Home Blog Page 1368

બેંકે ભૂલથી કરોડો રૂપિયા ટ્રાંસફર કર્યા, અમદાવાદના વેપારીએ તે પૈસાથી 5 લાખની કમાણી કરી લીધી.

0

The bank mistakenly transferred

  • અચાનક તેઓના એકાઉન્ટના ઓપ્શનમાં ગણી ન શકાય તેવી કરોડો રૂપિયાનું બેલેન્સ જમા થયું. જેથી તેઓએ અંદાજે 2 કરોડ રૂપિયા જેટલું ટ્રેડિંગ કર્યું હશે ત્યાં જ એપ્લિકેશનમાં ટેક્નિકલ એરરના કારણે રકમ જમા થયાનો મેસેજ આવ્યો.

જો તમને કોઈ બેંકની ટેક્નિકલ ભૂલ (Bank technical error)ના કારણે લાખો રૂપિયાનો ફાયદો થઈ જાય તો…? તો એ કદાચ તમને સપના જેવું લાગશે. પણ અમદાવાદ (Ahmedabad)ના એક વેપારી માટે આ સપનું નહિ પણ હકીકત સાબિત થઈ છે. બાપુનગર (Bapunagar)માં એમ્બ્રોઇડરીનો વેપાર કરતા વેપારીને માત્ર અડધો કલાકમાં જ 5 લાખ 43 હજારનો ફાયદો થઈ ગયો. વેપારી ખુદ પોતાને લોટરી લાગી હોય તેવો અનુભવ કરી રહ્યા છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એમ્બ્રોઇડરીનો બિઝનેસ કરતા અને શેર બજારમાં ટ્રેડિંગ કરતા વેપારી રમેશભાઈ સગરને બગાસું ખાતા જાણે પતાસું મળી ગયું બોય તેવી ઘટના તેમની સાથે બની છે. ખાનગી બેંકની શેર ટ્રેડિંગ એપમાં ટેક્નિકલ એરર એ આ વેપારીને માત્ર અડધો કલાકમાં 5 લાખ કમાઈ આપ્યા હતા.

બેંકની ટેક્નિકલ એરરના કારણે  શેર બજારમાં ટ્રેડિંગ કરતા આ વેપારીના ખાતામાં કરોડો રૂપિયા જમા થઈ ગયા હતા. જમા થયેલ ફંડના આ વેપારીએ આ રૂપિયાનું શેર ખરીદી ટ્રેડિંગ કરી નાખ્યું. અને જ્યારે બેંકની ટેકનિકલ એરર સોલ્વ થઈ અને એ વેપારીના ખાતામાંથી એ રકમ પરત થતા વેપારીએ પોતે કરેલા ટ્રેડિંગના શેર વેચી બેંકને રકમ પરત કરી હતી. જેમાં 5 લાખ 43 હજાર વધારે હતા. જેથી બેંકમાં મૂડી પરત જતા શેર ટ્રેડિંગનો 5 લાખ 43 હજાર નફાનો ફાયદો થઈ ગયો.

વેપારી રમેશભાઈ જણાવે છે કે તેઓ શેર બજારમાં 25 હજાર જેટલું જ ટ્રેડિગ કરે છે. તેઓ શેર ટ્રેડિગ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેઓના એકાઉન્ટના ઓપ્શનમાં ગણી ન શકાય તેવી કરોડો રૂપિયાનું બેલેન્સ જમા થયું. જેથી તેઓએ અંદાજે 2 કરોડ રૂપિયા જેટલું ટ્રેડિંગ કર્યું હશે ત્યાં જ એપ્લિકેશનમાં ટેક્નિકલ એરરના કારણે રકમ જમા થયાનો મેસેજ આવ્યો. અને મેસેજ જોઈ જે ટ્રેડિંગ કર્યું હતું તે શેર સેલ કરી દીધા. પરંતુ તે અડધો કલાકની શેર લે વેચમાં તેઓને 5 લાખ 43 હજાર જેટલો નફો થઈ ગયો.

