બેંકે ભૂલથી કરોડો રૂપિયા ટ્રાંસફર કર્યા, અમદાવાદના વેપારીએ તે પૈસાથી 5 લાખની કમાણી કરી લીધી.

Share this story

The bank mistakenly transferred

  • અચાનક તેઓના એકાઉન્ટના ઓપ્શનમાં ગણી ન શકાય તેવી કરોડો રૂપિયાનું બેલેન્સ જમા થયું. જેથી તેઓએ અંદાજે 2 કરોડ રૂપિયા જેટલું ટ્રેડિંગ કર્યું હશે ત્યાં જ એપ્લિકેશનમાં ટેક્નિકલ એરરના કારણે રકમ જમા થયાનો મેસેજ આવ્યો.

જો તમને કોઈ બેંકની ટેક્નિકલ ભૂલ (Bank technical error)ના કારણે લાખો રૂપિયાનો ફાયદો થઈ જાય તો…? તો એ કદાચ તમને સપના જેવું લાગશે. પણ અમદાવાદ (Ahmedabad)ના એક વેપારી માટે આ સપનું નહિ પણ હકીકત સાબિત થઈ છે. બાપુનગર (Bapunagar)માં એમ્બ્રોઇડરીનો વેપાર કરતા વેપારીને માત્ર અડધો કલાકમાં જ 5 લાખ 43 હજારનો ફાયદો થઈ ગયો. વેપારી ખુદ પોતાને લોટરી લાગી હોય તેવો અનુભવ કરી રહ્યા છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એમ્બ્રોઇડરીનો બિઝનેસ કરતા અને શેર બજારમાં ટ્રેડિંગ કરતા વેપારી રમેશભાઈ સગરને બગાસું ખાતા જાણે પતાસું મળી ગયું બોય તેવી ઘટના તેમની સાથે બની છે. ખાનગી બેંકની શેર ટ્રેડિંગ એપમાં ટેક્નિકલ એરર એ આ વેપારીને માત્ર અડધો કલાકમાં 5 લાખ કમાઈ આપ્યા હતા.

બેંકની ટેક્નિકલ એરરના કારણે  શેર બજારમાં ટ્રેડિંગ કરતા આ વેપારીના ખાતામાં કરોડો રૂપિયા જમા થઈ ગયા હતા. જમા થયેલ ફંડના આ વેપારીએ આ રૂપિયાનું શેર ખરીદી ટ્રેડિંગ કરી નાખ્યું. અને જ્યારે બેંકની ટેકનિકલ એરર સોલ્વ થઈ અને એ વેપારીના ખાતામાંથી એ રકમ પરત થતા વેપારીએ પોતે કરેલા ટ્રેડિંગના શેર વેચી બેંકને રકમ પરત કરી હતી. જેમાં 5 લાખ 43 હજાર વધારે હતા. જેથી બેંકમાં મૂડી પરત જતા શેર ટ્રેડિંગનો 5 લાખ 43 હજાર નફાનો ફાયદો થઈ ગયો.

વેપારી રમેશભાઈ જણાવે છે કે તેઓ શેર બજારમાં 25 હજાર જેટલું જ ટ્રેડિગ કરે છે. તેઓ શેર ટ્રેડિગ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેઓના એકાઉન્ટના ઓપ્શનમાં ગણી ન શકાય તેવી કરોડો રૂપિયાનું બેલેન્સ જમા થયું. જેથી તેઓએ અંદાજે 2 કરોડ રૂપિયા જેટલું ટ્રેડિંગ કર્યું હશે ત્યાં જ એપ્લિકેશનમાં ટેક્નિકલ એરરના કારણે રકમ જમા થયાનો મેસેજ આવ્યો. અને મેસેજ જોઈ જે ટ્રેડિંગ કર્યું હતું તે શેર સેલ કરી દીધા. પરંતુ તે અડધો કલાકની શેર લે વેચમાં તેઓને 5 લાખ 43 હજાર જેટલો નફો થઈ ગયો.

ટેક્નિકલ એરર સોલ્વ થતા એ રકમ પરત કપાઈ ગઈ પણ જે ટ્રેડિંગના કારણે નફો થયો હતો તે 5 લાખ 43 હજાર હજુએ બેલેન્સમાં જમા છે. મહત્વનુ છે કે ભાગ્યે જ બનતી ઘટના વેપારી સાથે બની છે. જેના પગલે વેપારી હાલ પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે.

આ પણ વાંચો :-