Gautam Adani became
- બિલ ગેટ્સે ગત સપ્તાહે પોતાની સંપત્તિમાંથી 20 બિલિયન ડોલર ગેટ્સ ફાઉન્ડેશનને દાનમાં આપી દીધા હતા જેથી યાદીમાં તેઓ ચોથા ક્રમેથી ખસીને 5મા ક્રમે પહોંચ્યા.
ફોર્બ્સની (Forbes) વિશ્વના સૌથી ધનવાન લોકોની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Indian businessman Gautam Adani) ચોથા સ્થાન પર પહોંચી ગયા છે. આ સાથે જ તેમણે માઈક્રોસોફ્ટના (Microsoft) કો-ફાઉન્ડર બિલ ગેટ્સને (Bill Gates) પાછળ છોડી દીધા છે. ફોર્બ્સના મતે અબજપતિઓના રિયલ ટાઈમ રેન્કિંગમાં આજ રોજ બિલ ગેટ્સની અંદાજિત નેટવર્થ 104.6 બિલિયન ડોલર છે અને ગૌતમ અદાણી એન્ડ ફેમિલીની નેટવર્થ 115.5 બિલિયન ડોલર થઈ ગઈ છે.
90 બિલિયન ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણી આ યાદીમાં 10મા ક્રમે છે. જ્યારે ટ્વિટર ડીલ રદ કરીને ચર્ચામાં આવેલા ટેસ્લા તથા સ્પેસએક્સના સંસ્થાપક એલોન મસ્ક 235.8 બિલિયન ડોલરની નેટવર્થ સાથે યાદીમાં ટોચ પર જળવાઈ રહ્યા છે.
જુઓ સંપુર્ણ વિડિયો :-સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ..
યાદીમાં બિલ ગેટ્સ નીચે ઉતર્યા :
બિલ ગેટ્સે ગત સપ્તાહે પોતાની સંપત્તિમાંથી 20 બિલિયન ડોલર ગેટ્સ ફાઉન્ડેશનને દાનમાં આપી દીધા હતા. આ કારણે જ બિલ ગેટ્સનું રેન્કિંગ નીચું ગયું છે અને તેઓ વિશ્વના સૌથી ધનવાન લોકોની યાદીમાં ચોથા સ્થાન પરથી 5મા સ્થાન પર પહોંચી ગયા છે. ગેટ્સ દ્વારા કરવામાં આવેલા દાનનો પરોક્ષ ફાયદો ગૌતમ અદાણીને થયો છે અને યાદીમાં તેઓ ચોથા સ્થાને પહોંચી ગયા છે.
એક વર્ષમાં બમણી થઈ નેટવર્થ :
ગૌતમ અદાણીની સંપત્તિ વર્ષ 2021ની શરૂઆતની સરખામણીએ બમણાથી પણ વધી છે. આ સંપત્તિ વધીને 112.9 બિલિયન ડોલર થઈ ગઈ છે. ગૌતમ અદાણી બેઝિક ઈન્ફ્રા, વીજળી, ગ્રીન એનર્જી, ગેસ, પોર્ટ વગેરે ક્ષેત્રમાં વ્યાપાર ધરાવે છે. તેઓ ગ્રીન એનર્જીના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક બનવા ઈચ્છે છે અને તેઓ અક્ષય ઉર્જા પરિયોજનાઓ માટે 70 બિલિયન ડોલર સુધીનું રોકાણ કરવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો –
- ભાજપનો સાથ છોડીને TMCમાં જઈ શકે છે ગાંધી પરિવારના માતા-પુત્ર ! રાજકારણમાં ઉથલ-પાથલના એંધાણ
- નૂપુર શર્માની હત્યાનું કાવતરુ ઘડવા પાછળ પાકિસ્તાની સંગઠનનો હાથ હોવાનું સામે આવ્યું