Home Blog Page 1326

ઘરમાંથી મળી જૂની નોટ, વેચી તો જૂની નોટના સ્વરુપમાં લાગ્યો જેકપોટ 

Old notes found in the house

  • વૃદ્ધ દંપતીની જૂની નોટના સ્વરુપમાં જેકપોટ લાગ્યો. 58 વર્ષથી સહજીવન જીવતું દંપતી ક્રુઝ પર લગ્નતિથિ મનાવવા માટે જશે 

યુકેમાં (UK) વૃદ્ધ દંપતીને તેમના પોતાના ઘરના અંદરથી સો વર્ષ જૂની બ્રિટિશ ચલણી (British currency) નોટ મળી હતી. આ નોટોનું વેચાણ ૪૭ લાખથી પણ વધારે રુપિયામાં થયું. આ નોટોની નીલામી (Auction) પછી જે કિંમત જાહેર થઈ તે સાંભળી દંપતી પણ આશ્ચર્ય પામ્યું.

દંપતીને મળેલી આ નવ નોટ ૧૯૧૬થી ૧૯૧૮ની વચ્ચેની હતી. આ નોટ અત્યંત દુર્લભ ગણાવવામાં આવી રહી છે. આ જ કારણે નીલામી સમયે તેની કિંમત હતપ્રભ કરી રહેનારી હતી. વૃદ્ધ દંપતી વિક અને જેનેટ બ્રિટનમાં બ્રિસ્ટલ ખાતે રહે છે. વિક વ્યવસાયે બિલ્ડર રહી ચૂક્યા છે અને જેનેટ ટેકનિશિયન રહી ચૂકી છે.

નીલામી પછી તેમને જ્યારે નોટોની કુલ કિંમત બતાવવામાં આવી ત્યારે તેમને વિશ્વાસ ન થયો. આ દરમિયાન વૃદ્ધ દંપતીની પૌત્રી ડેનિયલ સ્મિથ પણ હાજર હતી. કિંમત અંગે ખબર પડતા ત્રણેય આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.

વિકને ૧૦૦ વર્ષ જૂની નોટ તેમના ૩૦ વર્ષ જૂના ઘરનું રિપેરિંગ કામ કરાવતી વખતે મળી હતી. દંપતી ૫૮ વર્ષથી એકબીજાની જોડે રહે છે. તેમણે જણાવ્યું હતું કે તેઓએ ક્યારેય સ્વપ્નામાં પણ વિચાર્યુ ન હતું કે આ નોટ આટલી કિંમતી હશે. તેમને આ જૂની નોટોની બહુ-બહુ તો ત્રણ લાખ રુપિયાની રકમ મળવાની આશા હતી. આટલી રકમ વડે બંનેએ ક્રુઝ પર ડાયમંડ વેડિંગ એનિવર્સરી અંગે વિચાર્યુ હતુ.

દિલ્હીમાં એક વ્યક્તિ રાષ્ટ્રધ્વજ સાથે પોતાનું સ્કૂટર સાફ કરતો કેમેરામાં કેદ થયો | Gujarat Guardian

તેમણે આશા કરતાં વધારે રકમ મળી હતી. વિક તાજેતરમાં જ પરદાદા અને જેનેટ પરદાદી બન્યા છે. તે લાંબા સમયથી પોતાની એનિવર્સરીને યાદગાર બનાવવા આયોજન કરી રહ્યા હતા. પહેલી નોટ સાત લાખ રુપિયામાં વેચાઈ હતી. ત્રણ નોટ પાંચ પાઉન્ડની હતી તે ૧૪.૭૩ લાખ રુપિયાની કિંમતમાં વેચાઈ હતી.

હવે જે શખ્સે આ નોટ ખરીદ્યા તે ઇન્ટરનેશનલ બેન્ક નોટ્સ સોસાયટીનો પ્રેસિડેન્ટ્સ છે. આ બધી નવ નોટોની કુલ કિંમત ૪૭,૪૨, ૨૭૧ રુપિયા મળી. આટલી જંગી રકમ મળ્યા પછી દંપતીનું આયોજન છે કે તે ક્રુઝ પર જશે અને કેટલીક રકમ પોતાના આગામી જીવન માટે બચાવી રાખશે.