ટેક્નિકલ એરર સોલ્વ થતા એ રકમ પરત કપાઈ ગઈ પણ જે ટ્રેડિંગના કારણે નફો થયો હતો તે 5 લાખ 43 હજાર હજુએ બેલેન્સમાં જમા છે. મહત્વનુ છે કે ભાગ્યે જ બનતી ઘટના વેપારી સાથે બની છે. જેના પગલે વેપારી હાલ પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે.

આ પણ વાંચો :-

અમદાવાદનો શર્મશાર કિસ્સો : બાપ સમાન આધેડે પુત્રવધુ પર નજર બગાડી આચર્યું દુષ્કર્મ 

Shameful case of Ahmedabad

  • અમદાવાદમાં સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા સસરા સામે ચોતરફથી ફિટકાર વર્ષી રહ્યો છે.

અમદાવાદમાં (Ahmedabad) સબંધને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સસરાએ હેવાનિયતની (Hevaniyat) હદ વટાવી પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું (Misdemeanor committed) હોવાનું સામે આવતા સનસનાટી મચી ગઈ છે. સમગ્ર મામલે ભોગ બનેલ પરિણીતાએ નારણપુરા પોલીસમાં (Naranpura Police) ફરિયાદ નોંધાવી છે જેંને લઈને પોલીસે આરોપી સસરા સુધી પહોંચવા તપાસ હાથ  ધરી છે.

પીડિતાએ સમગ્ર મામલે નારણપુરા પોલીસમાં કરી ફરિયાદ :

અમદાવાદ ચકચાર જગાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખુદ બાપ સમાન આધેડે પોતાની જ પુત્રવધુ પર નજર બગાડી અને દુષ્કર્મ ગુજર્યુ હતું. પરિણીતા ઘરે એકલી હતી. આ દરમીયાન એકલતાનો લાભ લઈ સસરાએ પરિણીતાને હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ આરોપી સસરાએ પરિણીતાને ધમકી આપી હતી. આથી પરિણીતાએ પોતાની આપવીતી તેના પતિ અને સાસુને કરી હતી.

જેમાં પણ પરિણીતાને  ધમકી આપી હતી. સાસુ અને પતિએ એક સંપ થઇને પરિણીતાને ઢોર માર માર્યો હતો અને આ વાતની કોઈને પણ જાણ ન કરવા જણાવ્યું હતું.આથી ભોગ બનેલી પીડિતાએ સમગ્ર મામલે નારણપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પરિણીતાની ફરિયાદને લઈને પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો –

આજથી 100 વર્ષ પહેલાં ગુજરાતમાં અહીં ફેલાઈ હતી કોલેરા મહામારી, ઢીંગલો બનાવીને નાખી હતી

0

cholera epidemic spread

  • નવસારી શહેરમાં 100 વર્ષ પૂર્વે કોલેરાની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. કોલેરાને કારણે એક મોત બાદ બીજુ મોત થયું હતું. જેથી નવસારીવાસીઓ ચિંતામાં મુકાયા હતા. ત્યારે નવસારીના એક પારસી ગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવી વિચાર કર્યો હતો.

નવસારીમાં (Navsari) 100 વર્ષ પૂર્વે આવેલી કોલેરાની મહામારીને (Epidemic of cholera) નાથવા ઢીંગલો બનાવી એની શોભાયાત્રા કાઢી પૂર્ણાં નદીમાં (Purna river) વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેરાના કેસ અટક્યા હતા. જે પરંપરાને આજે પણ નવસારીના આદિવાસી પરિવારે જાળવી રાખી છે.

નવસારી શહેરમાં 100 વર્ષ પૂર્વે કોલેરાની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. કોલેરાને કારણે એક મોત બાદ બીજુ મોત થતુ હતું. જેથી નવસારી વાસીઓ ચિંતામાં મુકાયા હતા. ત્યારે નવસારીના એક પારસી ગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવી વિચાર મુક્યો કે એક માણસના કદનો ઢીંગલો બનાવી એની પૂજા અર્ચના કર્યા બાદ એને નજીકની પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવે. જેને આદિવાસીઓએ માન્યુ અને રતિલાલ રાઠોડના પૂર્વજોએ ઘાસ અને કપડાથી ઢીંગલો બનાવ્યો હતો.

જેમાં માટીમાંથી બનાવેલ મોઢું લગાવી માથે સાફો પહેરાવી સિગારેટ પણ પીવડાવવામાં આવી હતી. સાથે જ કોલેરા ભાગે એવી માનતા પણ લીધી હતી. ત્યારબાદ દિવાસાને દિવસે દાંડીવાડના લોકોએ વાજતે ગાજતે ઢીંગલાની શોભાયાત્રા કાઢી પૂર્ણા નદીમાં વિસર્જિત કર્યો હતો. જે બાદ નવસારીમાંથી કોલેરાના કેસ ઘટયા હતા. ત્યારથી દરવર્ષે પરંપરા જાળવી ઢીંગલો બનાવવામાં આવે છે.

એકમાત્ર નવસારીમાં જ માનવ કદનો ઢીંગલો બનાવી દિવાસાને દિવસે તેની શોભાયાત્રા કાઢી નદીમાં વિસર્જન કરવામાં આવે છે. શ્રદ્ધાનું પ્રતિક બનેલા ઢીંગલા બાપાની લોકો માનતા રાખી દર્શને આવે છે અને ઉત્સાહ સાથે શોભાયાત્રામાં પણ જોડાય છે. લોક માન્યતા પ્રમાણે લગ્ન ન થવા, બાળકો ન થવા, ભણતર સહિત જીવનની અનેક સમસ્યાનું નિરાકરણ ઢીંગલા બાપા કરે છે, એવી લોકોને શ્રદ્ધા છે. જેથી દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો આવે છે અને તેમની માનતા પુરી થતા ઢીંગલી, રમતું નારિયેળ, સિગરેટ, નોટ, પેન્સિલ-રબર જેવી વસ્તુ ચઢાવે છે.

ઉલ્લેખનિય છે કે, ઢીંગલાને સિગારેટ પ્રિય હોવાની માન્યતા હોવાથી અહીં દર્શને આવતા લોકો સિગરેટ ખાસ લાવે છે અને પોતે સિગરેટ પીધા બાદ ઢીંગલાને સિગરેટ પીવડાવવામાં આવે છે.

આ પણ વાંચો :-

૨૯ જુલાઈ શુક્રવારના રોજ લક્ષ્મીજીની અસીમ કૃપાથી આ રાશિના જાતકોની ચમકી ઉઠશે કિસ્મત

On July 29, Friday Gujarat Guardian

મેષઃ

મક્કમ મનોબળને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય, પ‌રિણામે આવકનું પ્રમાણ પણ વધવા પામે. બેંક બેલેન્સ વધતું જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારો, રોકાણો બપોર સુધી કરી દેવા. ત્યારબાદ ‌દિવસ શાં‌તિથી પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. મોજશોખનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઈ-બહેન સાથે મતભેદની શક્યતા. કાર્યક્ષેત્રે બપોર સુધી સફળતા. બપોર બાદ સંઘર્ષ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રગ‌તિ થતી જણાય.

મિથુનઃ

સરળ અને ‌સિદ્ધાંતવાદી વલણ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી. પ‌રિવારમાં થોડી ઉગ્રતા રહે. માતાની ત‌બિયત અંગે સાવચેતી રાખવી. સંતાનની પ્રગ‌તિના સાક્ષી બની શકાય.

