Why Stokes had to retire
- ઈંગ્લેન્ડના ધમાકેદાર બેટ્સમેન બેન સ્ટોક્સે 31 વર્ષની નાની વયે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જેના વિશે હવે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. બેન સ્ટોક્સે 2011માં આયર્લેન્ડ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી અને 105 ODIમાં 38.98ની એવરેજથી 2924 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડના (England) ધમાકેદાર બેટ્સમેન બેન સ્ટોક્સે (Batsman Ben Stokes) 31 વર્ષની નાની વયે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જેના વિશે હવે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈનનું (Former captain Naseer Hussain) માનવું છે કે ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સની ODI ક્રિકેટમાંથી નિવૃત્તિનું મુખ્ય કારણ શારીરિક થાક છે, કારણ કે ખૂબ જ બધા ફોર્મેટ ક્રિકેટ રમાઈ રહ્યું છે. 31 વર્ષીય સ્ટોક્સે આ સોમવારે જાહેરાત કરી હતી કે તે મંગળવારે ડરહામના ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં તેના હોમ ગ્રાઉન્ડ પર દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની મેચ બાદ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે.
સ્ટોક્સે 31 વર્ષની ઉંમરે શા માટે ODIમાંથી નિવૃત્તિ લેવી પડી ?
બેન સ્ટોક્સે 2011માં આયર્લેન્ડ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી અને 105 ODIમાં 38.98ની એવરેજથી 2924 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી અને 21 અડધી સદીનો સમાવેશ થાય છે. 42.39ની એવરેજથી 74 વિકેટ લીધી છે. તેણે ગત ઉનાળામાં પાકિસ્તાન સામે 3-0થી સિરીઝ જીતવા દરમિયાન ટીમનું નેતૃત્વ કર્યું હતું.
આ ચોંકાવનારું કારણ સામે આવ્યું :
ઓલરાઉન્ડર માત્ર પાંચ રન બનાવી શક્યો હતો અને મંગળવારે દક્ષિણ આફ્રિકા સામેની વિદાય વનડેમાં ઈંગ્લેન્ડની 62 રનથી હારમાં એક વિકેટ પણ લઈ શક્યો ન હતો. હુસૈને કહ્યું કે સ્ટોક્સનો 50 ઓવરમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય મુખ્યત્વે શારીરિક થાક છે. વિશ્વભરના ક્રિકેટરો માટે વર્કલોડ મેનેજમેન્ટ એક મુખ્ય મુદ્દો બની ગયો છે અને સ્ટોક્સે ટેસ્ટ ટીમને સતત ચાર જીત અપાવી હોવા છતાં તે પરેશાન દેખાય છે.
હુસૈને જણાવ્યું હતું કે T20 ક્રિકેટના આકર્ષક સ્વભાવ અને ટેસ્ટ ક્રિકેટના આકર્ષણને જોતાં, ખેલાડીઓ માત્ર બે ફોર્મેટમાં રમવા માંગે છે, તેમણે ઉમેર્યું હતું કે સ્ટોક્સનો વનડેને છોડવાનો નિર્ણય ક્રિકેટ પ્રશાસકો માટે સારો હોવો જોઈએ.
આ પણ વાંચો –