આ પણ વાંચો :-

ત્રિશુળીયા ઘાટ પર થંભી જાય છે પગપાળા જતા માઇભક્તોના પગ, વ્યું પોઇન્ટ બન્યો આકર્ષણનું કેન્દ્ર

0

Feet of devotees stop at Trishulia Ghat

  • અંબાજી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને કોઇ તકલીફ કે મુશ્કેલી ન પડે તે માટે રૂ. ૧૨૦ કરોડના ખર્ચથી તૈયાર થયેલ દાંતા- અંબાજી ફોરલેન રસ્તાથી પદયાત્રિકોની સુવિધામાં વધારો થયો છે. 

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે તા. 5 મી સપ્ટેમ્બરથી 10 મી સપ્ટેમ્બર સુધી યોજાનાર ભાદરવી પૂનમના (Bhadravi Poonam) મહામેળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો ઉત્સાહ અને થનગનાટ છે.

ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ચાલીને જવાનો મહિમા હોવાથી આ વિસ્તારના રસ્તાઓ ખુબ સારા હોવા જરૂરી છે. રસ્તાઓ સ્થળને જ નહીં પરંતુ માણસોને પણ એકબીજાથી જોડે છે. અંબાજી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને કોઇ તકલીફ કે મુશ્કેલી ન પડે તે માટે રૂ. ૧૨૦ કરોડના ખર્ચથી તૈયાર થયેલ દાંતા- અંબાજી ફોરલેન રસ્તાથી પદયાત્રિકોની સુવિધામાં વધારો થયો છે.

યાત્રાધામ અંબાજીને જોડતા દાંતાથી અંબાજી સુધીના ૨૨ કિ.મી.નો રસ્તો ફોરલેન બનતા યાત્રિકોને મેળા દરમ્યાન મોટી સહુલીયત મળશે. અગાઉ અંબાજી આવતા ખાનગી વાહનો દાંતાથી રોકી દેવામામાં આવતા હતા. જે હવે અંબાજીથી ૩ કિલોમીટર પહેલાંના ગેટ પાસે ન્યુ કોલેજ સુધી વાહનો લઇને જઇ શકાશે.

અંબાજી રસ્તા પર ત્રિશુળીયા ઘાટ ઉપર બનાવાયેલ સેલ્ફી પોઇન્ટ અને વ્યું પોઇન્ટ પદયાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં પહોંચતાં જ પદયાત્રીઓ પગ થંભી જાય છે. કારણ કે અહીંથી સુંદર નજારો જોવા મળે છે.

ત્રિશુળીયા ઘાટ ખાતે સુંદર વ્યું પોઇન્ટની સુવિધાથી આ જગ્યાએ પરિવાર સાથે બાળકો, યુવાનો અને વડીલો, સોળે કળાએ ખીલેલા લીલાછમ્મ ડુંગરાઓની વચ્ચે અંબાજી જતા-આવતા સમયે રોકાઇને હરીયાળીને માણી શકે છે તેમજ ફોટોગ્રાફીનો આનંદ માણી શકે છે.

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ મેળાને ધ્યાનમાં રાખી ડાબી બાજુ તરફનો રસ્તો પદયાત્રિકો માટે જ્યારે જમણી બાજુ તરફના રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લખનીય છે કે, સમગ્ર દેશ અને દુનિયાભરના શ્રધ્ધાળુઓ અંબાજી આવી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં દેશ- વિદેશથી આવતા યાત્રાળુંઓની સુવિધાઓમાં વધારો કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં એક વ્યક્તિ રાષ્ટ્રધ્વજ સાથે પોતાનું સ્કૂટર સાફ કરતો કેમેરામાં કેદ થયો | Gujarat Guardian

અમદાવાદથી અંબાજી, ડીસા- પાલનપુર થી અંબાજી, હિંમતનગરથી અંબાજી અને ઉત્તર ગુજરાતમાં અંબાજીને જોડતા રસ્તાઓને ચારમાર્ગીય બનાવવામાં આવ્યાં છે. પર્વતવાળા અને ડુંગરીયાળ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુબ ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી યાત્રાધામ અંબાજી પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે. અંબાજીમાં હરવા- ફરવા સહિત પ્રવાસનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દાંતાથી અંબાજી રોડ પર ભૂતકાળમાં ત્રિશુળીયા ઘાટ ખાતે અવાર- નવાર અકસ્માતો થતાં હતા હવે આ રસ્તો ફોરલેન બનવાથી અકસ્માતોને પણ નિવારી શકાય છે સાથે યાત્રાળુઓની સુરક્ષામાં વધારો થયો છે.

