HomeNagar Charyaઆનાથી મોટો ચમત્કાર કયો હોઈ શકે ? ગણતરીના વર્ષોમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ...

આનાથી મોટો ચમત્કાર કયો હોઈ શકે ? ગણતરીના વર્ષોમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ દેશમાં અને વિશ્વમાં હિંદુ સનાતન ધર્મ સાથે જોડાયેલાં મંદિરો સહિત ૧૩૦૦ સંસ્થાઓ સાકાર કરી!!

Date:

Related stories

શ્રીરામ સાથે છેતરપિંડી? આ મંદિરને દાનનો આટલાં કરોડનો ચેક બાઉન્સ

એક તરફ આયોધ્યાના રામ મંદિરમાં ટ્રસ્ટના કર્મચારિઓ જ કરોડો...

VIDEO: વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફીમાં 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ

માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ...

VIDEO નેપાળ પૂરનો કહેરઃ મૃત્યુઆંક 903ને પાર, હજારો લાપતા; ભારતીયોને લઈને પણ સામે આવી મોટી અપડેટ

નેપાળમાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓના વિનાશક પૂર બાદ તબાહીનું...

નાણાં, નોકરી અને પરિવાર… 31 ઓગસ્ટે કોની કિસ્મત લેશે વળાંક? વાંચો આજનું રાશિફળ

૩૧ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ...
spot_img

સુરતની મુલાકાતે આવેલા જ્ઞાનવત્સલ સ્વામીએ કરેલી વાતોએ લોકોને દિગ્મૂઢ કરી દીધા

BAPSના સૌપ્રથમ અટલાદરા ખાતેના મંદિરનું નિર્માણ કરવા જરૂર પડી ત્યારે ખુદ પ્રમુખસ્વામી ચક્કીમાં ચૂનો પીસવા બળદની જગ્યાએ જોડાઈને ચૂનો પીસતા હતા…

અમેરિકા, પેરિસ, આફ્રિકા સહિત અન્ય દેશોમાં હિંદુ સનાતન મંદિરોનાં નિર્માણ બાદ ઈસ્લામિક દેશ અબુધાબીમાં મંદિરનું નિર્માણ કરીને ઇતિહાસ રચ્યો હતો, વળી, અબુધાબીના રાજા શેખે મંદિરનિર્માણ માટે ૨૭ એકર જમીન ફાળવવા સાથે વીજળી, પાણી આજીવન વંશપરંપરાગત માફ કરી દીધા

અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટમાં ૨૮૬ એકરમાં પથરાયેલા હિંદુ સનાતન મંદિરમાં હિંદુઓ ઉપરાંત ચાઈનીઝ, મેક્સિકન, સ્પેનિશ નાગરિકો પણ હવે રોજબરોજના મુલાકાતી હોવા ઉપરાંત ભારતીય હિંદુ સંસ્કૃતિથી પ્રભાવિત થઈ જોડાઈ રહ્યા છે

અને હવે સુરતમાં ૧૫૦ એકરમાં સાકાર થઈ રહેલા ભારતના સૌથી વિશાળ BAPSના હિંદુ સનાતન મંદિરની આગામી છ માસમાં મહંત સ્વામીના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશેઃ જ્ઞાનવત્સલ સ્વામી