કર્કઃ

બપોર સુધી માન‌સિક સ્વસ્થતા જળવાય. ત્યારબાદ ‌ચિંતાનું વાતાવરણ પેદા થતું જણાય. આ‌ર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. નોકરી-ધંધામાં ભાગ્યનો સાથ મળી રહે.

સિંહઃ

આવક-ખર્ચનું પાસુ સરભર થતું જણાય. પ‌રિવારમાં સ્નેહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ. સ્થાવર-જંગમ ‌મિલકતથી લાભ મળતો જણાય.  સંતાન અંગેના પ્રશ્નોનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

કન્યાઃ

સરળ સ્વભાવને કારણે ‌વિશ્વાસઘાતનો ભોગ ન બનાય. એનું ધ્યાન રાખવું. આવકનું પ્રમાણ જળવાશે. રંતુ બપોર બાદ નાણાં ફસાઈ જવાની શક્યતા છે. સોબતથી સાચવવું. નોકરીમાં શાં‌તિ તથા ધંધામાં પ્રગ‌તિ.

તુલાઃ ‌

દિવસ દર‌મિયાન આનંદનો અનુભવ થાય. ખોટા ખર્ચા ટાળવા. નાના ભાઈ-બહેન સાથે મતભેદની શક્યતા. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. આરોગ્ય સારું રહેશે. ધા‌ર્મિક પ્રવાસ, પ્રસંગનું આયોજન થાય.

વૃશ્ચિકઃ

આત્મ‌વિશ્વાસ વધતો જણાય. ભાગ્યને સથવારે આવકમાં વૃ‌દ્ધિ થતી જણાય. પ‌રિવારમાં આનંદનું વાતાવરણ રહે. સંતાન સાથે મતભેદ ટાળવા. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂ‌તિ જણાય.

ધનઃ

માન‌સિક રીતે અસંતોષ રહે. ‌નિર્ણય લેવામાં ભુલ થતી જણાય. આવકમાં ખાસ વધારો જણાતો નથી. નવા રોકાણો સાવધાની પૂર્વક  કરવા. મહત્ત્વના ‌નિર્ણયો મુલતવી રાખવી. તાવ-શરદી-ખાંસીથી સાચવવું.

મકરઃ

આત્મ‌વિશ્વાસ થા ખંતમાં વૃ‌દ્ધિ થતી જણાય. યોગ્ય ખર્ચ કરવાનું આયોજન સરળ બનશે. ઓઈલ, કેરોસીન, ધાતુને લગતા ધંધામાં લાભ. ન‌‌ર્સિંગના ક્ષેત્રે નોકરી કરતી બહેનોને પ્રગ‌તિ. આંખની કાળજી રાખવી જરૂરી.

કુંભઃ

માનસિક વ્યગ્રતા રહે. નાણાંનો બગાડ અટકાવવો. ધંધાર્થીઓને પૈસા ફસાઈ  જવાના યોગ છે. આથી નાણાં ઉધાર-ઉછીના આવા નહીં. રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય સાચવવું.

મીનઃ

પોતે સાચા અને બીજા ખોટા એવી વૃત્તિ પ્રબળ બનતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ રહે. સંતાન સુખમાં વૃદ્ધિ થતી જણાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. પત્નિ સાથે મતભેદ  ટાળવા. સ્વાસ્થ્ય સારું રહેશે.

આ પણ વાંચો :-

દેશની ટોપ 10 ધનિક મહિલાઓમાં બે ગુજરાતી, જાણો કોણ છે આ ફાલ્ગુની નાયર

0

Two Gujaratis among the top 10 riches

  • ઉદ્યોગોની વાત કરીએ તો ભારતમાં ટોચની 100 સૌથી ધનવાન મહિલાઓમાં 12 દવા ક્ષેત્રમાંથી, 11 હેલ્થકેર ક્ષેત્ર ક્ષેત્રમાંથી અને 9 કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરમાંથી છે. અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝની ચાર મહિલાઓએ આ યાદીમાં જગ્યા બનાવી છે. ભોપાલ સ્થિત જેટસેટગોની કનિકા ટેકરીવાલ (33 વર્ષ) આ યાદીમાં સૌથી નાની ઉંમરની મહિલા છે.

