ઘરમાંથી મળી જૂની નોટ, વેચી તો જૂની નોટના સ્વરુપમાં લાગ્યો જેકપોટ 

Share this story

Old notes found in the house

  • વૃદ્ધ દંપતીની જૂની નોટના સ્વરુપમાં જેકપોટ લાગ્યો. 58 વર્ષથી સહજીવન જીવતું દંપતી ક્રુઝ પર લગ્નતિથિ મનાવવા માટે જશે 

યુકેમાં (UK) વૃદ્ધ દંપતીને તેમના પોતાના ઘરના અંદરથી સો વર્ષ જૂની બ્રિટિશ ચલણી (British currency) નોટ મળી હતી. આ નોટોનું વેચાણ ૪૭ લાખથી પણ વધારે રુપિયામાં થયું. આ નોટોની નીલામી (Auction) પછી જે કિંમત જાહેર થઈ તે સાંભળી દંપતી પણ આશ્ચર્ય પામ્યું.

દંપતીને મળેલી આ નવ નોટ ૧૯૧૬થી ૧૯૧૮ની વચ્ચેની હતી. આ નોટ અત્યંત દુર્લભ ગણાવવામાં આવી રહી છે. આ જ કારણે નીલામી સમયે તેની કિંમત હતપ્રભ કરી રહેનારી હતી. વૃદ્ધ દંપતી વિક અને જેનેટ બ્રિટનમાં બ્રિસ્ટલ ખાતે રહે છે. વિક વ્યવસાયે બિલ્ડર રહી ચૂક્યા છે અને જેનેટ ટેકનિશિયન રહી ચૂકી છે.

નીલામી પછી તેમને જ્યારે નોટોની કુલ કિંમત બતાવવામાં આવી ત્યારે તેમને વિશ્વાસ ન થયો. આ દરમિયાન વૃદ્ધ દંપતીની પૌત્રી ડેનિયલ સ્મિથ પણ હાજર હતી. કિંમત અંગે ખબર પડતા ત્રણેય આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.

વિકને ૧૦૦ વર્ષ જૂની નોટ તેમના ૩૦ વર્ષ જૂના ઘરનું રિપેરિંગ કામ કરાવતી વખતે મળી હતી. દંપતી ૫૮ વર્ષથી એકબીજાની જોડે રહે છે. તેમણે જણાવ્યું હતું કે તેઓએ ક્યારેય સ્વપ્નામાં પણ વિચાર્યુ ન હતું કે આ નોટ આટલી કિંમતી હશે. તેમને આ જૂની નોટોની બહુ-બહુ તો ત્રણ લાખ રુપિયાની રકમ મળવાની આશા હતી. આટલી રકમ વડે બંનેએ ક્રુઝ પર ડાયમંડ વેડિંગ એનિવર્સરી અંગે વિચાર્યુ હતુ.

દિલ્હીમાં એક વ્યક્તિ રાષ્ટ્રધ્વજ સાથે પોતાનું સ્કૂટર સાફ કરતો કેમેરામાં કેદ થયો | Gujarat Guardian

તેમણે આશા કરતાં વધારે રકમ મળી હતી. વિક તાજેતરમાં જ પરદાદા અને જેનેટ પરદાદી બન્યા છે. તે લાંબા સમયથી પોતાની એનિવર્સરીને યાદગાર બનાવવા આયોજન કરી રહ્યા હતા. પહેલી નોટ સાત લાખ રુપિયામાં વેચાઈ હતી. ત્રણ નોટ પાંચ પાઉન્ડની હતી તે ૧૪.૭૩ લાખ રુપિયાની કિંમતમાં વેચાઈ હતી.

હવે જે શખ્સે આ નોટ ખરીદ્યા તે ઇન્ટરનેશનલ બેન્ક નોટ્સ સોસાયટીનો પ્રેસિડેન્ટ્સ છે. આ બધી નવ નોટોની કુલ કિંમત ૪૭,૪૨, ૨૭૧ રુપિયા મળી. આટલી જંગી રકમ મળ્યા પછી દંપતીનું આયોજન છે કે તે ક્રુઝ પર જશે અને કેટલીક રકમ પોતાના આગામી જીવન માટે બચાવી રાખશે.

આ પણ વાંચો :-