થોડા દિવસ પહેલા BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત જ્ઞાનવત્સલ સ્વામી સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્ઞાનવત્સલ સ્વામી એક સન્યાસી સંત હોવા છતાં ઉચ્ચકોટિના આ સંતના પ્રત્યેક શબ્દમાં સમાજ અને વ્યક્તિગત સુધાર, કલ્યાણની વાત હોય છે. તેઓ માત્ર BAPS સંસ્થાનો પ્રચાર કરતા નથી, પરંતુ તેમની દરેક વાત અને શબ્દમાં સામાજિક ચારિત્ર્ય ઘડવાનો બોધ આપતા આવ્યા છે. જ્ઞાનવત્સલ સ્વામીને વારંવાર સાંભળવાનું મન થઈ આવે છે. તેમના વક્તવ્યને સાંભળ્યા પછી સમજવા માટે વારંવાર મનન કરવાથી સરવાળે સમાજકલ્યાણ અને આત્મકલ્યાણની શીખ તરી આવે છે.
પ્રમુખસ્વામીએ તેમના સદેહે અને ત્યાર પછી કરેલા સમાજનિર્માણ અને સમાજ કલ્યાણનાં કાર્યોને પાછું ફરીને જોવામાં આવે તો સમજાશે કે તેમણે સાધુવેશે સામાજિક ક્રાંતિની મિસાલ પ્રગટાવી હતી અને પ્રમુખસ્વામીના પ્રત્યેક અનુયાયી સંતોમાં તેમની દૃઢતા અને સનાતન ધર્મ મારફતે સમાજકલ્યાણની ભાવના ધબકતી આવી છે. પ્રમુખસ્વામી એક એવા સંત હતા કે જેમણે ગણતરીનાં વર્ષોમાં વિશ્વ આખામાં સનાતનની ધજા ફરકાવવા સાથે સદ્ગુણો અને સદાચારનો પ્રચાર-પ્રસાર કર્યો છે. પ્રમુખસ્વામીએ માત્ર અમેરિકા જ નહીં, વિશ્વના ઇસ્લામિક દેશોમાં પણ સ્વામિનારાયણ મંદિરોની સ્થાપના કરીને સમગ્ર વિશ્વ સમક્ષ નવાં ઉદાહરણો પૂરાં પાડ્યાં છે. આરબ અમીરાત એટલે કે અબુધાબીમાં મુસ્લિમ રાજાઓના સહયોગથી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવાનું અશક્ય લાગતું કામ પ્રમુખસ્વામીએ જરા પણ વિચલિત થયા વગર નિઃસંકોચ પાર પાડ્યું હતું.

જરૂરિયાતમંદો માટે કામ કરતા સુરતના યુવાશક્તિ ગ્રુપ આયોજિત ‘‘ઉત્કર્ષ’’ કાર્યક્રમમાં પધારેલા જ્ઞાનવત્સલ સ્વામીજીએ કરેલી પ્રત્યેક વાત, ટકોર શરીરના રૂંવાડા ઊભી કરી દેતી હતી. આમ તો જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળવાની અનેક તકો મળી છે અને સોશિયલ મીડિયા ઉપર તો કરોડો લોકો જ્ઞાનવત્સલ સ્વામીને ફોલો કરી રહ્યા છે, પરંતુ ‘યુવાશક્તિ ગ્રુપ’ના કાર્યક્રમમાં તેમનો ‌‌િમજાજ સાવ જુદા પ્રકારનો હતો, તેમણે સતત અસ્ખલિત પ્રવાહમાં આપેલા વકતવ્યમાં લોકો લીન થઈ ગયા હતા. સમગ્ર વકતવ્ય દરમિયાન તેમણે ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામીના અનેક પ્રસંગો વર્ણવ્યા હતા, પરંતુ ક્યાંય પણ વાતની કડી તૂટતી નહોતી. શ્રોતાઓ આંખનું મટકું માર્યા વગર જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળી રહ્યા હતા અને એટલા બધા તરબોળ થઈ ગયા કે ઇચ્છતા હોય કે જ્ઞાનવત્સલ સ્વામી સતત વાણીનો પ્રવાહ વહેડાવતા રહે!

જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રમુખ સ્વામીની વાત કરતા કહ્યું હતું કે, લોકો જ્યારે નિવૃત્તિનું વિચારતા હોય તેવા સમયે પ્રમુખ સ્વામીએ જીવનના ૫૧મા વર્ષે કારકિર્દીની શરૂઆત કરી હતી. કારણ કે, પ્રમુખસ્વામી ૫૧મા વર્ષે ગુરૂપદે આવ્યા હતા. પ્રમુખસ્વામીએ કરેલા એક પણ નિર્ણયમાં તેમને પીછેહઠ કરવી પડી હોય એવી એક પણ ઘટના બનવા પામી નથી. પ્રમુખસ્વામીએ તેમની કારકિર્દી દરમિયાન ભારત અને વિશ્વના દેશોમાં ૧૩૦૦ સંસ્થાઓનું નિર્માણ કર્યું હતું, જેમાં મંદિરો, શિક્ષણ સંસ્થાઓ અને હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંસ્થાઓ માત્ર ભારતમાં જ નહી,ં વિશ્વના અનેક દેશોમાં સ્વામિનારાયણના સનાતન હિંદુ મંદિર ‘અક્ષરધામ’ના નામે નિર્માણ કર્યા છે. અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટના રોબિનવિલ્સમાં ૨૮૬ એકરમાં સાકાર કરવામાં આવેલું ‘અક્ષરધામ’ આજે અમેરિકામાં સનાતન ધર્મના મૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરી રહ્યું છે. અહીંયા સાકાર કરવામાં હિંદુ મ્યુઝિયમની રોજના સેંકડો લોકો મુલાકાત લઈ રહ્યાં છે. આ મુલાકાતીઓ પૈકીના મોટાભાગના મુલાકાતી ચાઈનીઝ, મેક્સિકન અને સ્પે‌‌િનશ લોકો હોય છે!

જ્ઞાનવત્સલ સ્વામીએ અબુધાબીમાં સાકાર કરવામાં આવેલા ‘અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરનાં નિર્માણને ચમત્કાર ગણાવતા કહ્યું હતું કે, જે દેશમાં મૂર્તિ તો ઠીક, કોઈ ધર્મના દેવી-દેવતાઓનો ફોટો લઈ જવાનું શક્ય જ નથી એવા ઈસ્લામિક દેશમાં પ્રમુખસ્વામીએ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવાની વાત કરી ત્યારે સંતો સહિત સૌ કોઈ દંગ રહી ગયા હતા. બધાએ પ્રમુખ સ્વામી સમક્ષ અબુધાબીમાં મંદિર નિર્માણની વાત અશક્ય હોવાનું કહ્યું ત્યારે પણ પ્રમુખસ્વામી તેમના નિર્ણયમાં મક્કમ હતા.

પ્રમુખસ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર-પ્રસાર અને મંદિરોના નિર્માણ માટે કરેલી મહેનત અને પરિશ્રમની વાત કરતા જ્ઞાનવત્સલ સ્વામીએ કહ્યું હતું કે, અટલાદરા ખાતે જ્યારે સૌપ્રથમ ‘અક્ષરધામ’ મંદિરનું નિર્માણ કર્યું ત્યારે એ જમાનામાં સિમેન્ટનું અસ્તિત્વ જ નહોતું. મંદિરો-મકાનો પથ્થરો અને માટીથી નિર્માણ કરાતા હતા. અટલાદરામાં મંદિરનું બાંધકામ કરતી વખતે બાંધકામમાં સિમેન્ટની જગ્યાએ વપરાતો ચૂનો ચક્કીમાં પીસવો પડતો હતો અને ચક્કી ફેરવવા માટે એક બળદને જોડવો પડતો હતો. પરંતુ ખેડૂતો પાસેથી માંગીને લાવવામાં આવતો બળદ ખેતીના કામમાં રોકાયેલો હોય ત્યારે ખુદ પ્રમુખસ્વામી બળદની જગ્યાએ પોતાની જાતને દોરડાથી જોડીને ચક્કીમાં ચૂનો પીસતા હતા!!

જ્ઞાનવત્સલ સ્વામીની આ વાત સાંભળીને લોકો દંગ રહી ગયા હતા. પરંતુ જૂની પેઢીના લોકોના કહેવા મુજબ જ્ઞાનવત્સલ સ્વામીએ કરેલી વાતમાં જરા પણ અતિશયો‌‌િક્ત નહોતી. અલબત્ત, જ્ઞાનવત્સલ સ્વામીની એક એક વાતમાં હંમેશાં સનાતન સત્ય ટપકતું હોય છે.