રોશની નાદર મલ્હોત્રા (Roshni Nadar Malhotra) ભારતીની સૌથી અમીર મહિલા છે. તેમની સંપત્તિ 84.330 કરોડ રૂપિયા છે. ગત વર્ષે તેમની સંપત્તિમાં 54 ટકાનો વધારો નોંધાયો છે. રોશની બાદ ભારતની બીજી સૌથી અમીર મહિલા ગુજરાતી છે. જેમનું નામ ફાલ્ગુની નાયર છે. રોશની નાદર મલ્હોત્રાની સંપત્તિ ફાલ્ગુની નાયર (Falguni Nair) કરતાં 26 હજાર કરોડથી વધુ છે.

HCL ના સંસ્થાપક શિવ નાદરની પુત્રી છે રોશની નાદર :

કોટક પ્રાઇવેટ બેકિંગ-હુરૂન યાદીના અનુસાર એચસીએલ ટેક્નોલોજીની ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા ભારતની સૌથી ધનવાન મહિલા બની ગઇ છે. રોશની નાદર મલ્હોત્રા (40) એચસીએલ ટેક્નોલોઝીઝના સંસ્થાપક શિવ નાદરની પુત્રી છે. રોશની ભારતમાં કોઇ આઇટી કંપનીની કમાન સંભાળનાર પ્રથમ મહિલા છે. વર્ષ 2019માં રોશની ફોર્બ્સની દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં 54મા નંબર પર રહી છે.

ફાલ્ગુની નાયર પાસે છે 57 હજાર કરોડની સંપત્તિ :

બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર 59 વર્ષની ફાલ્ગુની નાયરની સંપત્તિમાં વર્ષ 2021 દરમિયાન 963 ટકાનો વધારો થયો છે. તે ભારતી બીજા નંબરની ધનિક મહિલા બની છે. ઇન્વેસ્ટમેન્ટ બેકિંગની જોબ છોડીને લગભગ એક દાયકા પહેલાં સૌદર્ય બ્રાંડ નાયકા શરૂ કરનાર ફાલ્ગુની નાયર 57,520 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે જાત મહેનતે ધનિક બનેલી મહિલાઓમાં સૌથી આગળ છે.

મુંબઇમાં ઉછરેલાં ફાલ્ગુની મહેતા લગ્ન બાદ ફાલ્ગુની નાયર બન્યાં હતાં. ફાલ્ગુની નાયરનાં દાદી કમળાબેન, દાદા રતિલાલ મહેતાની હવેલી આજે પણ મોરબીના હળવદમાં છે. ફાલ્ગુનીએ મુંબઇ યુનિવર્સિટીમાંથી બી.કોમ.માં ગ્રેજ્યુએટ થયા બાદ અમદાવાદ આઇઆઇએમમાંથી એમબીએ કર્યું હતું. 1987ના મે મહિનામાં ફાલ્ગુનીએ સંજય નાયર સાથે લગ્ન કર્યાં હતાં.

તેમને એક દીકરો અંકિત અને એક દીકરી અદ્રિતા છે. બંને સંતાનો પણ નાયકામાં માતા સાથે કામ કરી રહ્યાં છે. સંજય સાથે ફાલ્ગુનીની મુલાકાત અમદાવાદ આઇઆઇએમમાં જ થઇ હતી. ફાલ્ગુનીના પિતા બેરિંગ કંપની ચલાવતા હતા. બેન્કની મોટા પગારની નોકરી છોડી 2012માં નાયકા કંપની શરૂ કરી હતી.

