If you haven’t seen this batsman
- ટીમ ઈન્ડિયાનો એક એવો ખેલાડી કે જેને તમે હંમેશા બેટિંગ કરતા જોયો હશે, પરંતુ તાજેતરમાં તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમા તે બોલિંગ કરતો પણ જોવા મળી રહ્યો છે.
ચેતેશ્વર પુજારા હાલમાં કાઉન્ટી ક્રિકેટમાં રમી રહ્યો છે, જ્યાં તે બોલિંગ કરતો જોવા મળ્યો હતો. જો કે ચેતેશ્વર પુજારાએ એક જ ઓવર કરી હતી, પરંતુ તેની લેગ સ્પિન કળા ઘણા લોકોએ જોઈ. તેણે ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ઓવર પણ કરી છે. તે સમયે પણ તેણે માત્ર એક જ મેચમાં માત્ર એક જ ઓવર નાખી હતી. કદાચ એવું બન્યું હશે કે બોલરનો એન્ડ બદલવા માટે તેને બોલિંગ કરાવવામાં આવી હોય.
જુઓ સંપુર્ણ વિડિયો :- મોંઘવારી અને GST સામે સંસદમાં વિપક્ષનો હોબાળો, મહિલા સાંસદો રહી આગળ
હાલમાં, કાઉન્ટી ચેમ્પિયનશિપમાં, ચેતેશ્વર પુજારાએ સસેક્સ તરફથી લેસ્ટરશાયર સામે બોલિંગ કરી. ચેતેશ્વર પુજારાએ એક ઓવર કરી, જેમાં કુલ 8 રન ખર્ચાયા અને તેને કોઈ સફળતા મળી ન હતી. તેની બોલિંગમાં બેટ્સમેન બિટ પણ નહોતો થઇ રહ્યો કારણે બોલ વધુ સ્પિન નહોતો થઇ રહ્યો. લાંબા સમય પછી બોલિંગ કરવું એ અઘરું કામ છે અને ટર્ન મેળવવો એ એક મોટું કામ છે.