આ પણ વાંચો :-

10 લાખ નોકરીઓ માટે મોદી સરકાર એક્શનમાં, કેબિનેટ બેઠકમાં અપાઈ બ્લુપ્રિન્ટ, જાણો શું છે ખાસ 

0

Modi government in action for

  • લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર બેરોજગારી મુદ્દે એક્શન મોડમાં. આજે મળેલી કેબિનેટ બેઠકમાં 10 લાખ નોકરીઓ માટે બ્લુપ્રિન્ટ રજૂ કરાઇ. સરકારનો પ્રયાસ મોંઘવારીના મોરચે સફળતા હાંસલ કરીને વિપક્ષને મુદ્દાવિહીન બનાવવાનો .

દેશમાં આગામી લોકસભા ચૂંટણી પહેલા (Lok Sabha Elections) મોદી સરકાર બેરોજગારીના (Unemployment) મુદ્દાને નબળો પાડવા માંગે છે. બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આગામી વર્ષના અંત સુધીમાં કેન્દ્ર સરકારના (Central Govt) વિવિધ વિભાગોમાં 10 લાખ ખાલી જગ્યાઓ ભરવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

PMએ ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રમોશન, બેકલોગ સહિતના તમામ વિકલ્પોનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી.  મહત્વનું છે કે, ગયા જૂનમાં ખુદ વડાપ્રધાને સરકારના વિવિધ વિભાગોમાં 10 લાખ ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી.

જે બાદમાં મંત્રાલયો અને વિભાગોને ખાલી જગ્યાઓ ભરવા અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) ને ઉપલબ્ધ કરાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. મંત્રી પરિષદની બેઠકમાં આ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મીટિંગમાં ડીઓપીટી સેક્રેટરીએ પ્રેઝન્ટેશન દ્વારા ખાલી જગ્યાઓ ભરવા માટે એક એક્શન પ્લાન રજૂ કર્યો હતો. ડિસેમ્બર 2023 સુધીમાં ત્રણથી ચાર તબક્કામાં દસ લાખ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રેઝન્ટેશનમાં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી છે.

અમરેલીના ખાંભાના ડેડાણ રોડ પર સિંહની પજવણીના વાયરલ વીડિયો | Gujarat Guardian

પીએમએ કહ્યું આવતા વર્ષના અંતે, કોઈપણ વિભાગ અથવા મંત્રાલયમાં એક પણ પોસ્ટ ખાલી ન રહેવી જોઈએ, આ માટે માત્ર મિશન મોડ પર કામ ન કરવું જોઈએ, પરંતુ ત્રિમાસિક સમીક્ષા પણ થવી જોઈએ. પીએમએ બેકલોગની કાળજી લેવા અને જરૂર પડે તો પ્રમોશન આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

હાલ ક્યાં કેટલી જગ્યા ખાલી ? 

બે વર્ષથી કેન્દ્રીય સેવામાં નિમણૂક લગભગ શૂન્ય છે. ઘણાં વર્ષો કરતાં ઓછી નિમણૂકોને કારણે રેલવેમાં ત્રણ લાખ પોસ્ટ, ટપાલ વિભાગમાં 90,000, મહેસૂલ વિભાગમાં લગભગ 78,000 પોસ્ટ્સ અને ગૃહ મંત્રાલયમાં 1.30 લાખ પોસ્ટ્સ ખાલી છે. આ વર્ષે સેનામાં ચાલીસ હજાર પોસ્ટ ભરવાની યોજના છે.

આ તરફ હવે આગામી ચૂંટણીમાં વિપક્ષ મોંઘવારી સાથે બેરોજગારીને મહત્વનો મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.  સરકારી વ્યૂહરચનાકારો માને છે કે, માત્ર એક વર્ષમાં 10 લાખ નોકરીઓ ઉપલબ્ધ થયા પછી બેરોજગારીનો મુદ્દો સમાપ્ત થઈ જશે.

