Home Blog Page 1366

બોરવેલમાં ખાબકેલી બાળકીને હેમખેમ બહાર કાઢી, આર્મીના જવાનો પાર પાડ્યું મિશન

0

Hemkhem pulled out

  • પ્રાપ્ત માહિતી અનુસાર મનિષા નામની 12 વર્ષીય બાળકી મામની વાડીમાં 40 ફૂટ ઉડે ખાબકી ગઇ હતી. તેને હાલમાં બાળકી બહાર કાઢી લેવામાં આવી છે. બાળકીને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રાની આર્મીની રેસ્ક્યૂ ટીમે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મિશન પુરૂ પાડ્યું હતું.

ધાંગધ્રા તાલુકાના (Dhangdhra Taluka) ગાજરણાવાવ ગામ ખાતે બોરમાં બાળકી ખાબકેલી (Baby girl in a bore) બાળકીને જીવતી બહાર કાઢવામાં આવી છે. આ બાળકી વોરવેલમાં 40 ફૂટ ઉંડે ફસાઇ હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક રહીશો તેમજ 108 ટીમ દોડી આવી હતી. હાલમાં મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

જોકે ફસાયેલી હોવાથી તંત્ર દ્વારા આર્મીની ટુકડીઓને (Army squad) પણ બોલાવવાની હતી. ધ્રાંગધ્રા આર્મીના જવાનોએ બાળકીને બચાવીએ બચાવી લીધી છે. બાળકી ખેતરે આવી હતી તે સમયે ટ્યૂબવેલ બોરમાં ખાબકતા પરિવાર જનોએ તંત્રની ટીમનો સંપર્ક સાધ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મનિષા નામની 12 વર્ષીય બાળકી મામની વાડીમાં 40 ફૂટ ઉડે ખાબકી ગઇ હતી. તેને હાલમાં બાળકી બહાર કાઢી લેવામાં આવી છે. બાળકીને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રાની આર્મીની રેસ્ક્યૂ ટીમે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મિશન પુરૂ પાડ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ સુરેન્દ્રનગરના દુદાપુર ગામની સીમમમાં એક એક બાળક 500 ફૂટ ઉંડા બોરમાં પડી ગયો હોવાની ઘટના સર્જાઇ હતી. 40 મિનિટના રેસ્ક્યૂ બાદ આ બાળકને બચાવી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

લમ્પી વાયરસમાં મોટા કૌભાંડનો કોંગ્રેસે કર્યો ઘટસ્ફોટ, ‘ગાયોને આપવામાં આવતી રસીમાં પાણી ભરીને અપાય છે’

0

Big scam in lumpy virus exposed

  • લમ્પી વાયરસમાં પણ મોટા કૌભાંડનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, ગાયોને આપવામાં આવતી રસીમાં પાણી ભરીને અપાઈ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમના આ ગંભીર આક્ષેપ બાદ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

ગુજરાતમાં હાલ પશુઓમાં લમ્પી વાયરસ (Lumpy virus) જોવા મળ્યો છે. અત્યાર સુધી 15 જિલ્લામાં લમ્પી વાઈરસે પગ પેસરો કરી દીધો છે. લમ્પીના ખતરાને લઈને સરકાર દ્વારા રાજ્યના અમરેલી, બનાસકાંઠા (Banaskantha), ભાવનગર સહિત રાજ્યના 15 જિલ્લાઓને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરાયા છે. મૂંગા પશુઓને આ રોગમાથી ઉગારી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈને રાજ્યના જિલ્લાઓને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ લમ્પી વાયરસમાં પણ મોટા કૌભાંડનો કોંગ્રેસે આક્ષેપ (Congress alleged) લગાવીને ખળભળાટ મચાવી દીધો છે.

લમ્પી વાયરસમાં પણ મોટા કૌભાંડનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, ગાયોને આપવામાં આવતી રસીમાં પાણી ભરીને અપાઈ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમના આ ગંભીર આક્ષેપ બાદ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. વિક્રમ માડમે વધુમાં જણાવ્યું હતું કે, લમ્પી વાયરસ મામલે તંત્રની ઘોર અને ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે.

લમ્પી વાઈરસનો સામનો કરવા માટે વેક્સિનનો જથ્થો ન હોવાથી વેક્સિનમાં પાણી નંખાય છે. એટલું જ નહીં, બેદરકારી મામલે તબીબોની ઓડિયો ક્લીપ પણ બહાર આવી છે. તબીબો વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લીપ હાલ જાહેર કરવામાં આવી છે. પરંતુ કથિત ઓડિયો ક્લીપની Gujarat Guardian પુષ્ટી કરતું નથી.

