Don’t let your children go alone in the elevator
- અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં બાળકી સાથે છેડતી… 62 વર્ષના વૃદ્ધે લિફ્ટમાં જતા સમયે ધોરણ 7 માં અભ્યાસ કરતી બાળકી સાથે અડપલા કર્યા.
ગુજરાતમાં (Gujarat) દીકરીઓ સલામતીની વાતોની હવા નીકળી રહી છે. ગુજરાતની બહેન-દીકરીઓ પોતાના જ એપાર્ટમેન્ટની લિફ્ટમાં પણ સલામત નથી. અમદાવાદના (Ahmedabad) પશ્વિમ વિસ્તારમાં આવેલ ફેમસ ગોદરેજ ગાર્ડન સિટીમાં (Godrej Garden City) બાળકી સાથે છેડતીની ઘટના બની છે. આ ઘટના અત્યંત શરમજનક છે. જેમાં એક 62 વર્ષીય વૃદ્ધએ લિફ્ટમાં આવેલી બાળકીને એકલતાનો લાભ લઈને અડપલાં કર્યા હતા.
અમદાવાદના ગોડરેજ ગાર્ડન સિટીમાં બનેલી આ ઘટના છે. જેમાં ધોરણ-7માં અભ્યાસ કરતી એક બાળકી લિફ્ટમાં આવી હતી. તે સમયે લિફ્ટમાં 62 વર્ષના ભાનુપ્રતાપ રાણા નામના એક વૃદ્ધ પણ આવ્યા હતા. બાળકીને લિફ્ટમાં એકલી જોઈને જ વૃદ્ધની દાનત બગડી હતી. તેમણે બાળકીને વાતોમાં ફસાવીને તેને બાહોમાં જકડી લીધી હતી.
વૃદ્ધની હરકતથી બાળકી ડઘાઈ ગઈ હતી. તો બીજી તરફ, વૃદ્ધ પણ ભાન ભૂલ્યા હતા. ગભરાયેલી બાળકી ફ્લોર આવતા જ લિફ્ટમાંથી બહાર નીકળી ગઈ હતી, તેણે આ વિશે તેના માતાપિતાને જાણ કરી હતી. જેથી માતા પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ચાંદખેડા પોલીસે ભાનુપ્રતાપ રાણા નામના વૃદ્ધ આરાપીને સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ કિસ્સો દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. બાળકોને ક્યાં એકલા જવા દેવા અને ક્યાં ન જવા દેવા તે સમજવાનો સમય આવી ગયો છે. પોતાના ફ્લેટની લિફ્ટ પણ બાળકો માટે સલામત રહી નથી.
વિકાસની દોડમાં હવે હાઈરાઈઝ ઈમારતો જ લોકોનું રહેઠાણ બની રહ્યું છે. ત્યારે લિફ્ટમાં જવા સિવાય કોઈ ઓપ્શન હોતો નથી. આવી લિફ્ટમાં સુરક્ષાના સવાલો ઉઠી રહ્યાં છે. આ ઘટનાથી દરેક માતાપિતા ચેતી જાય અને બાળકોને એકલા લિફ્ટમા ન મૂકે.
આ પણ વાંચો :-
- વિધાનસભા ચૂંટણી પૂર્વે વડોદરા કોંગ્રેસમાં કકળાટ, 5 પ્રભારીઓ શહેર છોડી સુરત જવા રવાના, કારણ ચોંકાવનારું
- Instagram પર લગાવાયો રૂ.3200 કરોડનો દંડ, ગંભીર આરોપ જાણીને ચોંકી જશો