દેશની ટોપ 10 ધનિક મહિલાઓમાં બે ગુજરાતી, જાણો કોણ છે આ ફાલ્ગુની નાયર

Share this story

Two Gujaratis among the top 10 riches

  • ઉદ્યોગોની વાત કરીએ તો ભારતમાં ટોચની 100 સૌથી ધનવાન મહિલાઓમાં 12 દવા ક્ષેત્રમાંથી, 11 હેલ્થકેર ક્ષેત્ર ક્ષેત્રમાંથી અને 9 કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરમાંથી છે. અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝની ચાર મહિલાઓએ આ યાદીમાં જગ્યા બનાવી છે. ભોપાલ સ્થિત જેટસેટગોની કનિકા ટેકરીવાલ (33 વર્ષ) આ યાદીમાં સૌથી નાની ઉંમરની મહિલા છે.

રોશની નાદર મલ્હોત્રા (Roshni Nadar Malhotra) ભારતીની સૌથી અમીર મહિલા છે. તેમની સંપત્તિ 84.330 કરોડ રૂપિયા છે. ગત વર્ષે તેમની સંપત્તિમાં 54 ટકાનો વધારો નોંધાયો છે. રોશની બાદ ભારતની બીજી સૌથી અમીર મહિલા ગુજરાતી છે. જેમનું નામ ફાલ્ગુની નાયર છે. રોશની નાદર મલ્હોત્રાની સંપત્તિ ફાલ્ગુની નાયર (Falguni Nair) કરતાં 26 હજાર કરોડથી વધુ છે.

HCL ના સંસ્થાપક શિવ નાદરની પુત્રી છે રોશની નાદર :

કોટક પ્રાઇવેટ બેકિંગ-હુરૂન યાદીના અનુસાર એચસીએલ ટેક્નોલોજીની ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા ભારતની સૌથી ધનવાન મહિલા બની ગઇ છે. રોશની નાદર મલ્હોત્રા (40) એચસીએલ ટેક્નોલોઝીઝના સંસ્થાપક શિવ નાદરની પુત્રી છે. રોશની ભારતમાં કોઇ આઇટી કંપનીની કમાન સંભાળનાર પ્રથમ મહિલા છે. વર્ષ 2019માં રોશની ફોર્બ્સની દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં 54મા નંબર પર રહી છે.

ફાલ્ગુની નાયર પાસે છે 57 હજાર કરોડની સંપત્તિ :

બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર 59 વર્ષની ફાલ્ગુની નાયરની સંપત્તિમાં વર્ષ 2021 દરમિયાન 963 ટકાનો વધારો થયો છે. તે ભારતી બીજા નંબરની ધનિક મહિલા બની છે. ઇન્વેસ્ટમેન્ટ બેકિંગની જોબ છોડીને લગભગ એક દાયકા પહેલાં સૌદર્ય બ્રાંડ નાયકા શરૂ કરનાર ફાલ્ગુની નાયર 57,520 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે જાત મહેનતે ધનિક બનેલી મહિલાઓમાં સૌથી આગળ છે.

મુંબઇમાં ઉછરેલાં ફાલ્ગુની મહેતા લગ્ન બાદ ફાલ્ગુની નાયર બન્યાં હતાં. ફાલ્ગુની નાયરનાં દાદી કમળાબેન, દાદા રતિલાલ મહેતાની હવેલી આજે પણ મોરબીના હળવદમાં છે. ફાલ્ગુનીએ મુંબઇ યુનિવર્સિટીમાંથી બી.કોમ.માં ગ્રેજ્યુએટ થયા બાદ અમદાવાદ આઇઆઇએમમાંથી એમબીએ કર્યું હતું. 1987ના મે મહિનામાં ફાલ્ગુનીએ સંજય નાયર સાથે લગ્ન કર્યાં હતાં.

તેમને એક દીકરો અંકિત અને એક દીકરી અદ્રિતા છે. બંને સંતાનો પણ નાયકામાં માતા સાથે કામ કરી રહ્યાં છે. સંજય સાથે ફાલ્ગુનીની મુલાકાત અમદાવાદ આઇઆઇએમમાં જ થઇ હતી. ફાલ્ગુનીના પિતા બેરિંગ કંપની ચલાવતા હતા. બેન્કની મોટા પગારની નોકરી છોડી 2012માં નાયકા કંપની શરૂ કરી હતી.

ત્રીજા નંબર પર છે કિરણ મજૂમદાર-શો :

બાયોકોનની કિરણ મજૂમદાર-શોની કુલ સંપત્તિ 21 ટકા ઘટીને 29,030 કરોડ રૂપિયા રહી ગઇ છે. તે દેશની ત્રીજી સૌથી ધનિક મહિલા છે. કોટક પ્રાવિએટ બેકિંગ હુરૂન યાદીમાં 100 એવી મહિલાઓમાં સામેલ કરવામાં આવી હતી, જે ભારતમાં જન્મી અથવા ઉછેર થયો છે અને સક્રિય રૂપથી પોતાના વ્યવસાયોની સંચાલન કરી રહી છે.

રૂ. 3830 કરોડની સંપત્તિ સાથે એસ્ટ્રલ કંપનીની જાગૃતિ સંદીપ એન્જિનિયર 17મા રેન્ક પર છે. તેમની સંપત્તિમાં 149 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે રૂ. 450 કરોડની સંપત્તિ સાથે અનુપમ રસાયણ ઈન્ડિયા કંપનીનાં મોના આનંદ દેસાઈ 81મા રેન્ક પર છે. તેમની સંપત્તિમાં 29 ટકાનો વધારો થયો છે.

યાદીમાં દિલ્હી એનસીઆરમાંથી છે સૌથી વધુ મહિલાઓ :

આ યાદીમાં સામેલ 100 મહિઓલાઓની કુલ સંપત્તિ 2021 માં 53 ટકાથી વધીને 4.16 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. જે 2020 માં 2.72 કરોડ રૂપિયા હતી. આ મહિલાઓ ભારતના જીડીપીમાં બે ટકાનું યોગદાન કરે છે. યાદીમાં સૌથી વધુ દિલ્હી-એનસીઆરની 25 મહિલાઓ છે. ત્યારબાદ મુંબઇ (21) અને હૈદ્રાબાદ (12)નું સ્થાન છે.

યાદીમાં 12 મહિલાઓ છે મેડિકલ દવા ક્ષેત્રમાંથી :

ઉદ્યોગોની વાત કરીએ તો ભારતમાં ટોચની 100 સૌથી ધનવાન મહિલાઓમાં 12 દવા ક્ષેત્રમાંથી, 11 હેલ્થકેર ક્ષેત્ર ક્ષેત્રમાંથી અને 9 કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરમાંથી છે. અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝની ચાર મહિલાઓએ આ યાદીમાં જગ્યા બનાવી છે. ભોપાલ સ્થિત જેટસેટગોની કનિકા ટેકરીવાલ (33 વર્ષ) આ યાદીમાં સૌથી નાની ઉંમરની મહિલા છે. આ યાદીમાં ત્રણ પ્રોફેશનલ મેનેજર- પેપ્સિકો સાથે જોડાયેલી ઇન્દીરા નૂયી, એચડીએફસીની રેણુ સૂદ કર્નાડ અને કોટક મહિન્દ્રા બેંકની શાંતિ એકંબરમ પણ સામેલ છે.

આ પણ વાંચો :-