શું તમારે આવે છે મસમોટું લાઈટ બિલ ? 24 કલાક ફ્રી વીજળી માટે સરકારની આ યોજનાનો લાભ લો

Share this story

Do you get a huge light bill

  • આ સરકારી યોજના દ્વારા તમે 24 કલાક ફ્રી વીજળી મેળવી શકશો. 25 વર્ષ સુધી તમારે કોઈ બિલ પણ નહીં આવે. ફટાફટ ચેક કરો વિગતો….

ગરમીની ઋતુમાં સૌથી વધુ વીજળીના (Electricity) મસમોટા બિલ પરેશાની ઊભી કરતા હોય છે. લોકોના ખિસ્સા ખાલી થઈ જતા હોય છે. ઉપરથી પાવરકટની મગજમારી અલગ. આવામાં તમારે ગ્રીન એનર્જી તરફ આગળ વધવું જોઈએ. જેનાથી વીજળીકાપથી (power outage) તો રાહત મળશે જ આ સાથે મોંઘા બિલથી પણ છૂટકારો મળશે. આ માટે તમારે તમારા ઘરની છત પર સોલર પેનલ (Solar panel) લગાવવી પડશે. જેમાં સરકાર પણ તમારી મદદ  કરશે.

સરકાર કરશે આ રીતે મદદ

સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે અને તમારા ઘરની છત પર તેને લગાવીને તમે તમારી જરૂરિયાત મુજબ સરળતાથી વીજળી ઉત્પન્ન કરી શકો છો. સોલર પેનલ લગાવવામાં કેટલો આવે છે અને તેમાં તમને સરકાર તરફથી શું સબસિડી મળશે તે વિગતો જાણો…

કેટલી મોટી પેનલની જરૂર તે જાણવું જરૂરી :

સોલર પેનલ લગાવવા માટે સૌથી પહેલા તો તમને એ માહિતી હોવી જોઈએ કે તમારે કેટલી વીજળીની જરૂર છે અને તમારે કેટલી મોટી સોલર  પેનલ મૂકાવવી પડશે. જો તમારી રોજની વીજળીની જરૂરિયાત 6થી 8 યુનિટ હોય તો તે માટે 2 કિલોવોટની સોલર પેનલ મૂકાવવી પડશે. તેમાં તમને ચાર સોલર પેનલ મળશે. જેને એકસાથે ભેગી કરીને લગાવવી પડે છે.

કેટલો આવશે ખર્ચ અને સબસિડીની વિગતો :

2 કિલો વોટની સોલર પેનલ લગાવવા માટે લગભગ 1.2 લાખ રૂપિયા ખર્ચ કરવા પડે છે. પરંતુ જો તમે તમારા ઘર પર લગાવશો તો સરકાર તેના પર 40 ટકા સબસિડી આપશે. એટલે કે 2 કિલોવોટની સોલર પેનલ માટે તમારે માત્ર 72 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે. સોલર પેનલની સરેરાશ લાઈફ લગભગ 25 વર્ષ હોય છે. એટલે કે એકવાર પૈસા ખર્ચ કરીને 25 વર્ષ સુધી તમે વીજળીના તોતિંગ બિલથી છૂટકારો મેળવી શકો છે.

સોલર પેનલ માટે કેવી રીતે કરશો અરજી :

સૂર્ય ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની Ministry of New & Renewable Energy તરફથી સોલર રૂફ ટોપ યોજના ચલાવવામાં આવે છે. સોલર પેનલ લગાવવા માટે સોલર રૂફ ટોપ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ https://solarrooftop.gov.in/  પર જાઓ અને અપ્લાય ફોર સોલર રૂફટોપ પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે. જ્યાં રાજ્ય મુજબ લિંક પર ક્લિક કરો. ત્યારબાદ એક ફોર્મ ખુલશે. જેમાં તમે તમામ ડિટેલ્સ ભરી દો. સોલર પેનલ લગાવ્યાના 30 દિવસની અંદર સરકાર તરફથી સબસિડીની રકમ તમારા એકાઉન્ટમાં જમા કરી દેવાશે.

આ પણ વાંચો –