આજે લમ્પી વાઈરસમાં મોટા કૌભાંડનો કોંગ્રેસ દ્વારા ઘસ્ફોટ કરાયા છે. લમ્પી વાયરસમાં ગાયોને અપાતી વેક્સિનમાં વેક્સિનની જગ્યાએ પાણી ભરી પશુ વિભાગ દ્વારા વેક્સિન આપવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે. સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને મનપાના પૂર્વ વિરોધ પક્ષ નેતા અલ્તાફ ખફી દ્વારા આ મામલે મોટા ઘસ્ફોટ કર્યો છે. જેમાં લમ્પી વાઇરસ મામલે તંત્રની ગંભીર બેદરકારીના આક્ષેપ કરાયા છે.

વેક્સિનમાં બેદરકારી મામલે તબીબોની ઓડિયો ક્લિપ પણ જાહેર કરાઈ છે. જેમાં મનપાના ડો.ગોધાણી સાથે વેકસીનમાં ચાલતા કૌભાંડ મામલે બહારથી લમ્પી મામલે આવેલા તબીબો સાથે વાતચીતની ઓડિયો કલીપ જાહેર કરી છે.

ઓડિયો ક્લિપમાં વેકસીન જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વેકસીન બોટલમાં પાણી નાખવાનો આક્ષેપ થયો છે. વિક્રમ માડમે મીડિયાને ઓડિયો કલીપ આપી છે. મનપાના ડો.ગોધાણી સાથે વેકસીનમાં ચાલતા કૌભાંડ મામલે બહારથી લમ્પી મામલે આવેલા તબીબ ડો.એચ.એમ.સોલંકી સાથે વાતચીતની ઓડિયો કલીપ જાહેર કરાઇ છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતને હચમચાવનાર કેમિકલ કાંડમાં મોત સામે 15 દર્દીઓ જંગ જીત્યા, હસતા મોઢે બહાર નીકળ્યા !

0

In the chemical scandal that rocked Gujarat

  • સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ચકચાર મચાવનાર બોટાદ કેમિકલ કાંડમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં બોટાદના અનેક ગામો માં લોકોને ઝેરી કેમિકલની અસર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બોટાદ અને ધંધુકા (Botad and Dhandhuka) પંથકમાં સર્જાયેલા ઝેરી કેમિકલ કાંડની (Toxic chemical spills) ઘટનામાં અસરગ્રસ્ત એવા 100 થી વધુ લોકોને ભાવનગર સર.ટી. હોસ્પિટલ (Bhavnagar Sir.T. Hospital) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 19 લોકોના સારવાર દરમ્યાન મોત નિપજી ચુક્યા છે. જ્યારે સારવાર દરમ્યાન સ્વસ્થ બનેલા 15 દર્દીઓ ને આજે હોસ્પિટલ માથી રજા આપવામાં આવી હતી.

સમગ્ર ગુજરાત માં ખૂબ જ ચકચાર મચાવનાર બોટાદ કેમિકલ કાંડમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં બોટાદ ના અનેક ગામો માં લોકોને ઝેરી કેમિકલની અસર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં ભાવનગર ની સિવિલ હોસ્પિટલ ખાતે પણ 100થી વધુ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે તમામ અસરગ્રસ્ત લોકોને ડોકટરોની ટીમ દ્વારા જરૂરિયાતના તમામ સાધનો મંગાવી ખુબ સારી કહી શકાય એવી સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કુલ 19 લોકોના સારવાર દરમ્યાન મોત નીપજ્યા હતા.

