સરથાણાની ખાનગી હોસ્પિટલમાં પરિણીતાનું મોત ; ડોક્ટર પર લાગ્યો મોટો આક્ષેપ

Share this story

Death of wife

  • જોકે પ્રિયંકાનું મોત તેને વધારે પડતું એનેસ્થેસિયા આપવાથી તથા તબીબો સહિત સ્ટાફ્ની બેદરકારીના કારણે થયું હોવાનો આરોપ પરિવારે કર્યો હતો.પરિવારના આક્ષેપોના આધારે સરથાણા પોલીસ દ્વારા મૃતક પ્રિયંકાનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે.

રાજ્યમાં એવા ઘણી ઘટનાઓ બનતી હોય છે, જેમાં બેદરકારીના કારણે દર્દીને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે, ત્યારે સુરત શહેરના કાપોદ્રાની (Kapodra) મહિલાનું સરથાણાની ખાનગી હોસ્પિટલમાં (Private Hospital) એપેન્ડિક્સના ઓપરેશન (Operations of the appendix) બાદ તબિયત વધુ લથડતા મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં આ ઘટના બાદ વિવાદ વકર્યો હતો.

વિવાદને પગલે પતિ સહિત પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સહિત સ્ટાફની બેદરકારીના કારણે તેનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મામલો બિચકાતા પરિવારે પોલીસ કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનું જણાવ્યું હતું.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં ઘેટી ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક અણધણ ઓનલાઇન માર્કેટિંગની ઓફ્સિ ચલાવે છે. તેમની પત્ની ૨૫ વર્ષીય પ્રિયંકાને એપેન્ડિક્સની તકલીફ હતી. જેથી તેણીનું સરથાણા જકાતનાકાની આનંદ સર્જિકલ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સોમવારે સવારના સમયે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યાં ઓપરેશન બાદ પ્રિયંકાની તબિયત લથડવા લાગતા તેનું મોત થયું હતું.

વધુમાં વિવેકના જણાવ્યા મુજબ પ્રિયંકાનું ઓપરેશન કર્યા બાદ કલાકો સુધી ભાનમાં આવી ન હતી. ત્યારબાદ ડોક્ટરને જાણ કરવામાં આવી હતી. ડોક્ટરે તપાસ કરતા પ્રિયંકાનું હૃદયના હુમલાને કારણે મોત થયું હોય તેવું લાગી રહ્યું છે.

જોકે પ્રિયંકાનું મોત તેને વધારે પડતું એનેસ્થેસિયા આપવાથી તથા તબીબો સહિત સ્ટાફ્ની બેદરકારીના કારણે થયું હોવાનો આરોપ પરિવારે કર્યો હતો.પરિવારના આક્ષેપોના આધારે સરથાણા પોલીસ દ્વારા મૃતક પ્રિયંકાનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે તથા સેમ્પલ લઈને લેબમાં મોકલી આપ્યા છે.

રિપોર્ટ આવ્યા બાદ કારણ જાણવા મળશે. પોસ્ટમોર્ટમ થયા બાદ પણ મંગળવારે રાત સુધી મૃતક પ્રિયંકાના પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો ન હતો. તેઓએ હોસ્પિટલના તબીબ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી બાદ જ મૃતદેહ સ્વીકારવાની માંગ કરી હતી.

આ પણ વાંચો :-