ભાજપનો સાથ છોડીને TMCમાં જઈ શકે છે ગાંધી પરિવારના માતા-પુત્ર ! રાજકારણમાં ઉથલ-પાથલના એંધાણ 

Share this story

Mother and son of Gandhi family

  • BJPના સાંસદ વરુણ ગાંધી અને તેમની માતા મેનકા ગાંધી TMCમાં સામેલ થવાની અટકળોએ જોર પકડ્યું છે.

પશ્ચિમ બંગાળની (West Bengal) રાજધાની કોલકાતામાં (Kolkata) તૃણમૂલ કોંગ્રેસની (Trinamool Congress) એક મોટી બેઠક યોજાઈ રહી છે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) થોડા સમય પછી તૃણમૂલ કોંગ્રેસની શહીદ સભાને સંબોધવા જઈ રહ્યા છે. આ દરમિયાન ભાજપના સાંસદ વરુણ ગાંધી (Varun Gandhi) અને તેમના માતા મેનકા ગાંધી (Maneka Gandhi) કોલકાતા પહોંચી ગયા છે.

વરુણ ગાંધી અને મેનકા ગાંધીની કોલકાતામાં પહોંચતા અટકળો શરૂ થઈ :

કોલકાતામાં વરુણ ગાંધી અને મેનકા ગાંધીના આગમન બાદ કોલકાતાના મીડિયામાં અટકળો શરૂ થઈ ગઈ છે, જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે મેનકા ગાંધી અને વરુણ ગાંધી TMCમાં જોડાઈ રહ્યા છે પરંતુ રાજકીય વર્તુળોમાં તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મેનકા અને વરુણ ગાંધી TMCમાં સામેલ થવાની અટકળો છે. આ સાથે જ ભાજપના ત્રણ ધારાસભ્યો TMCમાં સામેલ થવાની અટકળો છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

TMCમાં તાજેતરમાં ઘણા નેતાઓ જોડાયા છે :

વરુણ ગાંધી અને મેનકા ગાંધી શા માટે કોલકાતા આવ્યા તે હજુ સુધી જાણી શકાયું નથી. જો તેઓ ધર્મતલામાં મમતા બેનર્જી દ્વારા આયોજિત બેઠકમાં TMCમાં સામેલ થાય છે, તો તે રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તમને જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસ રાષ્ટ્રીય રાજનીતિમાં વિસ્તરણમાં વ્યસ્ત છે. શત્રુઘ્ન સિન્હાથી લઈને ત્રિપુરાની સુષ્મિતા દેવ, ભૂતપૂર્વ ક્રિકેટર કાર્તિ આઝાદ, ઘણા નેતાઓ તાજેતરના સમયમાં TMCમાં જોડાયા છે.

આ પણ વાંચો –