મોટા ભાગના લોકોને ડાયાલિસિસ પર લઈ સારવાર શરૂ કરવામાં આવી હતી, ભાવનગર સર.ટી. હોસ્પિટલના આરોગ્ય વિભાગે આ ઘટનામાં અતિ પ્રસંશનીય કામગીરી કરતા ડાયાલિસિસ સહિતની જરૂરી સારવાર ઝડપી હાથ ધરી શક્ય હોય તેમ મૃત્યુઆંક ઘટે તે દિશામાં કરેલી કામગીરીને પગલે દર્દીઓ સ્વસ્થ બની જતા 15 દર્દીઓ ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

સારવાર લઈને બહાર આવી રહેલા દર્દીઓના મુખ પર એક પ્રકારે નવજીવનની ખુશી જોવા મળી હતી. તેમજ હવે ક્યારેય દારૂ ને હાથ નહિ લગાડે એવું દર્દીઓ ના મુખે સાંભળવા મળ્યું હતું. સાથે બગોદરા ના સામાજિક આગેવાન કાળુભાઇ ડાબી એ સરકાર અને હોસ્પિટલ તેમજ પોલીસ તંત્રની કામગીરી ને બિરદાવતા વ્યસન ના આવા દૂષણ થી લોકો દૂર રહે એ માટે અપીલ કરી હતી.

નોંધનીય છે કે, કેમિકલ કાંડ મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી 6 દર્દીઓને આજે ડીસ્ચાર્જ કરાયા છે. સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થતા 6 દર્દીઓને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. હવે કુલ 43 દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એટલું જ નહીં, આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ 8 દર્દીઓ દાખલ કરાયા છે. સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 49 થઈ છે. જ્યારે દાખલ દર્દીઓમાં 4 દર્દીઓની હાલત નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો –

બેંકે ભૂલથી કરોડો રૂપિયા ટ્રાંસફર કર્યા, અમદાવાદના વેપારીએ તે પૈસાથી 5 લાખની કમાણી કરી લીધી.

0

The bank mistakenly transferred

  • અચાનક તેઓના એકાઉન્ટના ઓપ્શનમાં ગણી ન શકાય તેવી કરોડો રૂપિયાનું બેલેન્સ જમા થયું. જેથી તેઓએ અંદાજે 2 કરોડ રૂપિયા જેટલું ટ્રેડિંગ કર્યું હશે ત્યાં જ એપ્લિકેશનમાં ટેક્નિકલ એરરના કારણે રકમ જમા થયાનો મેસેજ આવ્યો.

જો તમને કોઈ બેંકની ટેક્નિકલ ભૂલ (Bank technical error)ના કારણે લાખો રૂપિયાનો ફાયદો થઈ જાય તો…? તો એ કદાચ તમને સપના જેવું લાગશે. પણ અમદાવાદ (Ahmedabad)ના એક વેપારી માટે આ સપનું નહિ પણ હકીકત સાબિત થઈ છે. બાપુનગર (Bapunagar)માં એમ્બ્રોઇડરીનો વેપાર કરતા વેપારીને માત્ર અડધો કલાકમાં જ 5 લાખ 43 હજારનો ફાયદો થઈ ગયો. વેપારી ખુદ પોતાને લોટરી લાગી હોય તેવો અનુભવ કરી રહ્યા છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એમ્બ્રોઇડરીનો બિઝનેસ કરતા અને શેર બજારમાં ટ્રેડિંગ કરતા વેપારી રમેશભાઈ સગરને બગાસું ખાતા જાણે પતાસું મળી ગયું બોય તેવી ઘટના તેમની સાથે બની છે. ખાનગી બેંકની શેર ટ્રેડિંગ એપમાં ટેક્નિકલ એરર એ આ વેપારીને માત્ર અડધો કલાકમાં 5 લાખ કમાઈ આપ્યા હતા.

બેંકની ટેક્નિકલ એરરના કારણે  શેર બજારમાં ટ્રેડિંગ કરતા આ વેપારીના ખાતામાં કરોડો રૂપિયા જમા થઈ ગયા હતા. જમા થયેલ ફંડના આ વેપારીએ આ રૂપિયાનું શેર ખરીદી ટ્રેડિંગ કરી નાખ્યું. અને જ્યારે બેંકની ટેકનિકલ એરર સોલ્વ થઈ અને એ વેપારીના ખાતામાંથી એ રકમ પરત થતા વેપારીએ પોતે કરેલા ટ્રેડિંગના શેર વેચી બેંકને રકમ પરત કરી હતી. જેમાં 5 લાખ 43 હજાર વધારે હતા. જેથી બેંકમાં મૂડી પરત જતા શેર ટ્રેડિંગનો 5 લાખ 43 હજાર નફાનો ફાયદો થઈ ગયો.