ત્રીજા નંબર પર છે કિરણ મજૂમદાર-શો :

બાયોકોનની કિરણ મજૂમદાર-શોની કુલ સંપત્તિ 21 ટકા ઘટીને 29,030 કરોડ રૂપિયા રહી ગઇ છે. તે દેશની ત્રીજી સૌથી ધનિક મહિલા છે. કોટક પ્રાવિએટ બેકિંગ હુરૂન યાદીમાં 100 એવી મહિલાઓમાં સામેલ કરવામાં આવી હતી, જે ભારતમાં જન્મી અથવા ઉછેર થયો છે અને સક્રિય રૂપથી પોતાના વ્યવસાયોની સંચાલન કરી રહી છે.

રૂ. 3830 કરોડની સંપત્તિ સાથે એસ્ટ્રલ કંપનીની જાગૃતિ સંદીપ એન્જિનિયર 17મા રેન્ક પર છે. તેમની સંપત્તિમાં 149 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે રૂ. 450 કરોડની સંપત્તિ સાથે અનુપમ રસાયણ ઈન્ડિયા કંપનીનાં મોના આનંદ દેસાઈ 81મા રેન્ક પર છે. તેમની સંપત્તિમાં 29 ટકાનો વધારો થયો છે.

યાદીમાં દિલ્હી એનસીઆરમાંથી છે સૌથી વધુ મહિલાઓ :

આ યાદીમાં સામેલ 100 મહિઓલાઓની કુલ સંપત્તિ 2021 માં 53 ટકાથી વધીને 4.16 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. જે 2020 માં 2.72 કરોડ રૂપિયા હતી. આ મહિલાઓ ભારતના જીડીપીમાં બે ટકાનું યોગદાન કરે છે. યાદીમાં સૌથી વધુ દિલ્હી-એનસીઆરની 25 મહિલાઓ છે. ત્યારબાદ મુંબઇ (21) અને હૈદ્રાબાદ (12)નું સ્થાન છે.

યાદીમાં 12 મહિલાઓ છે મેડિકલ દવા ક્ષેત્રમાંથી :

ઉદ્યોગોની વાત કરીએ તો ભારતમાં ટોચની 100 સૌથી ધનવાન મહિલાઓમાં 12 દવા ક્ષેત્રમાંથી, 11 હેલ્થકેર ક્ષેત્ર ક્ષેત્રમાંથી અને 9 કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરમાંથી છે. અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝની ચાર મહિલાઓએ આ યાદીમાં જગ્યા બનાવી છે. ભોપાલ સ્થિત જેટસેટગોની કનિકા ટેકરીવાલ (33 વર્ષ) આ યાદીમાં સૌથી નાની ઉંમરની મહિલા છે. આ યાદીમાં ત્રણ પ્રોફેશનલ મેનેજર- પેપ્સિકો સાથે જોડાયેલી ઇન્દીરા નૂયી, એચડીએફસીની રેણુ સૂદ કર્નાડ અને કોટક મહિન્દ્રા બેંકની શાંતિ એકંબરમ પણ સામેલ છે.

આ પણ વાંચો :-

કેમિકલકાંડ મામલે ગૃહમંત્રાલયે 6 પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ, 2ની બદલી

Ministry of Home Affairs has

  • બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલા કેમિકલ કાંડમાં 43 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં મોતનો આંકડો હજી વધુ શકે તેવી શક્યતા છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર આ ઘટનાના પગલે ગૃહમંત્રાલય દ્રારા 6 પોલીસકર્મીને સસ્પેંડ કરવામાં આવ્યા છે.

બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલા કેમિકલ કાંડમાં (Chemical stain) 43 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં મોતનો આંકડો હજી વધુ શકે તેવી શક્યતા છે. જેને પગલે તંત્ર અને સરકાર હરકતમાં આવી ગઇ છે. બુધવારે ગૃહમંત્રીએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપી હતી. ત્યારે તાજેતરમાં મળતી માહિતી અનુસાર આ ઘટનાના પગલે ગૃહમંત્રાલય (Ministry of Home Affairs) દ્રારા 6 પોલીસકર્મીને સસ્પેંડ કરવામાં આવ્યા છે.