મોંઘવારી મોરચે, સરકાર પહેલાથી જ જરૂરી ખાદ્ય ચીજોના ભાવને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકારનો પ્રયાસ મોંઘવારીના મોરચે સફળતા હાંસલ કરીને વિપક્ષને મુદ્દાવિહીન બનાવવાનો પણ છે.

આ પણ વાંચો :-

 

iPhone 14 લોન્ચ, ઈ-સિમ પર ચાલશે ફોન, જાણો કિંમત અને ફીચર્સ

iPhone 14 launch, the phone

  • Apple Event માં કંપની iPhone 14 સિરીઝ લોન્ચ કરી દીધી છે. આ દરમિયાન એપલ વોચ અને નવા AirPods પણ લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ નવી પ્રોડક્ટસમાં આધુનિક ફીચર્સ આપ્યા છે.

વિશ્વની દિગ્ગજ કંપની એપલે પોતાની ઈવેન્ટમાં આઈફોન-14 (iPhone-14), એપલ વોચ 8 અને એરપોડ્સને લોન્ચ કરી લીધા છે. એપલ-14માં જૂની ડિઝાઇન અને પ્રોસેસર જોવા મળશે. પરંતુ કંપનીનો આઈફોન-14 5જી હશે. તો આઈફોનમાં સિમ કાર્ડ (Sim card) સ્લોટ હશે નહીં. કંપનીએ આઈફોનમાં ઘણા નવા ફીચર્સ એડ કર્યાં છે.

આઈફોન 14ની કિંમત :

એપલ ઈવેન્ટમાં આઈફોન 14ની કિંમત 799 ડોલર (ભારતમાં લગભગ 63 હજાર) તો આઈફોન 14 પ્રોની કિંમત 899 ડોલર છે.

સેટેલાઇટ ફીચર અમેરિકા અને કેનેડા માટે :

સેટેલાઇટ ફીચર અમેરિકા અને કેનેડા માટે છે, ભારતમાં આ ફીચર મળશે નહીં. નવેમ્બરથી આ ફીચર અમેરિકા અને કેનેડામાં મળશે. બે વર્ષ સુધી ફ્રી રહેશે, ત્યારબાદ પૈસા ચુકવવા પડશે.

iPhone 14 માં મળશે સેટેલાઇટ ફીચર :

જે જગ્યાઓ પર સેલ્યૂલર ટાવર નથી ત્યાં ફોનનું આ ફીચર કામ આવશે. તેને ખાસ કરીને રિમોટ એરિયા અને ઇમરજન્સી સિચુએશન માટે લાવવામાં આવ્યું છે. આ ફીચર હેઠળ સિમ કાર્ડ વગર સેટેલાઇટથી કોલિંગ કરી શકાશે.

iPhone 14 માં નહીં મળે સિમ કાર્ડ સ્લોટ :

આ વખતે કંપનીએ iPhone 14 ની સાથે સિમ કાર્ડ સ્લોટ હટાવી લીધું છે. પરંતુ આ અમેરિકા માટે હશે, ભારતીય મોડલ્સમાં સિમ કાર્ડ સ્લોટ આપવામાં આવી શકે છે. આઈફોન 14 માત્ર ઈ સિમ પર કામ કરશે.

જૂની ડિઝાઇન, જૂનું પ્રોસેસર, પરંતુ નામ નવું : iPhone 14

જૂની ડિઝાઇન અને જૂના પ્રોસેસરની સાથે એપલે iPhone 14 લોન્ચ કર્યો છે. ટ્વિટર પર મીમ્સ શરૂ થઈ ગયા છે. ઘણા લોકો ટિમ કુકને મિસ કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે હવે એપલમાં ઇનોવેશન રહ્યું નથી. કારણ કે ઘણા વર્ષથી કંપની એક ડિઝાઇનના ફોન લોન્ચ કરી રહી છે.

iPhone 14માં જૂનું પ્રોસેસર :

iPhone 14 માં A15 Bionic ચિપસેટ આપવામાં આવ્યું છે. આ પ્રોસેસર આઈફોન 13માં પણ આપવામાં આવતું હતું, પરંતુ કંપનીનું કહેવું છે કે આ પ્રોસેસરમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલનો કેમેરો છે.

