Alleged newness in Gujarat politics
- ગુજરાતમાંથી દ્રૌપદી મુર્મૂને 10 મત વધુ મળ્યા છે. ત્યારે ક્રોસવોટિંગને લઇને કોંગ્રેસ આક્રમક મોડમાં જોવા મળી રહ્યું છે.
ભારતમા 15મા રાષ્ટ્રપતિ (President) તરીકે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની (Draupadi Murmu) જીત થઇ છે.દેશભરમાં ભાજપ અને NDAના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ (Cross voting) થયું હોવાનુ સામે આવ્યુ હતુ. ગુજરાત વિપક્ષના 10 ધારાસભ્યોએ દ્રોપદી મુર્મૂના સમર્થનમાં વોટ કર્યા છે જેને લઇને ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) આક્રમક મોડમાં આવી ગયું છે.
જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ..
ગદ્દારી કરનારની કોંગ્રેસ ઓળખ કરાશે :
ગુજરાત કોંગ્રેસ દ્વારા પક્ષ સાથે ગદ્દારી કરનારા ધારાસભ્યોની ઓળખ કરવામાં આવશે. કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યુ છે. જેની કોંગ્રેસ દ્વારા ઓળખ કરાશે. આવા ધારાસભ્યોની ઓળખ કરવા માટે કમિટીની રચના કરાશે અને તેનો રિપોર્ટ કેન્દ્રીય નેતૃત્વને સોંપવામાં આવશે. મહત્વનું છે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAના દાવા મુજબ દ્રોપદી મુર્મૂને 64 ટકા મત મળ્યા જ્યારે વિપક્ષ ઉમેદવાર યશવંત સિન્હાને 36 ટકા મત મળ્યા.
દેશમાં 17 સાંસદો, 104 ધારાસભ્યોએ કહ્યું ક્રોસ વોટિંગ :
બીજેપીએ દાવો હતો કે આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઓછામાં ઓછા 17 સાંસદોએ ક્રોસ વોટિંગ દ્વારા દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે ભાજપને મુર્મુના સમર્થનમાં 523 મતોની અપેક્ષા હતી, પરંતુ મતોની ગણતરી દર્શાવે છે કે મુર્મુને 540 સાંસદોના મત મળ્યા છે. આ કેસમાં ઓછામાં ઓછા 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું છે. એ જ રીતે 104 ધારાસભ્યોએ પણ યશવંત સિન્હાને બદલે દ્રૌપદી મુર્મુને પોતાની પહેલી પસંદ માની છે. હવે દ્રોપદી મુર્મૂ આગામી 25 જુલાઇના રોજ રાષ્ટ્રપતિના પદના શપથ લેશે.
આ પણ વાંચો –