સસ્પેંડ કરવામાં આવેલા કર્મચારીઓમાં પી.એસ.આઈ. ભગીરથસિંહ ગંભીરસિંહ વાળા, પી.એસ.આઈ. શૈલેન્દ્રસિંહ દિલુભા રાણા, પોલીસ કર્મી સુરેશકુમાર ભગવાનભાઈ ચૌધરી, પીઆઇ  કે.પી. જાડેજા, એસ. કે. ત્રિવેદી (એસડીપીઓ બોટાદ), એનવી પટેલ (એસડીપીઓ ધોળકા)ને સસ્પેંડ કરવામાં આવ્યા છે. જ્યારે બોટાદ એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં જે પણ આરોપીઓની સંડોવણી ખૂલી છે તેમનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. એટલું જ નહીં, સ્પેશીયલ PP ની નિમંણૂક કરી છે. આ ઘટનામાં 15 ગુનેગારોને 2 દિવસમાં પકડી લીધા છે. આ ઘટનામાં ગુજરાતના વોંટેડ બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો છે. જેનું નામ પીન્ટું છે. સરપંચના પત્ર બાદ પોલીસે 6 વાર રેડ કરી છે. છેલ્લા 20 દિવસથી દેશી દારૂના અડ્ડા પોલીસે બંધ કરાવ્યા હતા, એવું સ્થાનિકોએ મિડીયાને પણ જણાવ્યું છે.

બરવાળા કેમિકલ કાંડમાં બુધવારે મુખ્ય બંને આરોપીના 6 દિવસના રિમાન્ડ બરવાળા કોર્ટે મંજુર કર્યા હતા. આજે ગજુબેન પ્રવીણભાઈ વડોદરિયા અને પિન્ટુ રસિકભાઈ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. બીજી બાજુ પોલીસે કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો –

લઠ્ઠાકાંડ બાદ તાપી જિલ્લાના સાત ગામનો મહત્વપૂર્ણ નિર્ણય, બન્યો જિલ્લાભરમાં ચર્ચાનો વિષય

0

An important decision of seven villages

  • તાપી જિલ્લાના વ્યારા તાલુકાનું રાણીઅંબા ગ્રૂપ ગ્રામ પંચાયત કે જેમાં સાત જેટલા ગામોનો સમાવેશ થાય છે. આ મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા ગામની પંચાયત સભ્યોએ સર્વાનુમતે ગામમાં દારૂ વેચવું, બનાવવું કે પીવું નહીં, જો આમ કરતા પકડાશે તો તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની ચીમકી આપતો ઠરાવ કરવામાં આવ્યો છે.

ગુજરાતભરમાં લઠ્ઠાકાંડનો (Lattakand) મુદ્દો લોક ચર્ચાએ ચઢ્યો છે. સરકાર પણ આ મુદ્દે ગંભીરતાથી કામગીરી કરી રહી છે. કેટલાક રાજકીય પક્ષો તેને મુદ્દો બનાવી રહ્યા છે. પરંતુ આ અંગે કોઈ ચોક્કસ અને નક્કર કાર્યવાહી થઈ રહી ન હોય તેવું હાલ લાગી રહ્યું છે. પરંતુ આ વચ્ચે એક આદિવાસી વસ્તી (Tribal population) ધરાવતા તાપી જિલ્લાના એક ગામે મહત્વનો નિર્ણય લીધો છે. જે હાલ જિલ્લાભરમાં ચર્ચિત બન્યો છે.