આ પણ વાંચો :-

 

પાકિસ્તાને અફઘાનિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું, શું ભારત એશિયા કપમાંથી થયું બહાર ?

0

Pakistan beat Afghanistan

  • પાકિસ્તાને અફઘાનિસ્તાનને 1 વિકેટથી હરાવી દીધું. પાકિસ્તાનની જીત સાથે જ અફઘાનિસ્તાન અને ભારત બન્નેનું ફાઇનલમાં પહોંચવાનું સપનું તૂટી ગયું છે.

પાકિસ્તાને (Pakistan) શારજાહ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, શારજાહમાં (Sharjah) રમાયેલી T20 મેચમાં અફઘાનિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું. અફઘાનિસ્તાને (Afghanistan) પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 129 રન બનાવ્યા હતા.

અમરેલીના ખાંભાના ડેડાણ રોડ પર સિંહની પજવણીના વાયરલ વીડિયો | Gujarat Guardian

જેના જવાબમાં 130 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 19.2 ઓવરમાં 9 વિકેટના નુકસાને 131 રન બનાવ્યા.

ભારત એશિયા કપથી બહાર પાકિસ્તાને જીત મેળવતાની સાથે જ ભારત એશિયા કપથી બહાર થઇ ચૂક્યું છે. હવે 11 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મેચ થશે. આમ પણ સુપર-4માં 2 મેચ બચેલી છે. પરંતુ બન્ને ટીમોની ફાઇનલ રમાવાનું નક્કી છે.

ભારત એશિયા કપથી બહાર થયું :

ભારતીય ટીમ હવે 8 સપ્ટેમ્બરે દુબઈમાં રમાનારી સુપર-4માં પોતાનો અંતિમ મુકાબલામાં અફઘાનિસ્તાનને હરાવી પણ તે થે જો તે બે અંક સુધી જ પહોંચી શકશે. એટલે કે, પોઇન્ટ્સ મામલે ભારત હવે પાકિસ્તાન અને શ્રીલંકાને કોઈ પણ સંજોગોમાં પછાડી ન શકે. પાકિસ્તાન અને શ્રીલંકાને ચાર-ચાર અંક છે.

આ પણ વાંચો :-

 ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક : મુંબઈમાં ખુદને સાસંદનો PA બતાવી ફરતો રહ્યો શખ્સ 

0

Home Minister Amit Shah’s

  • ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક: મુંબઈમાં ખુદને સાસંદનો PA બતાવી ફરતો રહ્યો શખ્સ 

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Union Home Minister Amit Shah) સુરક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્રની (Maharashtra) રાજધાની મુંબઈની મુલાકાતે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં (Security) ક્ષતિનો મોટો ઘટના સામે આવી છે.

જેમાં અમિત શાહના મુંબઈ પ્રવાસ દરમ્યાન એક વ્યક્તિ કલાકો સુધી અમિત શાહની આસપાસ ફરતો હતો. મોટી વાત એ છે કે, આ વ્યક્તિ પોતાને આંધ્ર પ્રદેશના સાંસદનો પીએ કહેતો હતો અને લાંબા સમય સુધી અમિત શાહની આસપાસ જ ફરતો રહ્યો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈની બે દિવસીય મુલાકાત દરમ્યાન સોમવારે શહેરના મુખ્ય ગણેશ પંડાલ લાલબાગચા રાજાની મુલાકાત લીધી હતી અને ત્યાં ભગવાન ગણેશની પૂજા કરી હતી. આ દરમ્યાન એક વ્યક્તિ સતત અમિત શાહની નજીક ફરતો હોઇ તે વ્યક્તિ શંકાસ્પદ લાગતા મંત્રાલયના એક અધિકારીએ મુંબઈ પોલીસને જાણ કરી હતી.

મુંબઈ પોલીસે યુવકની ધરપકડ કરી :

આ તરફ પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી અને તેને ગિરીગાંવ કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.

મુંબઈ પોલીસ હજુ પણ આ વ્યક્તિની પૂછપરછ કરશે અને અમિત શાહની આસપાસ ફરવા પાછળનો આરોપીનો ઈરાદો શું હતો તે પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરશે. આરોપીનું નામ હેમંત પવાર છે અને તે ધુલેનો રહેવાસી છે.

