Zelensky’s photo shoot with his wife in the middle of the war with Russia was condemned
- રશિયા અને યુક્રેનના યુદ્ધની તાબાહી વચ્ચે ઝેલેન્સકીએ પ્રખ્યાત ફેશન મેગેઝિન Vogue માટે ફોટો પડાવ્યા છે.
આ તસવીરોમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સ્કા (Olena Zelenska) સાથે જોવા મળે છે. આ તસવીરો વોગ મેગેઝિનની ઓનલાઈન એડિશન માટે લેવામાં આવી હતી.
આ તસવીરો ઓલેના ઝેલેન્સ્કા (Olena Zelenska)એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram account) પર શેર કરી છે. ઓલેનાએ લખ્યું છે કે, વોગ મેગેઝીનના કવર પર આવવું એ ઘણા લોકોનું સપનું છે અને તે ખૂબ જ પ્રતિષ્ઠાની વાત છે.
તેણે કહ્યું છે કે, તે યુક્રેનની દરેક મહિલાને અહીંયા જોવા માંગજે. જેઓ હાલમાં શરણાર્થી શિબિરોમાં યુદ્ધની પીડા સહન કરી રહ્યા છે. તેને આ મેગેઝીનના કવર પર આવવાનો અધિકાર છે અને આ તેમની ક્ષમતા બતાવે છે.
જોકે અનેક લોકો આ તસવીરોની નિંદા કરી રહ્યા છે. જેમાં એક યુઝર્સે લખ્યું છે કે, શું ઝેલેન્સકી પાસે હજુ પણ આ બધું કરવાનો સમય છે. ઓલેના ઝેલેન્સ્કા અને ઝેલેન્સકી બંને એક જ શાળામાં ભણ્યા હતા. તે અલગ વાત છે કે, ઓલેના ઝેલેન્સકીની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે મળી હતી.
ઓલેના ઝેલેન્સકાએ આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો છે. બાદમાં તેણે લેખનમાં રસ દાખવ્યો હતો. દરેક વ્યક્તિ જાણે છે કે, વોલોડિમિર ઝેલેન્સકી રાજકારણ પહેલાં હાસ્ય કલાકાર હતા. તે સમયે તેમની કોમેડી લેખક તેમની પત્ની ઓલેના હતી. આ કપલને 2 બાળકો પણ છે. સાથે જ ઝેલેન્સકી પોતાના સત્તાવાર કામમાં વ્યસ્ત છે ત્યારે ઓલેનાં દેશમાં બાળકો અને મહિલઓને સામેલ કરતી ઝુંબેશનો ભાગ બની રહી છે.
આ પણ વાંચો –