Whose body is this
- પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરાઈ મૃતદેહ નાખી દેવામાં આવ્યો હોવાનું પોલીસ માની રહી છે ત્યારે સવાલ એ છે કે, આ મૃતદેહ કોનો છે? હત્યા ક્યાં થઈ ? અને હત્યારા કોણ ?
શહેરના વાસણા પોલીસ સ્ટેશનની (Vasana Police Station) નજીક આવેલા સોરાઈ નગરમાં હત્યા કરેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતદેહનું (dead body) માત્ર ધડ જ પોલીસને મળી આવ્યુ છે. મૃતકનું માથુ કે હાથપગ ન મળી આવતા પોલીસે મૃતકની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં (Preliminary investigation) યુવકની હત્યા કરાઈ મૃતદેહ નાખી દેવામાં આવ્યો હોવાનું પોલીસ માની રહી છે ત્યારે સવાલ એ છે કે, આ મૃતદેહ કોનો છે ? હત્યા ક્યાં થઈ ? અને હત્યારા કોણ ?
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા સોરાઈ નગરમા યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. હત્યા પણ એવી કે મૃતક નુ માત્ર ધડ જ મળી આવ્યુ હતુ. ના તો મૃતકનું માથુ મળ્યુ કે, ના તો તેના હાથ પગ, અને તેથી જ પોલીસે આ અંગે હત્યા ની આશંકા એ તપાસ હાથ ધરી છે. સાથે જ મૃતકની ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહની તપાસ બાદ પોલીસ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે, યુવકની હત્યા કરી મૃતદેહ નિકાલ કરવા માટે નાખી દેવામા આવ્યો હોઈ શકે છે.
સોરાઈ નગરમાં કચરાની ડમ્પીંગ સાઈડ પાસેથી આ મૃતદેહ મળી આવ્યો છે. જોકે માત્ર મૃતદેહનો ધડ જ મળી આવતા મૃતક યુવક કોણ છે તેની શોધખોળ હાથ ધરી છે. સાથે જ હત્યા 3 દિવસ પહેલા થઈ હોવાનું પોલીસ માની રહી છે. જેથી અઠવાડિયામાં ગુમ થયેલા યુવકો ની માહિતી મેળવી મૃતક કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે. સાથે યુવકની ઓળખ માટે પોલીસ દ્વારા તેના ડીએનએ ની પણ તપાસ કરવામા આવશે.
જુઓ સંપુર્ણ વિડિયો :- મોંઘવારી અને GST સામે સંસદમાં વિપક્ષનો હોબાળો, મહિલા સાંસદો રહી આગળ
મૃતદેહની તપાસ કરતા FSLનું કહેવુ છે કે, હત્યા 35 કલાકથી વધુ સમય પહેલા હોવાની સંભાવના છે, અને મૃતદેહ વાસણા ખાતે નાંખી દેવામા આવ્યો છે. ત્યારે હવે વાસણા પોલીસે તપાસમા લાગી છે કે મૃતક કોણ છે? હત્યા ક્યાં થઇ હોઈ શકે અને હત્યારા કોણ. જોકે સ્થાનિક પોલીસ અને ઝોન 7 LCB ટીમ પણ આ તપાસમાં જોતરાઈ મૃતકની ઓળખ કરી રહી છે.
આ પણ વાંચો –