આ પણ વાંચો :-

આ શહેરોમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ, ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી

0

Heavy to very heavy rains will

  • હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુરુવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બનતા વરસાદનું જોર વધશે.

ગાંધીનગર (Gandhinagar) ખાતે વેધર વોચ ગ્રુપની (Weather Watch Group) બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હવામાન વિભાગના (Meteorological Department) નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ તથા અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ (Very Heavy Rain) ૫ડવાની સંભાવના છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુરુવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બનતા વરસાદનું જોર વધશે. હવામાન વિભાગના મતે 10 અને 11 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે.

અમરેલીના ખાંભાના ડેડાણ રોડ પર સિંહની પજવણીના વાયરલ વીડિયો | Gujarat Guardian

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. તો દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 102 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

આ પણ વાંચો :-

રાજ્યપાલના વિવાદિત બોલ, ”હિન્દૂ સમાજ ઢોગી નંબર વન છે, સ્વાર્થ માટે ગાય માતા કી જય હો બોલે છે”

0

Governor’s Controversial Speech

  • ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે યોજાયેલા કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે લોકો મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને ચર્ચમાં જાય છે, એટલા માટે કે પુજા કરીશું તો ભગવાન ખુશ થશે.

નર્મદા (Narmada) જીલ્લાના પ્રાકૃતિક સ્થળ પોઈચા (Poecha) ખાતે રાજ્યપાલની (Governor) ઉપસ્થિતિમાં  “પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર (Nilakanthadham-Swaminarayana Temple) પરિસર ખાતે હિન્દુ સમાજ (Hindu society) વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું કે હિંદુ સમાજ ઢોંગી નંબર ૧ છે.

પોઇચા ખાતે યોજાયેલા “ પ્રાકૃતિક કૃષિ…. પ્રકૃતિના શરણે ” પરિસંવાદ કાર્યક્રમમાં આ વિવાદિત નિવેદનને પગલે હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ કાર્યક્રમમાં સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પૂર્વ મંત્રી મોતિસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે યોજાયેલા કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે લોકો મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને ચર્ચમાં જાય છે, એટલા માટે કે પુજા કરીશું તો ભગવાન ખુશ થશે. પણ જો તમે પ્રાકૃતિક ખેતી કરવાની શરુ કરી દેશો તો ભગવાન આપો આપ પ્રસન્ન થઈ જશે, રસાયણિક ખેતી તો પ્રાણીઓને મારવાનું જ્યારે પ્રાકૃતિક ખેતીથી પ્રાણીઓને જીવનદાન મળે છે.

અમરેલીના ખાંભાના ડેડાણ રોડ પર સિંહની પજવણીના વાયરલ વીડિયો | Gujarat Guardian

મનુષ્ય ગૌ માતાની પૂજા કરે છે, માથે તિલક લગાવે છે પણ જો ગૌ માતા દૂધ આપતી બંધ થઈ જાય તો તેને છોડે મૂકે છે. જે ગૌ માતાનું દૂધ નથી પીતા કે ગૌ માતાને પાળતા પણ નથી એવા લોકો પણ સ્વાર્થ માટે ગૌ માતાની જય બોલાવે છે. એટલે જ કહું છું કે આ દુનિયાના અસંખ્ય પ્રાણીઓમાં મનુષ્ય સૌથી મોટો ઢોંગી, પાખંડી, બનાવટી અને દેખાવો કરનાર પ્રાણી છે, હિન્દુ સમાજ ઢોંગી નંબર ૧ છે. સ્વાર્થ માટે ગાય માતાજી કી જય હો માત્ર બોલે છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું હતું કે કોરોના કાળને બાદ કરતાં છેલ્લા ત્રણેક વર્ષથી પ્રાકૃતિક ખેતીનું અભિયાન ખુબ જ ગતિથી આગળ વધી રહ્યું છે, નર્મદા જિલ્લાના અંદાજે ૧૧ હજાર જેટલાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન લઇને આશરે ૩૩૭૧ એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ રહી છે.

