વર્ષે 18 લાખનો પગાર મેળવતા ક્લાસ-2 અધિકારીએ કઢાવ્યું ગરીબોને અપાતું આયુષ્માન કાર્ડ ! મફત સારવારનો લાભ પણ લીધો !

Share this story

A Class-2 officer earning a salary

  • જાણકાર સૂત્રોનું માનીએ તો હિતેન્દ્ર ઝાંખરીયાનો પગાર અંદાજિત માસિક દોઢ લાખ છે. એટલે કે વાર્ષિક રૂપિયા 18 લાખ રૂપિયા સરકાર પાસેથી પગારના નામે હિતેન્દ્ર ઝાંખરીયા મેળવે છે.

રાજકોટમાં એક સામાજિક કાર્યકરે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની (Superintendent of Nursing) પોલ ખોલતી અરજી શહેર પોલીસ કમિશનરને કરી છે. અરજીમાં આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે લાખો રૂપિયાનો પગાર લેતા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ (Ayushman Card) ઢાવી તબીબી સારવાર મેળવવામાં આવી છે. જે બાબતના પ્રૂફ સાથે કિશન રાઠોડ (Kishan Rathod) નામના વ્યક્તિએ પોલીસ કમિશનર (Rajkot police commissioner)ને ગુનો નોંધવા બાબતે અરજી કરી છે. જાણકાર સૂત્રોનું માનીએ તો હિતેન્દ્ર ઝાંખરીયાનો પગાર અંદાજિત માસિક દોઢ લાખ છે. એટલે કે વાર્ષિક રૂપિયા 18 લાખ રૂપિયા સરકાર પાસેથી પગારના નામે હિતેન્દ્ર ઝાંખરીયા મેળવે છે.

સમગ્ર મામલે વાતચીતમાં રાજ્ય સરકારના વર્ગ બેના અધિકારી હિતેન્દ્ર ઝાંખરીયા (Hitendra Zankharia)એ જણાવ્યું હતું કે, “કાર્ડ કઢાવવા માટે મેં કોઈ પણ જાતના બોગસ દસ્તાવેજ ઊભા નથી કર્યા. કિશન રાઠોડ તેનો પૂર્વ કર્મચારી છે, તેના તરફથી જે કોઈ પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે. આરોગ્ય મિત્ર દ્વારા કોરોનાકાળ દરમિયાન જ્યારે આ યોજના અંતર્ગત કોરોના વોરિયર્સની આવક મર્યાદા ધ્યાને રાખ્યા વગર કાર્ડ આપવામાં આવી રહ્યું હતું, ત્યારે મેં આ કાર્ડ કઢાવ્યું છે.”

હિતેન્દ્ર ઝાંખરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, “જે તે સમયે કાર્ડ કઢાવવા માટે મેં મારું આધાર કાર્ડ આપ્યું હતું. આધાર કાર્ડમાં મારું પાન કાર્ડ પણ લિંક કરવામાં આવેલું છે. કાર્ડ અંતર્ગત મેં એક વખત મારા પત્નીની MIR સહિતની ટ્રીટમેન્ટ કરાવી છે.”

આ કેસમાં સમગ્ર મામલે દોષનો ટોપલો જે વિભાગ દ્વારા કાર્ડ કાઢી આપવામાં આવ્યું છે તેમની ઉપર ઢોળતા હિતેન્દ્ર જાખરીયા નજરે પડ્યા હતા. જોકે, સૂત્રોનું માનીએ તો આ પ્રકારના કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજમાં આવકનો દાખલો મૂકવો ફરજિયાત છે. ત્યારે આગળ પોલીસ તપાસમાં સમગ્ર મામલે શું તથ્ય સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

જાણકાર સૂત્રોનું માનીએ તો હિતેન્દ્ર ઝાંખરીયાનો પગાર અંદાજિત માસિક દોઢ લાખ છે. એટલે કે વાર્ષિક રૂપિયા 18 લાખ રૂપિયા સરકાર પાસેથી પગારના નામે હિતેન્દ્ર ઝાંખરીયા મેળવે છે. તેમ છતાં જે યોજના સરકારે ગરીબ વર્ગ તેમજ મધ્યમવર્ગીઓ માટે અમલી બનાવી છે, તે યોજનાઓનો લાભ આ સરકારી બાબુ પોતાના પરિવારજનો માટે મેળવતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો –