લઠ્ઠાકાંડ બાદ તાપી જિલ્લાના સાત ગામનો મહત્વપૂર્ણ નિર્ણય, બન્યો જિલ્લાભરમાં ચર્ચાનો વિષય

Share this story

An important decision of seven villages

  • તાપી જિલ્લાના વ્યારા તાલુકાનું રાણીઅંબા ગ્રૂપ ગ્રામ પંચાયત કે જેમાં સાત જેટલા ગામોનો સમાવેશ થાય છે. આ મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા ગામની પંચાયત સભ્યોએ સર્વાનુમતે ગામમાં દારૂ વેચવું, બનાવવું કે પીવું નહીં, જો આમ કરતા પકડાશે તો તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની ચીમકી આપતો ઠરાવ કરવામાં આવ્યો છે.

ગુજરાતભરમાં લઠ્ઠાકાંડનો (Lattakand) મુદ્દો લોક ચર્ચાએ ચઢ્યો છે. સરકાર પણ આ મુદ્દે ગંભીરતાથી કામગીરી કરી રહી છે. કેટલાક રાજકીય પક્ષો તેને મુદ્દો બનાવી રહ્યા છે. પરંતુ આ અંગે કોઈ ચોક્કસ અને નક્કર કાર્યવાહી થઈ રહી ન હોય તેવું હાલ લાગી રહ્યું છે. પરંતુ આ વચ્ચે એક આદિવાસી વસ્તી (Tribal population) ધરાવતા તાપી જિલ્લાના એક ગામે મહત્વનો નિર્ણય લીધો છે. જે હાલ જિલ્લાભરમાં ચર્ચિત બન્યો છે.

તાપી જિલ્લાના વ્યારા તાલુકાનું રાણીઅંબા ગ્રૂપ ગ્રામ પંચાયત કે જેમાં સાત જેટલા ગામોનો સમાવેશ થાય છે. આ મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા ગામની પંચાયત સભ્યોએ સર્વાનુમતે ગામમાં દારૂ વેચવું, બનાવવું કે પીવું નહીં, જો આમ કરતા પકડાશે તો તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની ચીમકી આપતો ઠરાવ કરવામાં આવ્યો છે. જેને ગામવાસીઓ પણ સ્વીકારીને પંચાયતનો નિર્ણય સરાહનીય હોવાનું જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના કુકરમુંડા ગામે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ રાત દિવસ ખુલ્લે આમ દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. જેને બંધ કરાવવા માટે મહિલાઓએ મામલતદારને આવેનદપત્ર આપી તાત્કાલિક દારૂ બંધ કરવવા માંગણી કરાવવામાં આવી રહી છે. પરંતુ તેમાં કોઈ હલ નીકળતો નહોતો.

તાપી જિલ્લાના બોર્ડર પર આવેલા કુકરમુંડા તાલુકામાં ઘણા મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મજૂરી કામ કરી પોતાની જીવન ગુજરાન ચલાવે છે, અને ગામની અંદર દરેક વિસ્તારમાં દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. કુકરમુંડાના પાટીપાડાથી ઈટવાઈ તેમજ પીશાવર સુધીના ગામડાઓમાં દારૂની ભઠ્ઠીઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના આદિવાસી પરિવારના પુરુષ અને યુવાનો દિવસ અને રાત દારૂ ગાળવાની ભઠ્ઠી નજીક જોવા મળી રહ્યાં છે. પુરૂષો દારૂના વ્યસનથી ઘરની મહિલા અને બાળકોને મારઝૂડ કરતાં જોવા મળે છે.

રોજ આદિવાસી વિસ્તારોના ઘરોમાં ઝઘડા થાય છે. આ વિસ્તારની મહિલાઓ પતિ રોજ દારૂ પીને મારૂઝડથી કંટાળી ગઈ છે, અને ઘણી સ્ત્રીઓ ભર જુવાનીમાં વિધવા બની છે. જે લઈ કુકરમુંડાની દારૂ ભઠ્ઠી બંધ કરવામાં આવે માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. કુકરમુંડા તાલુકાના ગામડામાં દારૂ બંધ કરવામાં નહીં આવે તો મહિલા સંગઠન વતી ગામડામાં રડે પાડી દારૂ ભઠ્ઠી તોડ ફોડ કરવામાં આવશે.

આ પણ વાંચો :-