દેશના ખેડૂતો આર્ત્મનિભર બનશે તો દેશ આર્ત્મનિભર બનશે. ખેડૂતો અને ખેતીને આર્ત્મનિભર બનાવવાનો શ્રેષ્ડ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે. ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા જનઅભિયાન ઉપાડ્યું છે, ત્યારે આગામી સમયમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશનું નેતૃત્વ કરશે.

જંગલમાં વૃક્ષ, વનસ્પતિને કોઇ રાસાયણિક ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી. છતાં તેનો પ્રાકૃતિક રીતે વૃધ્ધિ-વિકાસ થાય છે. આ જ રીતે ખેતરમાં પ્રાકૃતિક રીતે કૃષિ કરવામાં આવે તે જ પ્રાકૃતિક ખેતી છે.

દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જેટલા સુક્ષ્મ જીવાણુ હોય છે. ગાયનું ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ ગૌમૂત્ર, દાળનું બેસણ, ગોળ, પાણી અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત અને ઘન જીવામૃત કલ્ચર તરીકે કાર્ય કરે છે.

આ પણ વાંચો :-

08 સપ્ટેમ્બર ગુરુવારના રોજ આ રાશિના જાતકોને આજે કામકાજમાં સફળતા મળશે

On September 08, Thursday Gujarat Guardian

મેષઃ
માનસિક શાંતિ જળવાય. આવકનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા. નવી નોકરી અથવા બઢતી, બદલી શક્ય બને. નવા ધંધાની શરૂઆત કરી શકાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ મળે. માતૃસુખ-પિતૃસુખ જળવાય. માન-સન્માન વધે.

વૃષભઃ
કોઈ મહત્ત્વપૂર્ણ સમાચાર મળવાની શક્યતા છે. ભાવનાત્મક રૂપથી આપ ખૂબ સશક્ત રહેશો. અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. પતિ-પત્ની વચ્ચે પ્રેમ જળવાય. વ્યવસાયિક ગતિવિધઓમાં પ્રગતિ થતી જણાય.

મિથુનઃ
આજે ખાસ આવક આવવાની સંભાવના જણાતી નથી. જીવનસાથી સાથે સારો સમય પસાર થાય. કોઈ કોઈ સમયે શરીરમાં થોડી નબળાઈનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેવા પામે.

કર્કઃ
દિવસભર વ્યસ્તતા બની રહેશે. ઉત્સાહના કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો સાથે ફરવા જવાના યોગ બને. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. આરોગ્ય જળવાય. મિત્રોની મુલાકાત શક્ય બને.

સિંહઃ
માનસિક તણાવને કારણે આર્થિક ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસમર્થતા વર્તાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથીને સમય આપી શકાશે નહીં. યશ-પ્રતિષ્‍ઠા વધે. શરદી-ખાંસી, કફનો ઉપદ્રવ રહે.

કન્યાઃ
જીવનસાથી સાથે તણાવભર્યું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો વચ્ચે વાદ-વિવાદ ટાળવો. સંતાનની પ્રગતિથી આનંદ થાય. એમના પ્રશ્નો ઉકેલાતા જણાય. ગરમીને કારણે માથાનો દુઃખાવો સંભવે.

તુલાઃ
ભાવનાત્મક રૂપથી આપ ખુબ જ લાગણીશીલ રહેશો. આપના કાર્યોને પુરા કરવા માટે દીલથી મહેનત કરો, ઈશ્વર તમારો સાથ આપશે. આર્થિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ
આજે દિવસ દરમ્યાન ધન, રોકાણ તથા પરિવારના કાર્યોમાં સમય પસાર થાય. વારસાગત સંપત્તિ સંબંધિત મામલા ઉકેલાઈ શકે છે. તમામ ક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સ્વભાવમાં અકારણ ઉગ્રતા ટાળવી.

ધનઃ
માન-સન્માનમાં વૃદ્ધિ થતી જણાય. ધર્મ-કર્મ પ્રત્યે વિશેષ આસ્થા અને વિશ્વાસ જાગૃત થાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાન સંબંધી સમસ્યાઓ ઉકેલાતી જણાય. જીવનસાથીનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરશે.

મકરઃ
માનસિક સ્થિરતા રહે. દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. સીમેન્ટ, સેનેટરી, ચા, ખેતી તેમજ ઈલેક્ટ્રોનિક્સના ધંધામાં વિશેષ લાભ. જીવનસાથી સાથે વિવાદ ટાળશો તો આનંદ. માથાનાં દુઃખાવાની સમસ્યા રહે.

કુંભઃ
સંબંધમાં તણાઈને ખોટા નિર્ણય લેશો નહીં. ધંધાકીય ક્ષેત્રે જોખમ ટાળવું. અગત્યના આર્થિક ધંધાકીય કાર્યો મુલતવી રાખવા. નાણાં ગુમાવવાના યોગ બને છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવાથી સમસ્યા વધતી જણાય.

મીનઃ
પરિવારમાં કોઈપણ મુદ્દાને લઈને તણાવ ટાળવો. સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. મિત્રોના સહકારને લઈને કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. ધંધામાં લાભ. યશ-પ્રતિષ્‍ઠા વધે.

આ પણ વાંચો :-

તમારા બાળકોને લિફ્ટમાં એકલા ન જવા દો, વૃદ્ધે બાળકીને લિફ્ટમાં બાહોમાં ભરી લીધી

Don’t let your children go alone in the elevator

  • અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં બાળકી સાથે છેડતી… 62 વર્ષના વૃદ્ધે લિફ્ટમાં જતા સમયે ધોરણ 7 માં અભ્યાસ કરતી બાળકી સાથે અડપલા કર્યા.

ગુજરાતમાં (Gujarat) દીકરીઓ સલામતીની વાતોની હવા નીકળી રહી છે. ગુજરાતની બહેન-દીકરીઓ પોતાના જ એપાર્ટમેન્ટની લિફ્ટમાં પણ સલામત નથી. અમદાવાદના (Ahmedabad) પશ્વિમ વિસ્તારમાં આવેલ ફેમસ ગોદરેજ ગાર્ડન સિટીમાં (Godrej Garden City) બાળકી સાથે છેડતીની ઘટના બની છે. આ ઘટના અત્યંત શરમજનક છે. જેમાં એક 62 વર્ષીય વૃદ્ધએ લિફ્ટમાં આવેલી બાળકીને એકલતાનો લાભ લઈને અડપલાં કર્યા હતા.

અમદાવાદના ગોડરેજ ગાર્ડન સિટીમાં બનેલી આ ઘટના છે. જેમાં ધોરણ-7માં અભ્યાસ કરતી એક બાળકી લિફ્ટમાં આવી હતી. તે સમયે લિફ્ટમાં 62 વર્ષના ભાનુપ્રતાપ રાણા નામના એક વૃદ્ધ પણ આવ્યા હતા. બાળકીને લિફ્ટમાં એકલી જોઈને જ વૃદ્ધની દાનત બગડી હતી. તેમણે બાળકીને વાતોમાં ફસાવીને તેને બાહોમાં જકડી લીધી હતી.

વૃદ્ધની હરકતથી બાળકી ડઘાઈ ગઈ હતી. તો બીજી તરફ, વૃદ્ધ પણ ભાન ભૂલ્યા હતા. ગભરાયેલી બાળકી ફ્લોર આવતા જ લિફ્ટમાંથી બહાર નીકળી ગઈ હતી, તેણે આ વિશે તેના માતાપિતાને જાણ કરી હતી. જેથી માતા પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ચાંદખેડા પોલીસે ભાનુપ્રતાપ રાણા નામના વૃદ્ધ આરાપીને સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ કિસ્સો દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. બાળકોને ક્યાં એકલા જવા દેવા અને ક્યાં ન જવા દેવા તે સમજવાનો સમય આવી ગયો છે. પોતાના ફ્લેટની લિફ્ટ પણ બાળકો માટે સલામત રહી નથી.

વિકાસની દોડમાં હવે હાઈરાઈઝ ઈમારતો જ લોકોનું રહેઠાણ બની રહ્યું છે. ત્યારે લિફ્ટમાં જવા સિવાય કોઈ ઓપ્શન હોતો નથી. આવી લિફ્ટમાં સુરક્ષાના સવાલો ઉઠી રહ્યાં છે. આ ઘટનાથી દરેક માતાપિતા ચેતી જાય અને બાળકોને એકલા લિફ્ટમા ન મૂકે.

આ પણ વાંચો :-