ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક : મુંબઈમાં ખુદને સાસંદનો PA બતાવી ફરતો રહ્યો શખ્સ 

Share this story

Home Minister Amit Shah’s

  • ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક: મુંબઈમાં ખુદને સાસંદનો PA બતાવી ફરતો રહ્યો શખ્સ 

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Union Home Minister Amit Shah) સુરક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્રની (Maharashtra) રાજધાની મુંબઈની મુલાકાતે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં (Security) ક્ષતિનો મોટો ઘટના સામે આવી છે.

જેમાં અમિત શાહના મુંબઈ પ્રવાસ દરમ્યાન એક વ્યક્તિ કલાકો સુધી અમિત શાહની આસપાસ ફરતો હતો. મોટી વાત એ છે કે, આ વ્યક્તિ પોતાને આંધ્ર પ્રદેશના સાંસદનો પીએ કહેતો હતો અને લાંબા સમય સુધી અમિત શાહની આસપાસ જ ફરતો રહ્યો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈની બે દિવસીય મુલાકાત દરમ્યાન સોમવારે શહેરના મુખ્ય ગણેશ પંડાલ લાલબાગચા રાજાની મુલાકાત લીધી હતી અને ત્યાં ભગવાન ગણેશની પૂજા કરી હતી. આ દરમ્યાન એક વ્યક્તિ સતત અમિત શાહની નજીક ફરતો હોઇ તે વ્યક્તિ શંકાસ્પદ લાગતા મંત્રાલયના એક અધિકારીએ મુંબઈ પોલીસને જાણ કરી હતી.

મુંબઈ પોલીસે યુવકની ધરપકડ કરી :

આ તરફ પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી અને તેને ગિરીગાંવ કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.

મુંબઈ પોલીસ હજુ પણ આ વ્યક્તિની પૂછપરછ કરશે અને અમિત શાહની આસપાસ ફરવા પાછળનો આરોપીનો ઈરાદો શું હતો તે પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરશે. આરોપીનું નામ હેમંત પવાર છે અને તે ધુલેનો રહેવાસી છે.

આ પણ વાંચો :-