વેપારી રમેશભાઈ જણાવે છે કે તેઓ શેર બજારમાં 25 હજાર જેટલું જ ટ્રેડિગ કરે છે. તેઓ શેર ટ્રેડિગ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેઓના એકાઉન્ટના ઓપ્શનમાં ગણી ન શકાય તેવી કરોડો રૂપિયાનું બેલેન્સ જમા થયું. જેથી તેઓએ અંદાજે 2 કરોડ રૂપિયા જેટલું ટ્રેડિંગ કર્યું હશે ત્યાં જ એપ્લિકેશનમાં ટેક્નિકલ એરરના કારણે રકમ જમા થયાનો મેસેજ આવ્યો. અને મેસેજ જોઈ જે ટ્રેડિંગ કર્યું હતું તે શેર સેલ કરી દીધા. પરંતુ તે અડધો કલાકની શેર લે વેચમાં તેઓને 5 લાખ 43 હજાર જેટલો નફો થઈ ગયો.

ટેક્નિકલ એરર સોલ્વ થતા એ રકમ પરત કપાઈ ગઈ પણ જે ટ્રેડિંગના કારણે નફો થયો હતો તે 5 લાખ 43 હજાર હજુએ બેલેન્સમાં જમા છે. મહત્વનુ છે કે ભાગ્યે જ બનતી ઘટના વેપારી સાથે બની છે. જેના પગલે વેપારી હાલ પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે.

આ પણ વાંચો :-

અમદાવાદનો શર્મશાર કિસ્સો : બાપ સમાન આધેડે પુત્રવધુ પર નજર બગાડી આચર્યું દુષ્કર્મ 

Shameful case of Ahmedabad

  • અમદાવાદમાં સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા સસરા સામે ચોતરફથી ફિટકાર વર્ષી રહ્યો છે.

અમદાવાદમાં (Ahmedabad) સબંધને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સસરાએ હેવાનિયતની (Hevaniyat) હદ વટાવી પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું (Misdemeanor committed) હોવાનું સામે આવતા સનસનાટી મચી ગઈ છે. સમગ્ર મામલે ભોગ બનેલ પરિણીતાએ નારણપુરા પોલીસમાં (Naranpura Police) ફરિયાદ નોંધાવી છે જેંને લઈને પોલીસે આરોપી સસરા સુધી પહોંચવા તપાસ હાથ  ધરી છે.

પીડિતાએ સમગ્ર મામલે નારણપુરા પોલીસમાં કરી ફરિયાદ :

અમદાવાદ ચકચાર જગાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખુદ બાપ સમાન આધેડે પોતાની જ પુત્રવધુ પર નજર બગાડી અને દુષ્કર્મ ગુજર્યુ હતું. પરિણીતા ઘરે એકલી હતી. આ દરમીયાન એકલતાનો લાભ લઈ સસરાએ પરિણીતાને હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ આરોપી સસરાએ પરિણીતાને ધમકી આપી હતી. આથી પરિણીતાએ પોતાની આપવીતી તેના પતિ અને સાસુને કરી હતી.

જેમાં પણ પરિણીતાને  ધમકી આપી હતી. સાસુ અને પતિએ એક સંપ થઇને પરિણીતાને ઢોર માર માર્યો હતો અને આ વાતની કોઈને પણ જાણ ન કરવા જણાવ્યું હતું.આથી ભોગ બનેલી પીડિતાએ સમગ્ર મામલે નારણપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પરિણીતાની ફરિયાદને લઈને પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો –

આજથી 100 વર્ષ પહેલાં ગુજરાતમાં અહીં ફેલાઈ હતી કોલેરા મહામારી, ઢીંગલો બનાવીને નાખી હતી

0

cholera epidemic spread

  • નવસારી શહેરમાં 100 વર્ષ પૂર્વે કોલેરાની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. કોલેરાને કારણે એક મોત બાદ બીજુ મોત થયું હતું. જેથી નવસારીવાસીઓ ચિંતામાં મુકાયા હતા. ત્યારે નવસારીના એક પારસી ગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવી વિચાર કર્યો હતો.

નવસારીમાં (Navsari) 100 વર્ષ પૂર્વે આવેલી કોલેરાની મહામારીને (Epidemic of cholera) નાથવા ઢીંગલો બનાવી એની શોભાયાત્રા કાઢી પૂર્ણાં નદીમાં (Purna river) વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેરાના કેસ અટક્યા હતા. જે પરંપરાને આજે પણ નવસારીના આદિવાસી પરિવારે જાળવી રાખી છે.

