Shameful case of Ahmedabad
- અમદાવાદમાં સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા સસરા સામે ચોતરફથી ફિટકાર વર્ષી રહ્યો છે.
અમદાવાદમાં (Ahmedabad) સબંધને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સસરાએ હેવાનિયતની (Hevaniyat) હદ વટાવી પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું (Misdemeanor committed) હોવાનું સામે આવતા સનસનાટી મચી ગઈ છે. સમગ્ર મામલે ભોગ બનેલ પરિણીતાએ નારણપુરા પોલીસમાં (Naranpura Police) ફરિયાદ નોંધાવી છે જેંને લઈને પોલીસે આરોપી સસરા સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.
પીડિતાએ સમગ્ર મામલે નારણપુરા પોલીસમાં કરી ફરિયાદ :
અમદાવાદ ચકચાર જગાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખુદ બાપ સમાન આધેડે પોતાની જ પુત્રવધુ પર નજર બગાડી અને દુષ્કર્મ ગુજર્યુ હતું. પરિણીતા ઘરે એકલી હતી. આ દરમીયાન એકલતાનો લાભ લઈ સસરાએ પરિણીતાને હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ આરોપી સસરાએ પરિણીતાને ધમકી આપી હતી. આથી પરિણીતાએ પોતાની આપવીતી તેના પતિ અને સાસુને કરી હતી.
જેમાં પણ પરિણીતાને ધમકી આપી હતી. સાસુ અને પતિએ એક સંપ થઇને પરિણીતાને ઢોર માર માર્યો હતો અને આ વાતની કોઈને પણ જાણ ન કરવા જણાવ્યું હતું.આથી ભોગ બનેલી પીડિતાએ સમગ્ર મામલે નારણપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પરિણીતાની ફરિયાદને લઈને પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો –