ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલ હડતાળ પર, સારવાર માટે જવાના હોય તો ખાસ જાણી લો આ સમાચાર

Share this story

All private hospitals in Gujarat

  • આજે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલની હડતાળ. અમદાવાદ સહિત રાજ્યભરની ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી સહિત તમામ મેડિકલ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો.

આજે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો (Private hospitals) હડતાળ પર ઉતરી છે. અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરની ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી સહિત તમામ મેડિકલ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (Indian Medical Association) દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે. જેને આહના દ્વારા ટેકો જાહેર કરાયો છે. ખાનગી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ICU રાખવા તેમજ ગ્લાસ ફસાડ દૂર કરવા માટે ફાયર વિભાગે હોસ્પિટલોને નોટિસ આપતા ડોક્ટરોમાં નારાજગી વ્યાપી છે. જેને પગલે તેઓ હડતાળ પર ઉતર્યા છે. તેથી હવે આજના દિવસે ઈમરજન્સી સારવાર (Emergency treatment) લેવા આવનાર દર્દીઓએ સરકારી અથવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સારવાર માટે જવાનું.

હડતાળનું કારણ :

અમદાવાદ સહિત રાજ્યભરની ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી સહિત તમામ મેડિકલ સેવાઓ બંધ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન, ગુજરાત બ્રાન્ચ દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા પણ હડતાળને ટેકો જાહેર કરાયો છે. ખાનગી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ICU રાખવા તેમજ ગ્લાસ ફસાડ દૂર કરવા માટે AMC નાં ફાયર વિભાગે હોસ્પિટલોને નોટિસ આપતા ડોક્ટરોમાં નારાજગી વ્યાપી છે. જેથી તેઓ હડતાળ પર ઉતર્યાં છે.

તબીબોનું શું કહેવુ છે :

ખાનગી ડોક્ટરો દ્વારા સતત કહેવામાં એવી રહ્યું છે કે, વિશ્વના એકપણ દેશમાં ICU ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ હોવું જોઈએ એવો નિયમ નથી, એ શક્ય પણ નથી. ગ્રાઉન્ડ ફ્લોર પર ICU રાખવાથી સમસ્યાઓ વધશે, સાથે જ રાજ્યમાં લગભગ તમામ હોસ્પિટલના ICU બીજા, ત્રીજા અથવા ચોથા માળે જ હોય છે તેવી રજૂઆત તેઓએ કરી છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

ખાનગી હોસ્પિટલની હડતાળ મામલે AMC નાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કહ્યુ કે, હાઇકોર્ટ દ્વારા જે કહેવામાં આવ્યું એ મુજબ અમે હોસ્પિટલને નિર્દેશ કર્યો છે. આજે ખાનગી હોસ્પિટલ દ્વારા હડતાળ કરાઈ છે ત્યારે કોઈપણ દર્દીને સમસ્યા નાં થાય એવો અમારો પ્રયાસ રહેશે. અમદાવાદની વી.એસ., SVP, શારદાબેન, એલજી હોસ્પિટલમાં તમામ સુવિધાઓ દર્દીઓને પૂરી પાડવામાં આવશે. બધા ડોકટરો સ્ટેન્ડ બાય રહેશે, કોઈને સમસ્યા નહીં થાય એ અમારી જવાબદારી છે, અમે નિભાવીશું. હાઇકોર્ટ દ્વારા જે પ્રકારે અમને નિર્દેશ કરાયો છે, એ મુજબ અમે કાર્યવાહી કરીને આગળ વધી રહ્યા છે.

જે સમસ્યાઓ છે, એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું. કોર્ટના નિર્ણયથી ઉપર જઈને અમે કોઈ નિર્ણય નાં કરી શકીએ. કોઈ સમસ્યા હશે તો એનો ઉકેલ હાઇકોર્ટ અને સરકાર મળીને લાવશે, અમે કોઈ દર્દીને સમસ્યા નાં થાય એ પ્રકારે સેવાઓ ઉપલબ્ધ કરાવીશું.

ત્યારે આજે ખાનગી હોસ્પિટલની હડતાળને કારણે ઈમરજન્સી સારવાર લેવા દર્દીઓએ સરકારી, કોર્પોરેશન અથવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનો સહારો લેવાનો રહેશે.

આ પણ વાંચો –