નવસારી શહેરમાં 100 વર્ષ પૂર્વે કોલેરાની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. કોલેરાને કારણે એક મોત બાદ બીજુ મોત થતુ હતું. જેથી નવસારી વાસીઓ ચિંતામાં મુકાયા હતા. ત્યારે નવસારીના એક પારસી ગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવી વિચાર મુક્યો કે એક માણસના કદનો ઢીંગલો બનાવી એની પૂજા અર્ચના કર્યા બાદ એને નજીકની પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવે. જેને આદિવાસીઓએ માન્યુ અને રતિલાલ રાઠોડના પૂર્વજોએ ઘાસ અને કપડાથી ઢીંગલો બનાવ્યો હતો.

જેમાં માટીમાંથી બનાવેલ મોઢું લગાવી માથે સાફો પહેરાવી સિગારેટ પણ પીવડાવવામાં આવી હતી. સાથે જ કોલેરા ભાગે એવી માનતા પણ લીધી હતી. ત્યારબાદ દિવાસાને દિવસે દાંડીવાડના લોકોએ વાજતે ગાજતે ઢીંગલાની શોભાયાત્રા કાઢી પૂર્ણા નદીમાં વિસર્જિત કર્યો હતો. જે બાદ નવસારીમાંથી કોલેરાના કેસ ઘટયા હતા. ત્યારથી દરવર્ષે પરંપરા જાળવી ઢીંગલો બનાવવામાં આવે છે.

એકમાત્ર નવસારીમાં જ માનવ કદનો ઢીંગલો બનાવી દિવાસાને દિવસે તેની શોભાયાત્રા કાઢી નદીમાં વિસર્જન કરવામાં આવે છે. શ્રદ્ધાનું પ્રતિક બનેલા ઢીંગલા બાપાની લોકો માનતા રાખી દર્શને આવે છે અને ઉત્સાહ સાથે શોભાયાત્રામાં પણ જોડાય છે. લોક માન્યતા પ્રમાણે લગ્ન ન થવા, બાળકો ન થવા, ભણતર સહિત જીવનની અનેક સમસ્યાનું નિરાકરણ ઢીંગલા બાપા કરે છે, એવી લોકોને શ્રદ્ધા છે. જેથી દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો આવે છે અને તેમની માનતા પુરી થતા ઢીંગલી, રમતું નારિયેળ, સિગરેટ, નોટ, પેન્સિલ-રબર જેવી વસ્તુ ચઢાવે છે.

ઉલ્લેખનિય છે કે, ઢીંગલાને સિગારેટ પ્રિય હોવાની માન્યતા હોવાથી અહીં દર્શને આવતા લોકો સિગરેટ ખાસ લાવે છે અને પોતે સિગરેટ પીધા બાદ ઢીંગલાને સિગરેટ પીવડાવવામાં આવે છે.

આ પણ વાંચો :-

૨૯ જુલાઈ શુક્રવારના રોજ લક્ષ્મીજીની અસીમ કૃપાથી આ રાશિના જાતકોની ચમકી ઉઠશે કિસ્મત

On July 29, Friday Gujarat Guardian

મેષઃ

મક્કમ મનોબળને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય, પ‌રિણામે આવકનું પ્રમાણ પણ વધવા પામે. બેંક બેલેન્સ વધતું જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારો, રોકાણો બપોર સુધી કરી દેવા. ત્યારબાદ ‌દિવસ શાં‌તિથી પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. મોજશોખનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઈ-બહેન સાથે મતભેદની શક્યતા. કાર્યક્ષેત્રે બપોર સુધી સફળતા. બપોર બાદ સંઘર્ષ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રગ‌તિ થતી જણાય.

મિથુનઃ

સરળ અને ‌સિદ્ધાંતવાદી વલણ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી. પ‌રિવારમાં થોડી ઉગ્રતા રહે. માતાની ત‌બિયત અંગે સાવચેતી રાખવી. સંતાનની પ્રગ‌તિના સાક્ષી બની શકાય.

કર્કઃ

બપોર સુધી માન‌સિક સ્વસ્થતા જળવાય. ત્યારબાદ ‌ચિંતાનું વાતાવરણ પેદા થતું જણાય. આ‌ર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. નોકરી-ધંધામાં ભાગ્યનો સાથ મળી રહે.