તાપી જિલ્લાના વ્યારા તાલુકાનું રાણીઅંબા ગ્રૂપ ગ્રામ પંચાયત કે જેમાં સાત જેટલા ગામોનો સમાવેશ થાય છે. આ મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા ગામની પંચાયત સભ્યોએ સર્વાનુમતે ગામમાં દારૂ વેચવું, બનાવવું કે પીવું નહીં, જો આમ કરતા પકડાશે તો તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની ચીમકી આપતો ઠરાવ કરવામાં આવ્યો છે. જેને ગામવાસીઓ પણ સ્વીકારીને પંચાયતનો નિર્ણય સરાહનીય હોવાનું જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના કુકરમુંડા ગામે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ રાત દિવસ ખુલ્લે આમ દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. જેને બંધ કરાવવા માટે મહિલાઓએ મામલતદારને આવેનદપત્ર આપી તાત્કાલિક દારૂ બંધ કરવવા માંગણી કરાવવામાં આવી રહી છે. પરંતુ તેમાં કોઈ હલ નીકળતો નહોતો.

તાપી જિલ્લાના બોર્ડર પર આવેલા કુકરમુંડા તાલુકામાં ઘણા મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મજૂરી કામ કરી પોતાની જીવન ગુજરાન ચલાવે છે, અને ગામની અંદર દરેક વિસ્તારમાં દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. કુકરમુંડાના પાટીપાડાથી ઈટવાઈ તેમજ પીશાવર સુધીના ગામડાઓમાં દારૂની ભઠ્ઠીઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના આદિવાસી પરિવારના પુરુષ અને યુવાનો દિવસ અને રાત દારૂ ગાળવાની ભઠ્ઠી નજીક જોવા મળી રહ્યાં છે. પુરૂષો દારૂના વ્યસનથી ઘરની મહિલા અને બાળકોને મારઝૂડ કરતાં જોવા મળે છે.

રોજ આદિવાસી વિસ્તારોના ઘરોમાં ઝઘડા થાય છે. આ વિસ્તારની મહિલાઓ પતિ રોજ દારૂ પીને મારૂઝડથી કંટાળી ગઈ છે, અને ઘણી સ્ત્રીઓ ભર જુવાનીમાં વિધવા બની છે. જે લઈ કુકરમુંડાની દારૂ ભઠ્ઠી બંધ કરવામાં આવે માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. કુકરમુંડા તાલુકાના ગામડામાં દારૂ બંધ કરવામાં નહીં આવે તો મહિલા સંગઠન વતી ગામડામાં રડે પાડી દારૂ ભઠ્ઠી તોડ ફોડ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

વરસાદનો બીજો રાઉન્ડ પુરો ! હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી વરસાદને લઈને કરી આગાહી

0

Another round of rain is over

  • ગુજરાતમાં છેલ્લા 10-15 દિવસમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી છે. બીજી તરફ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદનો વધુ એક રાઉન્ડની આગાહી કરી છે.

રાજ્યમાં હાલ વરસાદી માહોલ (Rainy weather) ચાલી રહ્યો છે. ગુજરાતમાં બીજો રાઉન્ડનો ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. પરંતુ આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. તેમ છતાં ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી તો છે જ. આગામી 24 કલાકમાં બનાસકાંઠા (Banaskantha) અને સાબરકાંઠામાં (Sabarkantha) વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બીજી બાજુ ગુજરાતમાં 66 ટકા વરસાદ પડી ચૂક્યો છે. આ વર્ષે સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છમાં વધુ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 10-15 દિવસમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી છે. બીજી તરફ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદનો વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 27મી જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તે પાક્કું છે. પરંતુ એક અઠવાડિયા બાદ દેશમાં ફરીથી સોમાચું સક્રિય થશે અને બીજી ઓગસ્ટથી ચોથી ઓગસ્ટ સુધી ભારે વરસાદનો યોગ છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં પણ વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલ એટલે કે 28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે.

અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો ?

ગુજરાત રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 69.22 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં 117.16 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 55.77 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 60.38 ટકા, સૌરાષ્ટ્રમાં 61.32 ટકા અને દક્ષિમ ગુજરાતમાં 81.92 ટકા વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો :-