કોમનવેલ્થ ગેમ્સ પહેલા જ ભારતને મોટો ઝટકો ! બે મહિલા એથ્લિટ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવતા હડકંપ, પ્રતિબંધિત ડ્રગ્સનાં ઉપયોગની શંકા

Share this story

A big blow to India before

  • કોમનવેલ્થ ગેમ્સ આ મહિને એટલે કે 28 જુલાઇ થી લઈને 8 ઓગસ્ટ સુધી ઈંગ્લેન્ડના બર્મીઘમમાં આયોજિત થવા જઈ રહ્યું છે.

કોમનવેલ્થ ગેમ્સ 2022 ના ઠીક પહેલા ભારતને (India) એક મોટો જટકો લાગ્યો છે. કોમનવેલ્થ વાતએ ક્વોલિફાઈ થઈ ચૂકેલ ટીમમાં સિલેક્ટેડ બે મહિલા એથ્લિટસ (Female athletes) ડોપ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે. એમાંથી એક ટોપ રનર એસ ધનલક્ષ્મી (S Dhanalakshmi) અને બીજી ટ્રીપલ જંપર ઐશ્વર્યા બાબુ (Aishwarya Babu) છે.

જણાવી દઈએ કે કોમનવેલ્થ ગેમ્સ આ મહિને એટલે કે 28 જુલાઇ થી લઈને 8 ઓગસ્ટ સુધી ઈંગ્લેન્ડના બર્મીઘમમાં આયોજિત થવા જઈ રહ્યું છે. આ ગેમ્સ માટે 322 ભારતીય લોકોની ઘોષણા કરવામાં આવી હતી જેમાંથી 215 એથ્લિટસ છે અને 107 અધિકારી અને સ્પોર્ટ સ્ટાફ શામેલ છે.

પીટીઆઇના સૂત્રો મુજબ આ બે એથ્લિટસને ડોપ ટેસ્ટમાં ફેલ થવાને કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. રનર એસ ધનલક્ષ્મી અને ટ્રીપલ જંપર ઐશ્વર્યા બાબુ પ્રતિબંધિત પદાર્થોથી જોડાયેલ એક ટેસ્ટમાં ફેલ પોજીટીવ આવ્યા છે. ડોપ ટેસ્ટમાં શરીરના દરેક હિસ્સાની જાંચ થાય છે અને આ ટેસ્ટ દ્વારા એ જાણવામાં આવે છે કે ગેમ્સમાં સારું પ્રદશન કરવા માટે ખેલાડી ક્યાંક ડ્રગ્સનો ઉપયોગ તો નથી કરી રહ્યો.

જુઓ સંપુર્ણ વિડિયો :  સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

જણાવી દઈએ કે 24 વર્ષની ધનલક્ષ્મી કોમનવેલ્થ ગેમ્સમાં 36 સદસ્યો વાળી એથલીટ ટીમનો હિસ્સો હતી. પણ એથ્લિટસ ઇન્ટિગ્રીટી યુનિટ તરફથી વિદેશમાં જે ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો તેમાં પોઝિટિવ આવતા એમને પરત ફરવું પડ્યું હતું.

ટીમના કેટલાક પ્રમુખ નામોમાં ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા, પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, લવલીના બોર્ગોહેન, બજરંગ પુનિયા અને રવિ કુમાર દહિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વર્તમાન કોમનવેલ્થ ચેમ્પિયન મનિકા બત્રા, વિનેશ ફોગાટ તેમજ 2018 એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા તજિન્દરપાલ સિંહ તૂર, હિમા દાસ અને અમિત પંઘાલ પણ ભારત તરફથી ભાગ લેશે.

આ પણ વાંચો –