સિંહઃ

આવક-ખર્ચનું પાસુ સરભર થતું જણાય. પ‌રિવારમાં સ્નેહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ. સ્થાવર-જંગમ ‌મિલકતથી લાભ મળતો જણાય.  સંતાન અંગેના પ્રશ્નોનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

કન્યાઃ

સરળ સ્વભાવને કારણે ‌વિશ્વાસઘાતનો ભોગ ન બનાય. એનું ધ્યાન રાખવું. આવકનું પ્રમાણ જળવાશે. રંતુ બપોર બાદ નાણાં ફસાઈ જવાની શક્યતા છે. સોબતથી સાચવવું. નોકરીમાં શાં‌તિ તથા ધંધામાં પ્રગ‌તિ.

તુલાઃ ‌

દિવસ દર‌મિયાન આનંદનો અનુભવ થાય. ખોટા ખર્ચા ટાળવા. નાના ભાઈ-બહેન સાથે મતભેદની શક્યતા. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. આરોગ્ય સારું રહેશે. ધા‌ર્મિક પ્રવાસ, પ્રસંગનું આયોજન થાય.

વૃશ્ચિકઃ

આત્મ‌વિશ્વાસ વધતો જણાય. ભાગ્યને સથવારે આવકમાં વૃ‌દ્ધિ થતી જણાય. પ‌રિવારમાં આનંદનું વાતાવરણ રહે. સંતાન સાથે મતભેદ ટાળવા. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂ‌તિ જણાય.

ધનઃ

માન‌સિક રીતે અસંતોષ રહે. ‌નિર્ણય લેવામાં ભુલ થતી જણાય. આવકમાં ખાસ વધારો જણાતો નથી. નવા રોકાણો સાવધાની પૂર્વક  કરવા. મહત્ત્વના ‌નિર્ણયો મુલતવી રાખવી. તાવ-શરદી-ખાંસીથી સાચવવું.

મકરઃ

આત્મ‌વિશ્વાસ થા ખંતમાં વૃ‌દ્ધિ થતી જણાય. યોગ્ય ખર્ચ કરવાનું આયોજન સરળ બનશે. ઓઈલ, કેરોસીન, ધાતુને લગતા ધંધામાં લાભ. ન‌‌ર્સિંગના ક્ષેત્રે નોકરી કરતી બહેનોને પ્રગ‌તિ. આંખની કાળજી રાખવી જરૂરી.

કુંભઃ

માનસિક વ્યગ્રતા રહે. નાણાંનો બગાડ અટકાવવો. ધંધાર્થીઓને પૈસા ફસાઈ  જવાના યોગ છે. આથી નાણાં ઉધાર-ઉછીના આવા નહીં. રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય સાચવવું.

મીનઃ

પોતે સાચા અને બીજા ખોટા એવી વૃત્તિ પ્રબળ બનતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ રહે. સંતાન સુખમાં વૃદ્ધિ થતી જણાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. પત્નિ સાથે મતભેદ  ટાળવા. સ્વાસ્થ્ય સારું રહેશે.

આ પણ વાંચો :-

દેશની ટોપ 10 ધનિક મહિલાઓમાં બે ગુજરાતી, જાણો કોણ છે આ ફાલ્ગુની નાયર

0

Two Gujaratis among the top 10 riches

  • ઉદ્યોગોની વાત કરીએ તો ભારતમાં ટોચની 100 સૌથી ધનવાન મહિલાઓમાં 12 દવા ક્ષેત્રમાંથી, 11 હેલ્થકેર ક્ષેત્ર ક્ષેત્રમાંથી અને 9 કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરમાંથી છે. અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝની ચાર મહિલાઓએ આ યાદીમાં જગ્યા બનાવી છે. ભોપાલ સ્થિત જેટસેટગોની કનિકા ટેકરીવાલ (33 વર્ષ) આ યાદીમાં સૌથી નાની ઉંમરની મહિલા છે.

રોશની નાદર મલ્હોત્રા (Roshni Nadar Malhotra) ભારતીની સૌથી અમીર મહિલા છે. તેમની સંપત્તિ 84.330 કરોડ રૂપિયા છે. ગત વર્ષે તેમની સંપત્તિમાં 54 ટકાનો વધારો નોંધાયો છે. રોશની બાદ ભારતની બીજી સૌથી અમીર મહિલા ગુજરાતી છે. જેમનું નામ ફાલ્ગુની નાયર છે. રોશની નાદર મલ્હોત્રાની સંપત્તિ ફાલ્ગુની નાયર (Falguni Nair) કરતાં 26 હજાર કરોડથી વધુ છે.

HCL ના સંસ્થાપક શિવ નાદરની પુત્રી છે રોશની નાદર :

કોટક પ્રાઇવેટ બેકિંગ-હુરૂન યાદીના અનુસાર એચસીએલ ટેક્નોલોજીની ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા ભારતની સૌથી ધનવાન મહિલા બની ગઇ છે. રોશની નાદર મલ્હોત્રા (40) એચસીએલ ટેક્નોલોઝીઝના સંસ્થાપક શિવ નાદરની પુત્રી છે. રોશની ભારતમાં કોઇ આઇટી કંપનીની કમાન સંભાળનાર પ્રથમ મહિલા છે. વર્ષ 2019માં રોશની ફોર્બ્સની દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં 54મા નંબર પર રહી છે.

ફાલ્ગુની નાયર પાસે છે 57 હજાર કરોડની સંપત્તિ :

બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર 59 વર્ષની ફાલ્ગુની નાયરની સંપત્તિમાં વર્ષ 2021 દરમિયાન 963 ટકાનો વધારો થયો છે. તે ભારતી બીજા નંબરની ધનિક મહિલા બની છે. ઇન્વેસ્ટમેન્ટ બેકિંગની જોબ છોડીને લગભગ એક દાયકા પહેલાં સૌદર્ય બ્રાંડ નાયકા શરૂ કરનાર ફાલ્ગુની નાયર 57,520 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે જાત મહેનતે ધનિક બનેલી મહિલાઓમાં સૌથી આગળ છે.

મુંબઇમાં ઉછરેલાં ફાલ્ગુની મહેતા લગ્ન બાદ ફાલ્ગુની નાયર બન્યાં હતાં. ફાલ્ગુની નાયરનાં દાદી કમળાબેન, દાદા રતિલાલ મહેતાની હવેલી આજે પણ મોરબીના હળવદમાં છે. ફાલ્ગુનીએ મુંબઇ યુનિવર્સિટીમાંથી બી.કોમ.માં ગ્રેજ્યુએટ થયા બાદ અમદાવાદ આઇઆઇએમમાંથી એમબીએ કર્યું હતું. 1987ના મે મહિનામાં ફાલ્ગુનીએ સંજય નાયર સાથે લગ્ન કર્યાં હતાં.

તેમને એક દીકરો અંકિત અને એક દીકરી અદ્રિતા છે. બંને સંતાનો પણ નાયકામાં માતા સાથે કામ કરી રહ્યાં છે. સંજય સાથે ફાલ્ગુનીની મુલાકાત અમદાવાદ આઇઆઇએમમાં જ થઇ હતી. ફાલ્ગુનીના પિતા બેરિંગ કંપની ચલાવતા હતા. બેન્કની મોટા પગારની નોકરી છોડી 2012માં નાયકા કંપની શરૂ કરી હતી.

ત્રીજા નંબર પર છે કિરણ મજૂમદાર-શો :

બાયોકોનની કિરણ મજૂમદાર-શોની કુલ સંપત્તિ 21 ટકા ઘટીને 29,030 કરોડ રૂપિયા રહી ગઇ છે. તે દેશની ત્રીજી સૌથી ધનિક મહિલા છે. કોટક પ્રાવિએટ બેકિંગ હુરૂન યાદીમાં 100 એવી મહિલાઓમાં સામેલ કરવામાં આવી હતી, જે ભારતમાં જન્મી અથવા ઉછેર થયો છે અને સક્રિય રૂપથી પોતાના વ્યવસાયોની સંચાલન કરી રહી છે.

રૂ. 3830 કરોડની સંપત્તિ સાથે એસ્ટ્રલ કંપનીની જાગૃતિ સંદીપ એન્જિનિયર 17મા રેન્ક પર છે. તેમની સંપત્તિમાં 149 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે રૂ. 450 કરોડની સંપત્તિ સાથે અનુપમ રસાયણ ઈન્ડિયા કંપનીનાં મોના આનંદ દેસાઈ 81મા રેન્ક પર છે. તેમની સંપત્તિમાં 29 ટકાનો વધારો થયો છે.

યાદીમાં દિલ્હી એનસીઆરમાંથી છે સૌથી વધુ મહિલાઓ :

આ યાદીમાં સામેલ 100 મહિઓલાઓની કુલ સંપત્તિ 2021 માં 53 ટકાથી વધીને 4.16 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. જે 2020 માં 2.72 કરોડ રૂપિયા હતી. આ મહિલાઓ ભારતના જીડીપીમાં બે ટકાનું યોગદાન કરે છે. યાદીમાં સૌથી વધુ દિલ્હી-એનસીઆરની 25 મહિલાઓ છે. ત્યારબાદ મુંબઇ (21) અને હૈદ્રાબાદ (12)નું સ્થાન છે.

યાદીમાં 12 મહિલાઓ છે મેડિકલ દવા ક્ષેત્રમાંથી :

ઉદ્યોગોની વાત કરીએ તો ભારતમાં ટોચની 100 સૌથી ધનવાન મહિલાઓમાં 12 દવા ક્ષેત્રમાંથી, 11 હેલ્થકેર ક્ષેત્ર ક્ષેત્રમાંથી અને 9 કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરમાંથી છે. અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝની ચાર મહિલાઓએ આ યાદીમાં જગ્યા બનાવી છે. ભોપાલ સ્થિત જેટસેટગોની કનિકા ટેકરીવાલ (33 વર્ષ) આ યાદીમાં સૌથી નાની ઉંમરની મહિલા છે. આ યાદીમાં ત્રણ પ્રોફેશનલ મેનેજર- પેપ્સિકો સાથે જોડાયેલી ઇન્દીરા નૂયી, એચડીએફસીની રેણુ સૂદ કર્નાડ અને કોટક મહિન્દ્રા બેંકની શાંતિ એકંબરમ પણ સામેલ છે.

આ પણ વાંચો :-

કેમિકલકાંડ મામલે ગૃહમંત્રાલયે 6 પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ, 2ની બદલી

Ministry of Home Affairs has

  • બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલા કેમિકલ કાંડમાં 43 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં મોતનો આંકડો હજી વધુ શકે તેવી શક્યતા છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર આ ઘટનાના પગલે ગૃહમંત્રાલય દ્રારા 6 પોલીસકર્મીને સસ્પેંડ કરવામાં આવ્યા છે.

બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલા કેમિકલ કાંડમાં (Chemical stain) 43 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં મોતનો આંકડો હજી વધુ શકે તેવી શક્યતા છે. જેને પગલે તંત્ર અને સરકાર હરકતમાં આવી ગઇ છે. બુધવારે ગૃહમંત્રીએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપી હતી. ત્યારે તાજેતરમાં મળતી માહિતી અનુસાર આ ઘટનાના પગલે ગૃહમંત્રાલય (Ministry of Home Affairs) દ્રારા 6 પોલીસકર્મીને સસ્પેંડ કરવામાં આવ્યા છે.

સસ્પેંડ કરવામાં આવેલા કર્મચારીઓમાં પી.એસ.આઈ. ભગીરથસિંહ ગંભીરસિંહ વાળા, પી.એસ.આઈ. શૈલેન્દ્રસિંહ દિલુભા રાણા, પોલીસ કર્મી સુરેશકુમાર ભગવાનભાઈ ચૌધરી, પીઆઇ  કે.પી. જાડેજા, એસ. કે. ત્રિવેદી (એસડીપીઓ બોટાદ), એનવી પટેલ (એસડીપીઓ ધોળકા)ને સસ્પેંડ કરવામાં આવ્યા છે. જ્યારે બોટાદ એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં જે પણ આરોપીઓની સંડોવણી ખૂલી છે તેમનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. એટલું જ નહીં, સ્પેશીયલ PP ની નિમંણૂક કરી છે. આ ઘટનામાં 15 ગુનેગારોને 2 દિવસમાં પકડી લીધા છે. આ ઘટનામાં ગુજરાતના વોંટેડ બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો છે. જેનું નામ પીન્ટું છે. સરપંચના પત્ર બાદ પોલીસે 6 વાર રેડ કરી છે. છેલ્લા 20 દિવસથી દેશી દારૂના અડ્ડા પોલીસે બંધ કરાવ્યા હતા, એવું સ્થાનિકોએ મિડીયાને પણ જણાવ્યું છે.

બરવાળા કેમિકલ કાંડમાં બુધવારે મુખ્ય બંને આરોપીના 6 દિવસના રિમાન્ડ બરવાળા કોર્ટે મંજુર કર્યા હતા. આજે ગજુબેન પ્રવીણભાઈ વડોદરિયા અને પિન્ટુ રસિકભાઈ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. બીજી બાજુ પોલીસે કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો –