ કરવામાં આવેલ પાકિસ્તાની નાગરિકની પૂછપરછ કરી રહી છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે,  એક શંકાસ્પદની 16 જુલાઈના રોજ રાત્રે લગભગ 11:00 વાગ્યે હિન્દુમલકોટ સરહદ ચોકી પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. પેટ્રોલિંગ ટીમને તે શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. તેને તાત્કાલિક કસ્ટડીમાં લઈ તેની તલાશી હાથ ધરવામાં આવી હતી.

અમને તેના કબજાની બેગમાંથી 11 ઈંચ લાંબી છરી, ધાર્મિક પુસ્તકો, કપડાં, ખોરાક અને રેતી મળી છે. તેણે પોતાની ઓળખ પાકિસ્તાનના ઉત્તરી પંજાબના મંડી બહાઉદ્દીન નગરના રહેવાસી રિઝવાન અશરફ તરીકે આપી હતી.

શંકાસ્પદે પ્રાથમિક તપાસ દરમિયાન જણાવ્યું કે, તેણે પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને નૂપુર શર્માને મારવા માટે સરહદ પાર કરી છે. તેણે પોતાની યોજનાને અંજામ આપવા પહેલા અજમેર દરગાહ જવાની યોજના બનાવી હતી.

આ પણ વાંચો –