લંડનમાં અક્ષરધામના નિર્માણ બાદ પ્રમુખસ્વામીએ શારજાંહના રણમાં બેસીને અબુધાબીમાં મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો હતો. પ્રમુખસ્વામીના ચારિત્ર્યમાં ગજબની તાકાત હતી. દરમિયાન ૨૦૧૫ના વર્ષમાં અબુધાબીના રાજાએ નિર્ણય કર્યો કે, અબુધાબીમાં એક હિંદુ મંદિર હોવું જોઈએ. લાંબી તપાસના અંતે અબુધાબીના રાજાએ BAPSની પસંદગી કરી અને પ્રારંભે માત્ર સાત એકર જમીનની ફાળવણી કરી. પરંતુ સાત એકર જમીનમાં મંદિર સાકાર કરવું શક્ય નહોતું. સંતોની વાત સાંભળીને અબુધાબીના શેખે આખરે ૨૭ એકર જમીન દાનમાં આપી હતી! અને વર્ષ ૨૦૨૪માં મહંત સ્વામીએ ૧૦ હજાર મૂર્તિઓ સાથેના અક્ષરધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી!

BAPS સ્વામિનારાયણ સંપ્રદાયથી પ્રભાવિત થઈને અબુધાબીના શેખે તેમના વંશને પરંપરાગત મંદિરના વીજળી, પાણી વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી. આ ઉપરાંત મંદિરની સિક્યોરિટીની ફરજ પણ અબુધાબીની પોલીસ સંભાળી રહી છે! જ્ઞાનવત્સલ સ્વામીએ BAPSના ભવ્ય ઇતિહાસને વર્ણવતા કહ્યું હતું કે, પેરિસમાં અક્ષરધામનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે પ્રમુખસ્વામી ભારતીય પથ્થરોમાંથી મંદિરનું નિર્માણ કરવા માંગતા હતા. પરંતુ ત્યાંની સરકાર માટે આ શક્ય નહોતું. કારણ કે, ત્યાંની સરકારને ભારતીય પથ્થરોની મજબૂતાઈ સામે શંકા હતી. પરંતુ પ્રમુખસ્વામી મક્કમ હતા અને આખરે લાંબા પરીક્ષણો બાદ ફ્રાંસ સરકારે પ્રમુખસ્વામીના સંકલ્પને મંજૂરી આપીને ભારતીય પથ્થરોમાંથી ભવ્ય મંદિર ‘અક્ષરધામ’નું નિર્માણ થયું. આ ઘટના પણ એક ચમત્કાર ગણી શકાય. આગામી સપ્ટેમ્બર માસની ૬ઠ્ઠી તારીખે મહંત સ્વામી ૯૪ વર્ષની વયે આ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરશે. મંદિરમાં શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, હનુમાનજી સહિત સનાતન ધર્મના દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.

જ્ઞાનવત્સલ સ્વામીએ અસ્ખલિત કરેલી વાતો વચ્ચે તેમણે સુરતના કણાંદ વિસ્તારમાં સાકાર થઈ રહેલા દેશના સૌથી વિશાળ ‘અક્ષરધામ’નો પણ ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આવનારા છ મહિનાઓમાં મહંત સ્વામી સુરતના કણાંદ ખાતે ૧૫૦ એકરમાં સાકાર થઈ રહેલા ભારતના સૌથી વિશાળ સનાતન હિંદુ મંદિર ‘અક્ષરધામ’ને ખૂલ્લું મૂકશે. જ્ઞાનવત્સલ સ્વામીએ મોડી રાત સુધી લોકોને જકડી રાખ્યા હતા અને કાર્યક્રમ પૂરો થયો ત્યારે લોકો એક નવા આત્મવિશ્વાસ સાથે બહાર નીકળ્યા હતા. સંવેદના, સહકાર, સમભાવ અને સહભાિગતાના વિચાર સાથે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે કાર્ય કરતા ‘યુવાશક્તિ ગ્રુપ’ દ્વારા વલથાણ આઉટર રિંગરોડ સ્થિત સંપદા ફેસ્ટિિવટી ફાર્મમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ ચાર હજાર કરતા વધુ લોકોએ હાજરી આપી હતી.

Subscribe

Latest stories

spot_img